________________
·
•
પ્રત્યેક ચેટાંના ફરી ફરી નિદિધ્યાસન, એમ થઇ શકતું હોય તો મનનો નિગ્રહ થઇ શકે ખરો, અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ઘ્યાન શું છે, એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પરત્વે તેની ખૂલી માલૂમ પડે.
પરિણામની સ્થિરતા
ગુણ સ્થાનમાં, અપ્રત્યાખ્યાન વરણ અને પ્રત્યાખ્યાનાવરણ કષાય- નો, તો ઉદય જ નથી હોતો, અને સંજવલન કષાયનો પણ મંદ ઉદય હોય છે. તથા શુકલધ્યાન તેનાથી પણ, મંદ કષાય નો ઉદય હોવાથી, ઉત્પન્ન થાય છે, અર્થાત્ જયારે ધર્મધ્યાન, ત્રણ શુભ લેશ્યાઓમાંથી કોઇએક શુભ લેશ્યાના, સદ્ભાવમાં થાય છે, ત્યારે શુકલધ્યાન કેવળ એક શુકલવાળાને જ, થાય છે. આથી શુકલધ્યાન આઠમાં, અપૂર્વકરણ આદિ ગુણસ્થાનોમાં હોય છે, કેમ કે આઠમાં નવમાં, અને દસમાં ગુણસ્થાનમાં, સંજવલન કષાયનો ઉત્તરોત્તર મંદ ઉદય રહે છે. તથા સાતમાઃ ગુણસ્થાનની અપેક્ષાએ મંદતર, ઉદય રહે છે. પરંતુ શુકલધ્યાન કષાયના કેવળ મંદતમ ઉદયમાં પણ નથી હોતો, પરંતુ કષાયના ઉદયથી રહિત, ઉપશાંત કષાય નામના અગિયારમા ગુણસ્થાન માં અને ક્ષીણ કષાય નામના બારમા ગુણસ્થાનમાં, પણ ઉત્પન્ન થાય છે. તથા તેરમા અને ચૌદમા ગુણસ્થાન વર્તી કેવળી ભગવાનને પણ હોય છે. આશય આ છે કે શુકલધ્યાનના ચાર ભેદ છે -પૃથકત્વવિતર્કવીચાર, એકત્વ વિતર્ક અવીચાર,સૂક્ષ્મક્રિયા પ્રતિ પાતિ અને વ્યુયવેત ક્રિયાનિવૃતિ. આ ચારેમાંથી શરૂના બે, શુકલધ્યાન બારમંગ અને ચૌદ પૂર્વવાળા સફળ શ્રુતના જ્ઞાતા શ્રુત કે વળી મુનિને હોય છે. આ મુનિઓને, ધર્મધ્યાન પણ હોય છે. પરંતુ એક સાથે એક વ્યકિતને, બે ધ્યાન નથી હોઇ શકતાં. આથી શ્રેણિ માંડતા, પહેલાં ધર્મધ્યાન હોય છે અને ઉપરાગ અથવા ક્ષેપક શ્રેણિમાં, બે શુકલ ઘ્યાન હોય છે.આથી સકળ શ્રુતધારીને, અપૂર્વકરણ નામના, આઠમા ગુણસ્થાનથી પહેલા ધર્મધ્યાન હોય છે. અને આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં, નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં, દસમા સૂક્ષ્મ સામ્યરાય ગુણસ્થાનમાં, અગિયારમા ઉપરાંત
·
·
४५०
કષાય ગુણસ્થાનમાં પૃથકત્વ વિતર્કવીચાર નામનું, પહેલું શુકલધ્યાન હોય છે.ક્ષીણ કષાય નામના બારમા ગુણસ્થાનમાં એકત્વ વિતર્ક અવીચાર નામનું, બીજું શુકલધ્યાન હોય છે અને અયોગ કેવળીને વ્યુપરત ક્રિયા નિવૃતિ નામનું, ચોથું શુકલધ્યાન હોય છે. શુકલધ્યાન મોક્ષનું સાક્ષાત કારણ છે. પરંતુ ઉપરાંત શ્રેણિ અપેક્ષાએ ત્રીજા ભવે મોક્ષ થાય છે. કેમ કે ઉપશમ શ્રેણિમાં જે જીવનું મૃત્યું થઇ જાય છે, તે જીવ દેવગતિ પ્રાપ્ત કરીને અને ફરી મનુષ્ય જન્મ ધારણ કરી, શુકલ ઘ્યાનના બળથી મોક્ષ પ્રાપ્ત કરે છે.
‘‘એકાગ્રચિંતાનિરોધો ધ્યાન’’ આત્મામાં એકાગ્રતા પૂર્વક ચિંતાનું રુંધન તે ધ્યાન છે. આ વાકય અસ્તિ તરફનું છે. અસ્તિના જોરે, નાસ્તિ થાય છે.
જે મોહમળનો ક્ષય કરી, વિષયથી વિરકત થઇ, મનનો વિરોધ કરી, સ્વભાવમાં સમવસ્થિત છે, તે આત્માને ઘ્યાનાર છે. મોહમળનો જેણે ક્ષય કર્યો છે, એવા આત્માને, મોહમળ જેનું મૂળછે, એવી પરદ્રવ્યમાં પ્રવર્તવાનો આભાવ થવાથી, વિષયવિરકતતા થાય છે, તેથી (અર્થાત્ વિષય વિરકતતા થવાથી), સમુદ્રના મધ્યમાં રહેલા હેમ વહાણના પંખીની માફક, અધિકરણભૂત દ્રવ્યાંતરોનો અભાવ થવાને લીધે, જેને અન્ય કોઇ શરણ રહયું નથી, એવા મનનો નિરોધ થાય છે. (અર્થાત્ જેમ સમુદ્રના મધ્યમાં રહેલાં કોઇ એકાકી વહાણના ઉપર બેઠેલાં પંખીને તે વહાણ સિવાય અબ્ય કોઇ વહાણોનો, વૃક્ષોનો કે ભૂમિ વગેરેનો આધાર નહિ.
જ્ઞાનનું કોઇ એક દ્રવ્યમાં અથવા પર્યાયમાં સ્થિર થઇ જવું, તેને જ ઘ્યાને કહે છે. જ્ઞાનનો ઉપયોગ એક વસ્તુમાં અન્તર્મુહર્ત સુધી જ એકાગ્ર રહે છે, આથી ધ્યાનનો ઉત્કૃષ્ટ સમય ૪૮ મિનિટ નો જ હોય છે.
ઘ્યાન સારું પણ, હોય છે અને ખરાબ પણ હોય છે. જે ઘ્યાનથી પાપકર્મનો આસ્રવ થાય છે, તે અશુભ ધ્યાન છે. અને જે ધ્યાનથી કર્મોની નિર્જરા થાય છે, તે શુભ ધ્યાન છે.