________________
કાર્માણવર્ગણા (કર્મરજ) કર્મરૂપે પરિણમીને, આત્મા સાથે જોડાઇ જાય છે, તેને દ્રવ્યકર્મ કહે છે. (૧૦) જ્ઞાનાવરણાદિકરૂપ કર્મ પરમાણુઓને, દ્રવ્યકર્મ કહે છે, તે મુખ્યપણે આઠ છે. (૧૧) રજકણ- ઝીણી ધૂળ, જ્ઞાના વરણાદિ આઠ કર્મ તે. જડરૂપી કર્મ પ્રકૃતિ ને છે. (૧૨) જ્ઞાનાવરણ આદિ આઠ કર્મ, તેના પેટા ભેદ ૧૪૮ પ્રકૃતિ છે. તે જડરૂપી કર્મ પ્રકૃતિ છે. દ્રવ્યકર્મ અને ભાવકર્યું પરમાણુરૂપ અનંત દ્રવ્યોથી નિપજાવેલું કાર્ય છે તેનું નામ દ્રવ્ય કર્મ છે. તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વ-ક્રોધાદિરૂપ જીવના પરિણામ છે તે અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવ કર્મ છે. દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે, તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મનો બંધ થાય છે.
દ્રવ્યકર્મ મોક્ષ દ્રવ્યકર્મનું સર્વથા છૂટી દેવું તે; દ્રવ્યમોક્ષ. ખરેખર ભગવાન કેવળીને, ભાવમોક્ષ હોતાં. પરમ સંવર સિદ્ધ થવાને લીધે ઉત્તર કર્મ સંતતિ નિરોધ પામી થકી અને પરમ નિર્જરાના કારણભૂત ધ્યાન સિદ્ધ થવાને લીધે પૂર્વ કર્મ સંતતિ- કે જેની સ્થિતિ કદાચિત્ સ્વભાવથી જ આયુકર્મ જેટલી હોય છે અને કચિત્ સમુધ્ધત વિધાનથી આયુ, કર્મના જેટલી થાય છે તે - આયુકર્મના અનુસ્તરે જ નિર્જરતી થકી અપુનર્વયને માટે તે ભવ છૂટવાના સમયે થતો જે વેદનીય-આયુ-નામ-ગોત્રરૂપ કર્મ પુદ્ગલોનો જીવની સાથે અત્યંત વિશ્લેષ (વિયોગ) તે દ્રવ્યમોક્ષ છે.
દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોર્મ વ્યકર્મ એટલે આડ કર્મના જડ રજકણો, ભાવકર્મ એટલે બાહ્ય નિમિતો.
દ્રવ્યકર્મથી સંયુકત દ્રવ્યકર્મના સંયોગમાં જ અશુદ્ધ પરિણામ હોય છે, દ્રવ્યકર્મ વિના કદી હોતો નથી, તેથી દ્રવ્યકર્મ, અશુદ્રક પરિણામનું કારણ છે. દ્રવ્યકર્મના નિરોધ થી સંસારનો નિરોધ થાય છે. :અભેદ, શુદ્ધ ચિત્માત્ર, પૂર્ણાનંદ પ્રભુ આત્મનાં જ્યાં દૃષ્ટિ, જ્ઞાનને રમણતા લીનતા થયાં, તો શુદ્ધ પરિણતિ પ્રગટ થઇ, હવે તેને ભાવકર્મ કેમ ઉત્પન્ન થયાં? ઉત્પન્ન ન થાય. સવભાવની એકાગ્રતામાં શુદ્ધ દશા જ્યાં પ્રગટ થઇ, ત્યાં અશદ્ધ પરિણામ ઉત્પન્ન થતા નથી, પણ રોકાઇ જાય છે, અને અશુદ્ધતાનો નિરોધ થતાં, નવું કર્મ તેને
૪૬૭
આવતું નથી, અને તેથી સંસારનો નિરોધ થાય છે, સંસારનો વ્યય થઇ જાય છે.
પૂર્ણ સ્વભાવની પરિણતિ પ્રગટ થતાં ભાવકર્મ ઉત્પન્ન થતું નથી. અને તેથી નવું દ્રવ્યકર્મ આવતું નથી. અને તે સ્વભાવની પરિણતિ પૂર્ણ થતાં સંસારનો વ્યય થઇ જાય છે. અર્થાત્ દ્રવ્યકર્મના અટકવાથી, દ્રવ્યકર્મને રોકવાથી રુંધવાથી સંસારનો જે ઉદયભાવ છે, તેનો-અભાવ થઇ જાય છે-સંસાર એટલે ઉદયભાવ, અને તેનો અભાવ થઇ જતાં એકલો જ્ઞાયિક ભાવ પ્રગટ થાય છે. આમ તે પૂર્ણ દશા-મોક્ષદશાને પ્રાપ્ત થાય છે.
દ્રવ્યકર્મમોક્ષ દ્રવ્યકર્મનું સર્વથા છૂટી જવું તે; દ્રવ્યમોક્ષ (અહીં ભાવમોક્ષનું સ્વરૂપ દ્રવ્યમોક્ષના નિમિત્તભૂત પરમ-સંવરરૂપે દર્શાવ્યું છે.) દ્રવ્યકર્મરૂપ સંતતિ ઃપુદ્ગલ પરિણામરૂપ સંતતિ. દ્રવ્યકર્મો તે પુદ્ગલ સ્કંધો છે.
દ્રવ્યકિયા શરીરની ક્રિયા; દેહની ક્રિયા; બાહ્ય ક્રિયાકાંડ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ, અનંત ગુણ સ્વભાવનો પિંડ. ક્ષેત્ર એટલે એને પ્રદેશ -પહોળાઇ. કાળ એટલે વર્તમાન અવસ્થા. ભાવ એટલે ત્રિકાળી શકિત.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ દ્રવ્ય = પોતાના અનંત ગુણપર્યાયોનો અખંડ પિંડ ક્ષેત્ર = પોતાની પહોળાઇ રૂપ આકાર. (અસંખ્ય પ્રદેશી) કાળ = પોતાની વર્તમાન વર્તતી પ્રગટ અવસ્થા ભાવ = પોતાના અનંત ગુણ અથવા ત્રિકાળી શકિત. દ્રવ્ય-ગુણ-પર્યાય :દ્રવ્યનામ, ત્રિકાળી શકિતઓનો પિંડ ગુણ નામ, ત્રિકાળી શકિત અને પર્યાય, એટલે વર્તમાન ક્ષણિક અવસ્થા. દ્રવ્યગુણ-પર્યાય કોઇપણ પર દ્રવ્યનો, કોઇપણ ગુણ કે પર્યાય, પોતાના આત્મા માટે વાસ્તવમાં ઇષ્ટ કે અનિષ્ટ થતો નથી. નકામી કલ્પના દ્વારા, તેને ઇષ્ટ કે અનિષ્ટ માની લેવામાં આવે છે. અને એના કારણે આ જીવ કષ્ટ ઉઠાવે છે. તેથી પર પદાર્થમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના છોડવા યોગ્ય છે. (૨) વસ્તુ તો દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે. ત્યાં વૈકાલિક ઉર્ધ્વ પ્રવાહ સામાન્ય, તે દ્રવ્ય છે.