________________
સ્વરૂપ વસ્તુમાં, દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે, તે દ્રવ્યાર્થિકેનય છે. દ્રવ્યાર્થિકનયનો વિષય બંધ-મોક્ષની અપેક્ષા રહિત, ત્રિકાળી ગુણ અને ત્રિકાળી નિારપેક્ષ પર્યાય સહિત, ત્રિકાળી જીવદ્રવ્ય સામાન્ય, તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે. આ અર્થમાં શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય વાપરવામાં આવ્યા છે, એટલે ગુણાર્થિકનયની જરૂર રહેતી નથી. જીવ સિવાયના, પાંચ દ્રવ્યોના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપમાં તેના ગુણ સમાઇ જાય છે માટે જુદા ગુણાર્થિકનયની જરૂર નથી.
દ્રવ્યાર્થિકનયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે અને પર્યાયાર્થિક નયનો વિષય ક્ષણિક છે. દ્રવ્યાર્થિકનયના વિષયમાં જુદો ગુણ નથી, કેમકે ગુણને જુદો પાડી લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે અને વિકલ્પ તે પર્યાયાર્થિકનયનો વિષય છે. (૪) ત્રિકાળી શુદ્ધ પરમાત્મ દ્રવ્યનું લક્ષ કરીને, જે પ્રગટ ત્રિકાળી શુદ્ધ પરમાત્મ દ્રવ્ય પ્રગટ થયું, તે શુદ્ધ નિશ્ચયનયનો દ્રવ્યાર્થિક નયને વિષય છે. (૫) દ્રવ્ય = વસ્તુ, અર્થ = પ્રયોજન, દ્રવ્ય જેનું પ્રયોજન છે અર્થાત્ જેનું પ્રયોજન અખંડ, અભેદ, એકરૂપ ત્રિકાળી વસ્તુ છે, તે દ્રવ્યાર્થિકનય છે, અને આ પારિણામિક ભાવ છે, તે આ રીતે દ્રવ્યાથિકનયનો વિષય છે. પર્યાયાર્થિકનય વર્તમાન ઉત્પાદવ્યયરૂપ બદલતી અવસ્થા-પર્યાયને બતાવે છે, જ્યારે દ્રવ્યાર્થિક નય ત્રિકાળી એકરૂપ દ્રવ્યને બતાવે છે.
દ્રવ્યાર્જિંગી મુનિ :અગિયાર અંગીધારી દ્રવ્યલિંગી મુનિ, સ્વ સન્મુખ દષ્ટિ કરતો નથી. અતીન્દ્રિય આત્માની સન્મુખ દષ્ટિ કરતો નથી. તેને ધારણામાં બધી વાતો આવે છે પણ અંતર મુખનો પ્રયત્ન જ કરતો નથી. દ્રવ્યલિંગીની ભૂમિકા કરતાં, સમ્યક્ સન્મુખની ભૂમિકા ઠીક છે. દ્રવ્યલિંગી તો સંતોષાઇ ગયો છે. અને સમયક્ સન્મુખવાળો તો પ્રયત્ન કરે છે. દ્રવ્યલિંગી મુનિ શુદ્ધાત્માનું ચિંતવન કતો કરે, પણ આત્મમય થઇને કરતો નથી.દ્રવ્યાલિંગી એ ક્ષયોકપશમની ધારણાથી, ને બાહ્ય ત્યાગથી બધું કર્યું છે. એમ તો એને બાહ્યથી વૈરાગ્ય, ઘણો દેખાય. હજારો રાણી, રાજપાટ છોડયાં હોય છે, પણ એ એનો વૈરાગ્ય સાચો નથી. પુણ્ય-પાપના પરિણામથી અંદર વિરકિત થયો નથી. સ્વભાવ મહાપ્રભુ છે, અનંતાનંત ગુણોનો દરિયો આનંદથી ભર્યો
૪૭૬
છે. એનો અંદરથી મહિમા આવ્યો નથી. દ્રવ્યલિંગીને શુભમાં રૂચિ છે. કાયા અને કષાયમાં એકત્વ છે. તેનો તેને ખ્યાલ આવતો નથી. તત્ત્વના જાણપણાનું ધારણાજ્ઞાન, તો બરાબર છે પણ પોતે ક્યાં અટકે છે, તે પકડાતું નથી. કષાયની ઘણી મંદતા છે તેમાં સ્વાનુભવ માને છે. દ્રવ્યાસવ જ્ઞાનવરણીયાદિ કર્મને યોગ્ય જે પુદગલ ગ્રહણ થાય છે, તે દ્રવ્યાસવ જાણવો. જિનભગવાને તે અનેક ભેદથી, કહયો છે.
કે
દ્રવ્યો :કેટલાંક દ્રવ્યો ભાવ એ ક્રિયાવાળા અને કોઈ દ્રવ્યો કેવળ ભાવવાળાં છે. ત્યાં પુદ્ગલ અને જીવ (*) ભાવાવાળાં તેમજ (•) ક્રિયાવાળાં છે. કારણકે પરિણામ દ્વારા તેમ સંઘાત ને ભેદ દ્વારા તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. બાકીનાં દ્રવ્યો તો ભાવવાળાં જ છે, કારણ કે પરિણામ દ્વારા જ ઊપજે છે, ટેકે છે અને નષ્ટ થાય છે. તેમાં ભાવનું લક્ષણ પરિણામ માત્ર છે. ક્રિયાનું લક્ષણ પરિસ્કંદ (કંપન) છે. ત્યાં સઘળાંય દ્રવ્યો ભાવવાળાં છે, કારણ પરિણામ સ્વભાવવાળાં હોવાને લીધે પરિણામ વડે અનલ્મ અને વ્યતિરેકોને પામતાં થકાં તેઓ ઉપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. (અન્વય ટકવાપણું દર્શાવે છે અને વ્યતિરેકો ઊપજવાપણું તથા નષ્ટ થવાપણું દર્શાવે છે.) પુદ્ગલો તો (ભાવવાળા હોવા ઉપરાંત ક્રિયાવાળી પણ હોય છે. કારણ કે પરિસ્પંદ સ્વભાવવાળાં હોવાને લીધે પરસ્પિંદ વડે પુદ્ગલા ભેગાં મળતાં હોવાથી એને ભેગાં મળેલાં પુદ્ગલો પાછા છૂટા પટડતાં હોવાથી (તે અપેક્ષાએ) તેઓ ઉપજે છે, ટકે છે ને નષ્ટ થાય છે. (દાં પુદ્ગલો કંપન વડે ભેગાં મળે છે ત્યાં છૂટાપણે તેઓ નષ્ટ થયાં, પુદ્ગલપહો ટક્યાં ને ભેગા પણે ઊપજ્યાં.) તથા જીવો પણ (ભાવવાળા હોવા ઉપરાંત) ક્રિયાવાા પણ હોય છે કારણકે પરિસ્પંદ સ્વભાવવાળા હોવાને લીધે પરિસ્કંદ વડે નવાં કર્મનોકર્મરૂપ પુદ્ગલો ભિન્ન જીવો તેમની સાથે ભેગા થતા હોવાથી અને કર્મનોકર્મરૂપ પુદ્ગલો સાથે ભેગા થયેલા જીવો પાછા ભિન્ન પડતા હોવાથી (તે અપેક્ષાએ) તેઓ ઉપજે છે, ટકે અને નષ્ટ થાય છે. • જ્ઞાનાવરણાદિ કર્મરૂપ અને શરીરાદિ નોકર્મરૂપ પુદ્ગલો સાથે ભેગો થયેલો જીવ કંપન વડે પાછો છૂટો પડે છે. ત્યાં, (તે પુદ્ગલો સાથે) ભેગા પણે તે નષ્ટ થયો, જીવપણે તે