________________
•
નિસર્ગરુચિ (૩) સૂત્રરુચિ અને (૪) ઉપદેશરુચિ. ધર્મધ્યાનના ચાર આલબંબન છે. (૧) વાંચના, (૨) પૃચ્છના, (૩) પરાવર્ત્તના અને (૪) ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે. (૧) એકત્વાનુપ્રેક્ષા (૨) અનિત્યાનુપ્રેક્ષા (૩) અશરણાનુપ્રેક્ષા અને (૪) સંસારાનુપ્રેક્ષા. આ પ્રકારે ધર્મધ્યાનના મુખ્ય સોળ ભેદ છે.
જે જ્ઞાન ચળાચળતા રહિત અચળ પ્રકાશવાળું, અથવા દેદિપ્યમાન થાય છે, તે ઘ્યાન છે.
બીજા વિચારોથી નિવૃત્તિની અપેક્ષાએ અભાવ છે, પરંતુ ઘ્યાન અસતરૂપ નથી. પરંતુ સ્વવિષયના આકારની અપેક્ષાએ, સદ્ભાવ છે, એટલે કે તેમાં સ્વરૂપની પ્રવૃત્તિનો સદ્ભાવ છે, એમ એકાગ્ર શબ્દથી નકકી કરી શકાય છે. સ્વરૂપની અપેક્ષાએ, ધ્યાન વિદ્યમાન-સત્પ છે.
ઘ્યાનના ચાર પ્રકારો છે.
આર્નઘ્યાન = દુઃખ-પીડા, વિષે ચિંતવન
રૌદ્રધ્યાન = નિર્દય-ક્રૂર આશયનું, ચિંતવન
ધર્મઘ્યાન = ધર્મસહિત, ચિતંવન
શુકલ ધ્યાન = શુદ્ધ પવિત્ર ઉજ્જવળ પરિણામવાળું, ચિંતવન.
આ ચાર ઘ્યાનોમાં પહેલાં બે અશુભ છે, અને બીજાં બે ધર્મરૂપ છે. સર્વ વિકલ્પો છોડીને, પોતાન જ્ઞાનને લક્ષ્યમાં સ્થિર કરવું.
ઘ્યાનના ચાર પ્રકાર છેઃ
પદસ્થઘ્યાન = નમસ્મર (ણમોકાર) આદિ મંત્રનું જે ધ્યાન છે, તે પદસ્થ ઘ્યાન કહેવાય છે.
પિંડસ્થ ઘ્યાન = શરીરમાં રહેલા, પોતાના આત્માના ચિંતવનને, પિંડસ્થ ઘ્યાન કહે છે.
રૂપસ્થ ઘ્યાન = સશરીરી પરમાત્મા અરિહંતદેવનું ઘ્યાન, તે રૂપસ્થ ઘ્યાન કહેવાય છે.
રૂપાતીત ધ્યાન = નિરંજન સિદ્ધ ભગવાનનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે.
૪૨
તે ઘ્યાનના પ્રભાવથી આત્મા કર્મ-મલિનતા દૂર કરી, સિદ્ધ પરમાત્મા થાય છેઃ
ધ્યાન અને ધ્યેય :અનંત... અનંત.... અનંત ગુણનું એકરૂપ દળ, પ્રભુ આત્મા છે.
તે કહે છે, ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. સમ્યગ્દર્શનની પર્યાય ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનું ધ્યેય છે. આત્માનું સ્વસંવેદનશાન, તે ધ્યાનરૂપ છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, એનું ધ્યેય. આત્મરમણતા ધ્યાનરૂપ છે અને ત્રિકાળી ધ્રુવદ્રવ્ય, તેનું ધ્યેય છે. ધ્યાન તો, ધ્યેયમાં એકાગ્ર થયેલી પર્યાય છે, ને ધ્યેય, ત્રિકાળ ધ્રુવ સ્વભાવ છે. ધ્યાનની પર્યાય ધ્યેયને ધ્યાવે છે, તો પણ ધ્યેય છે તે ધ્યાનરૂપ નથી.
દયા, દાન, વ્રત, તપના પરિણામ, તે બંધના કારણરૂપ ક્રિયા છે, તે આત્મદ્રવ્યમાં નથી, અને શુદ્ધભાવની પરિણતિ, જે નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિબરૂપ છે, તે મોક્ષના કારણરૂપ ક્રિયા છે, તે પણ આત્મદ્રવ્યમાં નથી. માટે કહે છે, એમ જાણવામાં આવે છે કે, શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી.
શુદ્ધપારિણામિક ભાવરૂપ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ, તે ઘ્યાનનું ધ્યેય છે, ઘ્યાન નથી. અહાહા...! જેમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે, એવાં નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થવામાં ત્રિકાળી શુદ્ધ ચિત્માત્ર વસ્તુ એના ધ્યેય શું અને ધ્યાન શું ? એની ખબરેય ન મળે ને મંડી પડે ધ્યાન ધરવા આસન લગાવીને, ધૂળમાંય ધ્યાન નથી સાંભળ એ તો બધી મિથ્યા રાગની ક્રિયા છે.
અહીં કહે છે-શુદ્ધ પારિણામિકભાવરૂપ, ચિભૂર્તિ પ્રભુ આત્મા ઘ્યાનનું ધ્યેય છે, તે ઘ્યાનરૂપ નથી. પર્યાયને કથંચિત્ દ્રવ્યથી ભિન્ન કહેલ છે ને ? તે વાત, અહીં સિદ્ધ કરી છે.
ભગવાન! નિજ ધ્યેયને ભૂલીને પોતાની નજરને તેં રાગમાં રોકી રાખી છે, તેથી ધ્યેયરૂપ નિજ જ્ઞાનાનંદનો દરિયો તને દેખાતો નથી. અરે! નજરને વર્તમાન પર્યાયની રૂચિમાં રોકી દીધી છે, તેથી અનંતગુણ નિધિ શુદ્ધચેતન સિંધુ, એવો ભગવાન આત્મા તને ભાસતો નથી. અરે ભાઇ ! ધ્યાનરૂપ