________________
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે, તો અશુભ ધ્યાન છે અને ધર્મધ્યાન તથા શુકલ ધ્યાન એ બન્ને, શુભ અને શુભત્તર છે. શરૂનું આર્તધ્યાન તીવ્ર કષાયથી થાય છે, અને રૌદ્રધ્યાન અતિ તીવ્ર કષાયથી થાય છે. પીડા અને દુઃખને આર્ત કહે છે. દુ:ખથી થવા વાળા ધ્યાન ને આર્તધ્યાન કહે છે. આ આર્તધ્યાન, તીવ્ર કષાયથી ઉત્પન્ન થાય છે. કૃષ્ણલેશ્યાવાળા દૂર પ્રાણીને, દ્ધ કહે છે. અને દ્રના કર્મને અથવા રુદ્રમાં થવાવાળા ધ્યાનને, રૌદ્ર કહે છે. આ રૌદ્રપ્રયાન આર્તધ્યાનથી પણ ખરાબ છે, કેમ કે આ અશ્વયંત તીવ્ર કષાયથી ઉત્પન્ન થાય છે. આથી તે બન્ને, અશુભ ધ્યાન છે. ધર્મ સહિત ધ્યાનને, ધર્મધ્યાન કહે છે. જે ધર્મધ્યાન શુભ છે. કેમ કે, આથી પુણ્યકર્મોનો બંધ થાય છે, આથી તે સ્વર્ગ વગેરે સુખોને આપવાવાળા છે, તથા પરંપરાથી, મોક્ષનું પણ કારણ છે. જીવને નિર્મળ પરિણામોથી, શુકલેશ્યાથી જ થવાવાળા ધ્યાનને, શુકલ ધ્યાન, આ ધ્યાન સફેદ રંગની જેમ, સ્વચ્છ હોય છે. એ રૂચિ ગુણ સહિત હોવાથી કારણે એને શુકલ ધ્યાન કહે છે. આ ધ્યાન ધર્મધ્યાનથી પણ શ્રેષ્ઠ છે, કેમ કે મોક્ષની પ્રાપ્તિ, આ જ ધ્યાનથી થાય છે. ધર્મ ધ્યાન મંદ કષાયથી થાય છે, અને શુકલ ધ્યાન અશ્વયંત મંદ કયાષથી થાય છે. તથા આ ધ્યાન કષાય રહિત, શ્રુત જ્ઞાનીને અને કેવળજ્ઞાનીને પણ હોય છે. ભાવાર્થ :- ધર્મધ્યાન અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન કષાયના ઉદયમાં, હોય છે. આથી અવિરત સમ્યગુ દષ્ટિથી લઇને, અપ્રમત્તસંયત ગુણસ્થાન સુધી હોય છે. કેમ કે, આ ગુણ સ્થાનોમાં કષાયની મંદતા રહે છે. પરંતુ મુખ્યપણે ધર્મધ્યાન, સાતમા અપ્રમત્ત સંવત ગુણસ્થાનમાં જ હોય છે. કેમ કે સાતમા એકાગ્રચિંતન, શુદ્ધ આત્માના સ્વરૂપનું ચિંતન ધ્યાનના ચાર પ્રકાર છે: (૧) પદસ્થ (૨) પિંડસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત (૧) પદસ્થ ધ્યાન = નમસ્કાર (મોકાર) આદિ મંત્રનું જે ધ્યાન છે, તે
પદસ્થ ધ્યાન કહેવાય છે.
૪૯૧ (૨) પિંડસ્થ ધ્યાન = શરીરમાં રહેલા પોતાના આત્માના ચિંતવનને, પિંડસ્થ
ધ્યાન કહે છે. (૩) રૂપસ્થ ધ્યાન = સતશરીરી પરમાત્મા અરિહંત દેવનું ધ્યાન, તે રૂપસ્થ
ધ્યાન છે. (૪) રૂપાતીત ધ્યાન = નિરંજન (સિદ્ધ ભગવાન)નું ધ્યાન, તે રૂપાતીત
ધ્યાન છે. તે ધ્યાનના પ્રભાવથી આત્મા, કર્મ-મલિનતા દૂર કરી, સિદ્ધ
પરમાત્મા થાય છે. કર્મ-કલંક (કર્મમલિનતા) દ્રવ્યકર્મને ભાવકર્મ છે પુલપિંડરૂપ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ, દ્રવ્યકર્મ કહેવાય છે, અને રાગાદિ સંકલ્પ વિકલ્પરૂપ પરિણામ, ભાવકર્મ છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ ને રૂપાતીત, એમ ધર્મ ધ્યાનના ચાર પ્રકાર છે. પરમાર્થે તો, ચાર પ્રકારનાં ધર્મધ્યાન નિર્વિકલ્પ છે. કેમ કે જ્યારે વિકલ્પ છૂટીને ઉપયોગ સ્વમાં થંભે, ત્યારે જ ખરું ધર્મધ્યાન કહેવાય. પહેલાં, પિંડસ્થ એટલે દેહમાં રહેલો શુદ્ધ આત્મા, પદસ્થ એટલે શબ્દના વાટ્યરૂપ શુદ્ધ આત્મા, રૂપસ્થ એટલે અરિહંત સર્વજ્ઞદેવ તથા રૂપાતીત એટલે દેહાતીત સિદ્ધ પરમાત્મા, એ ચાર પ્રકારના સ્વરૂપનું અનેક પ્રકારે ચિંતન બીજા વિકલ્પમાંથી છૂટીને, મનને એકાગ્ર કરવા ટાણે આવે. તેને વ્યવહાર ધર્મધ્યાન કહેવાય. પણ પછી તેના વિકલ્પો છૂટીને, નિજ સ્વરૂપમાં ઉપયોગ જામે ત્યારે ખરું ધર્મધ્યાન કહેવાય. આ રીતે ચાર પ્રકારના સવિકલ્પ ચિંતનને વ્યવહારે ધર્મધ્યાન કહ્યું, પરમાર્થ ધર્મધ્યાન નિર્વિકલ્પ છે. પરમાર્થ ધર્મધ્યાન વીતરાગ છે, ને તેજ મોક્ષનું સાધક છે. ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે, આર્ન, રૌદ્ર, ધર્મ અને શુકલ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. શ્રુતજ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્રાવિચારમાં કુશળ થવા માટે, અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મધ્યાનના, મુખ્ય સોળ ભેદ છે. પહેલાં ચાર ભેદ (૧). આજ્ઞાતિવિચાય (૨) અપાયવિચાય (૩) વિપાકવિચાય અને (૪) સંસ્થાનવિચય. ધર્મ ધ્યાનના ચાર લક્ષણ છે. (૧) આજ્ઞારુચિ (૨)