________________
પર્યાય રાગ વગરના નિર્મળભાવરૂપ છે, અને એનું ધ્યેય, પરમ સ્વભાવ ભાવરૂપ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. માટે રૂચિ પલટી નાખને ધ્રુવ સ્વભાવામાં ઉપયોગને સ્થિર કરીને, તેને ધ્યાય અહા! ઉપયોગને ધ્યેયમાં એકાગ્ર કરીને ધ્યાવતાં જે ધ્યાન પ્રગટ થશે, તેમાં અતિન્સિય આનંદથી ધારા ઉલસશે.
પર તરફ વળેલી જ્ઞાનની પર્યાયમાં પણ ખરેખર તો, જ્ઞાયક જ જણાઇ રહ્યો છે. આ વાત આચાર્યદેવે સમયસર ગાથા ૧૭-૧૮માં કરી છે. જ્ઞાનની પર્યાયનો, સ્વપર પ્રકાશકપણાનો સ્વભાવ છે. જેથી વર્તમાન જ્ઞાન-પર્યાયમાં, જે આ વસ્તુ ત્રિકાળ પરમ પરિણામિકભાવે સ્થિત છે, તે જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમાં જણાય છે, પણ એની નજર, એના ઉપર નથી. દૃષ્ટિનો ફેર છે બાપા! ધ્રુવની દિષ્ટ કરવાને બદલે, તે પોતાની નજર પર્યાય ઉપર રાગ ઉપર, નિમિત્ત ઉપર ને બહારના પદાર્થ ઉપર રાખે છે. અને તેથી અંદરનું ચૈતન્ય, નિધાન, જોવા મળતું નથી. ધ્યાન પ્રાપ્તિના હેતુઓ:ચિંતાનો અભાવ; એકાંત સ્થાનમાં નિવાસ, આસન્નભવ્યપણું (સમીપ મુક્તિગામીપણાની યોગ્યતા), ભેદવિજ્ઞાન અને પરપદાર્થોમાં એ શુધ્ધ ચિદ્રુપના ધ્યાનનાં સમુચ્ચય કારણો છે. ધ્યાનતપ :સ્વમાં એકાગ્ર થવું તે ધ્યાનતપ છે. ધ્યાનતપ તો સમસ્ત પર અને વિષય વિકારોથી ચિત્તને હઠાવીને એક આત્મામાં જ સ્થિર કરવું તે દયાનતપ છે. જો કે શુધ્ધોપયોગરૂપ ધ્યાનની દશા એક અંતર્મુહર્ત પણ રહી જાય તોય કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય છે.
સમસ્ત તપોનો સાર ધ્યાનતપ છે. એની પ્રાપ્તિ-સિધ્ધિને માટે જ બધા તપ છે.
ધ્યાનનું અંતિમ ફળ શાશ્વત જ્યોતિ સ્વરૂપ અનુપમ પરમાત્મપદની પ્રાપ્તિ, એ ધ્યાનનું અંતિમ ફળ છે.
ધ્યાનનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યપરિણતિ તે ખરેખર ધ્યાન છે. તે ધ્યાન પ્રગટવાની વિધિ હવે કહેવામાં આવે છેઃ- જ્યારે ખરેખર યોગી, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો વિપાક પુદ્ગલકર્મ હોવાથી તે
૪૯૩
વિપાકને (પોતાથી ભિન્ન એવાં અચેતન) કર્મોમાં સમેટી દઈને, તદનુસાર પરિણતિથી ઉપયોગને વ્યાવૃત્ત કરીને (-તે વિપાકને અનુરૂપ પરિણમવામાંથી ઉપયોગને અત્યંત શુદ્ધ આત્મામાં જ નિકંપપણે લીન કરે છે, ત્યારે તે યોગીને-કે જે પોતાના નિષ્ક્રિય ચૈતન્યરૂપ સ્વરૂપમાં વિશ્રાંત છે, વચન-મન-કાયને ચિંતવતો નથી અને સ્વકર્મોમાં પ્રવૃત્તિ કરતો નથી તેનેસકળ શુભાશુભ કર્મરૂપ ઈંધનને બાળવામાં સમર્થ હોવાથી અગ્નિસમાન એવું, પરમ પુરુષાર્થસિદ્ધિના ઉપાયભૂત ધ્યાન પ્રગટે છે.
જેને મોહ અને રાગદ્વેષ નથી તથા યોગોનું સેવન નથી અર્થાત્ મન, વચન, કાયા પ્રત્યે ઉપેક્ષા કરે છે તેને શુભાશુભને બાળનારો ધ્યાનમય અગ્નિ પ્રગટે છે.
આ પંચમકાળમાં પણ યથાશક્તિ ધ્યાન થઈ શકે છે. આ કાળે જે વિચ્છેદ છે તે શુક્લધ્યાનનો છે, ધર્મધ્યાનનો નહિ. આજે પણ અહીંથી જીવો ધર્મધ્યાન કરીને દેવનો ભવ અને પછી મનુષ્યનો ભવ પામીને મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી બહુશ્રુતધરો જ ધ્યાન કરી શકે એમ પણ નથી; સારભૂત અલ્પ શ્રુતથી પણ ધ્યાન થઈ શકે છે. માટે મોક્ષાર્થીઓએ શુદ્ધાત્માનો પ્રતિપાદક, સંવરનિર્જરાનો કરનારો અને જરામરણનો હરનારો સારભૂત ઉપદેશ ગ્રહીને ધ્યાન કરવા યોગ્ય છે.
ધ્યાનના મુખ્ય પાંચ કારણો છે વૈરાગ્ય, તત્ત્વવિજ્ઞાન, નિર્ગથતા (પરિગ્રહ
રહિતપણું) મનોજય અને આવેલા ઉપસર્ગ અને પરીષહોનો જય આ પાંચ ઘ્યાનનાં કારણો છે.
(૧) વૈરાગ્ય = વિષય-કષાયની નિવૃત્તિરૂપ, અને શુદ્ધાત્માનુભૂતિ સ્વભાવવાળો વૈરાગ્ય છે.
(૨) તત્ત્વ વિજ્ઞાન = શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ, તત્ત્વવિજ્ઞાન છે.
(૩) નિર્પ્રન્થતા = દસ પ્રકારના બાહ્ય અને ચૌદ પ્રકારના અત્યંતર, પરિગ્રહના ત્યાગયુકત નિર્પ્રન્થતા છે.
(૪) મનોજય = નિશ્ચિતપણે આત્માનુભૂતિરૂપ, મનોજય છે.