________________
ટક્યો ને (તેમનાથી) છૂટાપણે તે ઊપજ્યો. (૨) દ્રવ્યો ખરેખર સહભાવી ગુણોને તથા ક્રમભાવી પર્યાયોને અનન્યપણે આધારભૂત છે. તેથી વર્તી ચૂકેલા, વર્તતા અને ભવિષ્યમાં વર્તનારા ભાવોના પર્યાયોના સ્વરૂપે પરિણમતા હોવાને લીધે (પાંચ) અસ્તિકાયો અને પરિવર્તન લિંગ કાળ (તે છયે) દ્રવ્યો છે. ભૂત વર્તમાન અને ભાવી ભાવો સ્વરૂપે પરિણમતાં હોવાથી તેઓ કંઈ અનિત્ય નથી, કારણકે ભૂત, વર્તમાન અને ભાવી ભાવરૂપ અવસ્થાઓમાં પણ પ્રતિનિયત (પોતપોતાના નિશ્ચત) સ્વરૂપને નહિ છોડતાં હોવાથી તેઓ નિત્ય જ છે. (૩) આકાશ અવસ્થિત (નિશ્ચળ, સ્થિર) અનંત પ્રદેશોવાળું હોવાથી, ધર્મ તથા અધર્મદ્રવ્ય અવસ્થિત, અસંખ્ય પ્રદેશોવાળું હોવાથી, જીવ અનવસ્થિત (અસ્થિર) અસંખ્ય પ્રદેશોવાળો હોવાથી, અને પુદ્ગલ દ્રવ્ય અનેક પ્રદેશીપણાની શકિત સહિત એક પ્રદેશવાળું તથા પર્યાયે બે અથવા ઘણા (અસંખ્યાત, સંખ્યાત ને અનંત) પ્રદેશોવાનું હોવાથી, તેમને નિર્ધક પ્રચય છે. પરંતુ કાળને તિર્યકપ્રચય નથી. કારણકે, તે શકિતએ તેમજ વ્યકિત એ, એક પ્રદેશવાળો છે. ઊર્ધ્વ પ્રચય, તો સર્વ દ્રવ્યોને અનિવાર્ય જ છે. કારણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ કોટિની (ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા ત્રણ કાળને) સ્પર્શતી હોવાથી, અંશો સહિત છે. પરંતુ આટલો ફેર છે કે, સમયવિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય તે (કાળ સિવાય), બાકીનાં દ્રવ્યોને ઊર્ધ્વ પ્રચય છે અને સમયોનો પ્રચય તે જ, કાળદ્રવ્યને ઊર્ધ્વપ્રચય છે, કારણ કે, બાકીનાં દ્રવ્યોની વૃત્તિ સમયથી અર્થાન્તરભૂત (અન્ય) હોવાથી, તે વૃત્તિ સમયવિશિષ્ટ છે. (સમય નિમિત્તભૂત હોવાથી વ્યવહારે જેમાં સમયની અપેક્ષા આવે છે, એવી છે) અને કાળદ્રવ્યની વૃત્તિ તો સ્વતઃ સમયરૂપ હોવાથી, તે વૃત્તિ સમયવિશિષ્ટ નથી. કાળ પદાર્થનો ઊર્ધ્વ
પ્રચય નિરન્વય હોવાથી, વાતનું ખંડન કરે છે. દ્રવ્યોના છ સામાન્ય ગુણ :સર્વ છ દ્રવ્યોમાં છ ગુણ સામાન્ય છે, સર્વમાં હોય છે. (૧) અસ્તિત્વ ગુણ જે શક્તિના નિમિત્તથી દ્રવ્યનો કદી નાશ ન થાય તેને
અસ્તિત્વગુણ કહે છે.
(૨) વસ્તુત્વગુણ =જે શકિતના નિમિત્તથી વસ્તુ કાંઈ કાર્ય કરે, વ્યર્થ ન હોય તેને
વસ્તુત્વગુણ કહે છે, જેમ પુદ્ગલમાં શરીરાદિક બનાવવાની અર્થક્રિયા
(પ્રયોજનભૂતક્રિયા) છે. (૩) દ્રવ્યત્વગુણ= જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય ધ્રુવ રહેવા છતાં પણ પલટાતું રહે,
તેમાં પર્યાયો થતા રહે, તેને દ્રવ્યત્વ ગુણ કહે છે, જેમ યુગલ માટીથી ઘડો
બનવો. (૪) પ્રમેયત્વ ગુણ =જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય કોઈના જ્ઞાનનો વિષય થાય તેને
પ્રમેયત્વગુણ કહે છે. (૫) અગુરુલઘુત્વગુણ=જે શક્તિના નિમિત્તથી એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન થઈ
જાય, એક ગુણ બીજા ગુણરૂપ ન થઈ જાય, અથવા એક દ્રવ્યમાં જેટલા ગુણ
હોય તેટલા જ રહે, ન કોઈ ઘટે કે ન કોઈ વધે તેને અગુરુલઘુત્વગુણ કહે છે. (૬) પ્રદેશત્વગુણ=જે શકિતના નિમિત્તથી દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય
તેને પ્રદેશત્વગુણ કહે છે. આકાર વિના કોઈ વસ્તુ હોઈ શકતી નથી. આકાશમાં જે વસ્તુ રહે છે તે જેટલા ક્ષેત્રને રોકે તે તેનો આકાર છે. એ દ્રવ્યોમાં પોતપોતાનો આકાર છે. પુલ મૂર્તિક છે, તેનો આકાર પણ મૂર્તિક છે. સ્પર્શ, રસ, ગંધ, ર્વમય છે. શેષ પાંચ દ્રવ્ય અમૂર્તિક છે, તેનો આકાર પણ
અમૂર્તિક છે. દ્રવ્યોમાં વિશેષ ગુણો જીવ દ્રવ્યોમાં ચેતના, સમ્યકત્વ, ચારિત્ર, ક્રિયાવતી શકિત
ઇત્યાદિ, પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ક્રિયાવતી શકિત, ધર્મદ્રવ્યમાં ગતિ હેતુત્વ વગેરે, અધર્મ, દ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ વગેરે, આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ અને કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ વગેરે. (જીવ અને પુદગલમાં પોતપોતાની ક્રિયાવતી નામની ખાસ એક શકિત છે, કે જેના કારણે તે પોતપોતાની લાયકાત અનુસાર ગમન કે સ્થિર થાય છે. કોઇ દ્રવ્ય (જીવ કે પુદ્ગલ) એક બીજાને ગમન કે સ્થિર કરાવતું નથી. તે બન્ને દ્રવ્યો પોતાની ક્રિયાવતી શકિતની તે સમયની પર્યાયની લાયકાત અનુસાર ગમન કરે છે, અને સ્થિર થાય છે.)