________________
અત્યંતર તપ : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાપચ. (૪) શાસ્ત્ર
પઠન, (૫) ધ્યાન અને (૬) કાયોત્સર્ગ. દ્વાદશત્રત અહિંસા, સત્ય, અર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ-પરિમાણ એ પાંચ અશ્વત,
દિગવ્રત, ભોગપભોગપરિણામ, અનર્થદંડ-વિરતિ, એ ત્રણ ગુણવ્રત અને
સામાયિક દેશાવકાશિક, પ્રોષધોપવાસ, અતિથિ સંવિભાગ એ ચાર શિક્ષાવ્રત અિણક :બે અણુનો બનેલો સ્કંધ. કિઅણક કાર્યની નિષ્પાદક:બે અણુના બનેલા સ્કંધરૂપ કાર્યની નિપજાવનારી. દ્વિઆદિઃબે અથવા વધારે; બેથી માંડીને અનંત પર્યત. દ્વિ-આદિ પ્રદેશો :બે અથવા વધારે પ્રદેશો; બેથી માંડીને અનંત પર્યત પ્રદેશો. દ્વિતીય :બીજુ (બંધ તો બે વચ્ચે હોય, એકલો આત્મા બંધ સ્વરૂપ કેમ હોઇ શકે ? |
એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે, એક તો આત્મા અને બીજો મોહ, રાગદ્વેષાદિભાવ-એમ હોવાથી, મોહરાગદ્વેષાદિ ભાવ વડે મલિન
સ્વભાવવાળો આત્મા, પોતે જ ભાવબંધ છે.) દ્વિધા વિદ્યારિત :બે ભાગમાં ખંડિત. હિનયાશિત :બે નયોનો આશ્રય કરનારી. દ્વિપટિક બે તાકા સાંધીને બનાવેલું એક વસ્ત્ર. (બન્ને તાકા એક જ જાતના હોય,
તો સમાન જાતીય દ્રવ્યપર્યાય કહેવાય. અને જો બે તાકા ભિન્ન જાતિના, જેમ કે એક રેશમી ને બીજો સુતરાઉ) હોય, તો અસમાન જાતીય દ્રવ્યપર્યાય કહેવાય) (૨) બે તાકા સાંધીને બનાવેલું એક વસ્ત્ર. (બન્ને તાકા એક જ જાતના હોય તો સમાન જાતીય દ્રવ્યપર્યાય કહેવાય અને જો બે તાકા ભિન્ન જાતિના (જેમ કે એક રેશમી અને બીજો સુતરાઉ) હોય તો અસમાન જાતીય
દ્રવ્યપર્યાય કહેવાય.). બિદેશી (બે પ્રદેશો) વગેરે, સ્કંધોની ઉત્પત્તિના કારણભૂત જે સ્નિગ્ધ-રૂક્ષ ગુણો,
તે રૂપે પરિણમવાની શકિત, પુદ્ગલનો સ્વભાવ છે. દ્વદ્રિય જીવો સ્પર્શનેંદ્રિય અને રસનેન્દ્રિયના (એ બે ભા-દ્રિયોના) આવરણના
ક્ષય ઉપશમને લીધે તથા બાકીની ઈન્દ્રિયોના (ત્રણ ભાવેન્દ્રિયોના). આવરણનો ઉદય તેમજ મનના ભાવમનના) આવરણનો ઉદય હોવાથી
સ્પર્શ અને રસને જાણનારા આ શંબૂક, માતૃવાહ, શંખ, છીપ અને પગ વગરના કૃમિ વગેરે જીવો મન રહિત દ્વીંદ્રિય જીવો છે. (૨) શંબૂક, માતૃવાહ, શંખ, છીપ અને પગ વગરના કૃમિ-કે જેઓ રસ અને સ્પર્શને જાણે છે તેઓ દ્વીન્દ્રિય જીવો છે. સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયના (-એ બે ભાવેન્દ્રિયોના) આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઈન્દ્રિયોના (-ત્રણ ભાવેન્દ્રિયોના) આવરણનો ઉદય તેમજ મનના (-ભાવમનના) આવરણનો ઉદય હોવાથી સ્પર્શ અને રસને જાણનારા આ (શંબૂક વગેરે) જીવો મનરહિત
દ્વીન્દ્રિય જીવો છે. દશ્ય દેખવા યોગ્ય; દર્શનનો વિષય. દણ દેખનાર દષ્ટાંત દાખલો; અહીં એ ખ્યાલમાં રાખવું કે દષ્ટાંત એ દાષ્ટાંત અમુક અંશોમાં જ
એકબીજા સાથે મળતાં (સમાનતાવાળા) હોય છે, સર્વ અંશોમાં નહિ. દષ્ટિ અભિપ્રાય (૨) નજર દરિહામ :જોવામાં થયેલી ભ્રાન્તિ કે ભૂલ. દષ્ટિવાદ :જેમાં પ્રત્યક્ષ પ્રમાણ જ નિયામક છે તેવો મત -સિદ્ધાંત; નજરે દેખાય
તે અને તેટલું જ સાચું એ પ્રકારનો સિદ્ધાંત. દટિવિમુખ ધ્યાન ચૂકી જવું; ધ્યાન બહાર નીકળી જવું; ધ્યાન ન આપવું; મોં
ફેરવી લેવું. ધજાની પૂંછડી :બધી વાતની હા હા ભણે, એકેયે વાતનો પોતાના જ્ઞાનમાં
નિર્ણય કરી નહિ, એવા ધજાની પૂંછડી જેવા. ધણીપણું કર્તાપણું
ધન :નિબિડ; કઠણ (૨) પૈસો; દોલત, નાણાં; સંપત્તિ, સમૃધ્ધિ (૩) સમ્પત્તિ,
સમૃદ્ધિ, દોલત, પૈસા, નાણાં (૪) ગાય, ભેંસ, હાથી, ઘોડા, ઊંટ વગેરેને,
ધન કહે છે. ધન્ય પ્રશંસનીય, કલ્યાણમય (૨) કૃતાર્થ, કૃતકૃત્ય, ભાગ્યશાળી, નસીબદાર,
વખાણવા યોગ્ય