________________
સમ્યક્ અનુભવમાં, સમાન જ હોય છે. ઇંાસ્તવમાં જ્ઞાનનો શ્રુત ઉપાધિરૂપ ભેદ નથી. (૪) જિનેન્દ્ર ભગવાનના શ્રુતનો સૂત્રરૂપ આગમનો અહીં નિર્દેશ કર્યો છે, તે પૌદગલિક વચનો દ્વારા નિર્દિષ્ટ હોવાથી, દ્રવ્યશ્રુત છે. સ્વતઃ જ્ઞાનરૂપ ન હોતાં, પુદ્ગલના રૂપમાં છે. (૫) શાસ્ત્રના શબ્દો, દિવ્ય ધ્વનિ, વાણી તો જડ છે. પણ વાણીના સાંભળનારાઓ વાણી સાંભળીને, અંતર્મુખ થઇને ભાવદ્યુતપણે પરિણમે છે. તેથી ભગવાનની વાણીમાં ભાવદ્યુતથી ઉપદેશ છે એમ કહ્યું છે. વાણી કોઇ ભાવદ્યુત નથી, વાણીમાં કેવળજ્ઞાનેય નથી. વાણી તો દ્રવ્યશ્રુત અચેતન જ છે.
દ્રવ્યશ્રુત વીતરાગ, સર્વજ્ઞ પરમાત્માની ૐ ધ્વનિ અનુસાર રચાયેલાં પરમાગમ ને દ્રવ્ય શ્રુત છે. વીતરાગની વાણી-દ્રવ્યશ્રુત (૨) શાસ્ત્રના શબ્દો, આગમ (૩) ભાવદ્યુત, જ્ઞાનસ્વરૂપ શુદ્ધ આત્માનું જ્ઞાન (૪) આગમવાણી, શબ્દબ્રહ્મ (૫) વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની ૐ ધ્વનિ અનુસાર રચાયેલાં પરમાગમ, તે દ્રવ્યશ્રુત છે. (૬) શબ્દરૂપ આગમ શાસ્ત્ર. (૭) જિનેન્દ્ર ભગવાનના જે શ્રુતનો-સૂત્રરૂપ આગમનો અહીં નિર્દેશ કર્યો છે તે પૌદ્ગલિક વચનો દ્વારા નિર્દિષ્ટ હોવાથી દ્રવ્યશ્રુત છે. સ્વતઃ જ્ઞાનરૂપ ન હોતાં પુદ્ગલનાં રૂપમાં છે. (૮) જિનવાણી; પરમાગમ.
દ્રવ્યમ્રુતાન આગમના શબ્દોના અર્થનું જ્ઞાન. દ્રવ્યશ્રુત વાચક છે, અંદર ભાવશ્રુતજ્ઞાન, તેનું વાચ્ય છે, દ્રવ્યશ્રુત અબદ્ધપૃષ્ઠ આત્માના સ્વરૂપને નિરૂપે છે, ભાવદ્યુત અબદ્ધસૃષ્ટ આત્માનો અનુભવ કરે છે. દ્રવ્યસ્તુતિથી નમસ્કાર દ્રવ્યથી એટલે વિકલ્પથી સ્તુતિ કરે છે. સિદ્ધ ભગવાન આવા છે એવો (તેમના સ્વરૂપનો વિચાર) વિકલ્પ ઉઠયો, એ દ્રવ્ય નમસ્કાર છે.
દ્રવ્યસ્થાનીય દ્રવ્ય સમાન; દ્રવ્યના દૃષ્ટાંતરૂપ.
દ્રવ્ય કુંવર સંવર કરનાર સંવારક એ નિમિત્ત છે. સંવરની સામે જેટલો કર્મનો ઉદય નથી (અભાવરૂપ છે) અને દ્રવ્ય-સંવર કહે છે. એ બન્ને સંવર છે. એક ભાવસંવર અને બીજો દ્રવ્ય સંવર
૪૭૪
દ્રવ્યસામાન્ય દ્રવ્યપણારૂપ સામાન્યની અપેક્ષાએ, દ્રવ્યોમાં એકપણું છે. ત્યાં જીવનો આત્મદ્રવ્ય જ, એક ભેદ છે. ચેતનાના પરિણામ સ્વરૂપ ઉપયોગ, જીવદ્રવ્યની પરિણતિ છે.
દ્રવ્યપણારૂપ સામાન્યની અપેક્ષાએ, દ્રવ્યોમાં એકપણું છે તો પણ, વિશેષ લક્ષણોની અપેક્ષાએ તેમના જીવ અને અજીવ એવા બે ભેદ છે. જે (દ્રવ્ય) ભગવતી ચેતના વડે અને ચેતનાના પરિણામ સ્વરૂપ ઉપયોગ વડે રચાયેલા છે, તે જીવ છે. અને જે (દ્રવ્ય) ચેતના રહિત હોવાથી અચેતન છે, તે અજીવ છે. જીવનો એક જ ભેદ છે. અજીવના પાંચ ભેદ છે. (૧) પુદ્ગલ (૨) ધર્માસ્તિકાય (૩) અધર્માસ્તિકાય, (૪) આકાશ અને (૫) કાળ. આ પાંચે દ્રવ્યો અભ્ય છે.
દ્રવ્યા સ્થાનીય દ્રવ્ય સમાન, દ્રવ્યના દૃષ્ટાંત રૂપ.
દ્રવ્યાંતર અન્ય દ્રવ્ય; જુદુ દ્રવ્ય. (૨) બીજાં દ્રવ્યો; દ્રવ્યથી જુદાં. (૩) ભિન્ન દ્રવ્ય, ભિન્ન ભિન્ન દ્રવ્યો
દ્રવ્યાંતરરૂપે અન્ય દ્રવ્યરૂપે, એક દ્રવ્યનું બીજા દ્રવ્યરૂપે થવું
દ્રવ્યાદિક વિષે જે અઢભાવ ઃદ્રવ્ય-ગુણ-પર્યાય વિષે જે મૂઢતારૂપ પરિણામ તે મોહ
છે.
દ્રવ્યાન યોગ :મૂર્ત કે અમૂર્ત કોઇપણ પદાર્થનું વિવરણ, આત્મવિધાનું શાસ્ત્ર. દ્રવ્યાનુયોગ છ દ્રવ્યો અને સાત (અથવા નવ) તત્ત્વોનું નિરૂપણ જે શાસ્ત્રમાં
કરવામાં આવ્યું હોય તેને દ્રવ્યાનુયોગ કહે છે. (૨) દ્રવ્યનું વિવરણ; દ્રવ્યની ટીકા; દ્રવ્યની વ્યાખ્યાની ચોકકસ પ્રકારની રીત; દ્રવ્યની પાછળ એક પાછળ આવતો બીજો પ્રસંગ. (૩) એકલા દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી નિશ્ચયાભાસી થઇ જાય ? ના, દ્રવ્યાનુયોગના અભ્યાસથી નિશ્ચયાભાસી ન થાય. પણ વ્યવહાર છે જ નહિ તેમ નિષેધ કરે, તો નિશ્ચયાભાસી થઇ જાય. એથી કહ્યું છે કે, જેને નિશ્ચયનો અતિરેક હોય, તેણે વ્યવહાર ગ્રહણ કરવો. અને જેને વ્યવહારનો અતિરેક હોય, તેણે નિશ્ચયને ગ્રહણ કરવો. (૪) દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુકલ ઘ્યાનનું અનન્ય કારણ છે. શુકલ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે.