________________
મહાભાગ્ય વડે, તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. ટર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી, દ્રવ્યાનુયોગ પરિણમે છે.જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યગ્દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામપરિણામી, પરમ્વીતરાગદિષ્ટવંત, પરમઅસંગ એવા મહાત્માપુરુષો તેનાં મુખ્ય પાત્ર છે. કોઇ મહત્ પુરૂષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે, આ સાથે મોકલ્યું છે. કે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરૂષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઇ દિવસ શિથિલ કરીશ નહીં વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુકત થવાનો અનન્ય ઉપાય, એ જ છે.શ્રીમદ રાજચંદ્ર વચનામૃત-૮૬૬ (૫) જે શાસ્ત્રમાં મુખ્યરૂપે, જીવાદિ છ દ્રવ્ય, સાત તત્ત્વોનું કથન હોય તે. (૬) દ્રવ્યાનુયોગ= દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિર્ગથપ્રવચનનું રહસ્ય છે, શુકલધ્યાનનું અનન્ય કારણ છે. શુકલ ઘ્યાનથી કેવલજ્ઞાન સમૃત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શનમોહનો અનુભાગ ધટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરૂષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે. તેમ તેમ દ્રવ્યાનુંયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યગ્દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામપરિણામી, પરમવીતરાગ-દષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરૂષો તેનાં મુખ્ય પાત્ર છે. હે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરૂષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઇ દિવસ શિથિલ કરીશ નહીં. વિશેષ હું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી
૪૭૫
મુકત થવાનો અનન્ય ઉપાય એ જ છે. શ્રીરામરાજચંદ્ર, વચનામૃત ૮૬૬ (૭) જે શાસ્ત્રમાં મુખ્યપણે, જીવાદિ છ દ્રવ્ય, સાત તત્ત્વોનું કથન હોય તે. દ્રવ્યાનુયોગનું મૂળ :હે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.
દ્રવ્યાનુસારિ ચરણ અને ચરણાનુસારિ દ્રવ્ય કાયાની વિસારી માયા સ્વરૂપે સમાપ્યા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.
દ્રવ્યાર્થિક નય દ્રવ્ય+અર્થ+નાય = દ્રવ્ય જેનું પ્રયોજન છે, મૂળ વસ્તુ જેનું પ્રયોજન
છે, તે નયને-તેવા જ્ઞાનને દ્રવ્યાર્થિક નય કહે છે. જેનું પ્રયોજન અખંડ અભેદ એકરૂપ નયનો વિષય છે. (૨) ત્રિકાળી એકરૂપ અભેદ વસ્તુને વિષય કરનારજાણનાર-જ્ઞાનના અંશને, દ્રવ્યાર્થિક નય કહે છે, દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે દ્રવ્યાર્થિક છે. વસ્તુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જેનું પ્રયોજન છે, તેને દ્રવ્યાર્થિકનય કહે છે. (૩) આત્મા ની ત્રૌકાળિક શુદ્ધ અવસ્થા બતાવનારું જ્ઞાનનું પડખું. વિશ્વમાં છ સ્વતંત્ર દ્રવ્યો છે. તેને ઓળખાવનાર દ્રવ્ય દષ્ટિ છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય દ્રવ્યાર્થિકનયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે અને પર્યાયાર્થિકનયનો વિષય ક્ષણિક પર્યાય છે. દ્રવ્યાર્થિક નયના વિષયમાં જુદો ગુણ નથી, કેમ કે ગુણને જુદો પાડી લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે. અને વિકલ્પ તે પર્યાયાર્થિક નયનો વિષય છે.
દ્રવ્યાર્થિકનયને નિશ્ચય, શુદ્ધ, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, સ્વાવલંબી, સ્વાશ્રિત, સ્વતંત્ર, સ્વાભાવિક, ત્રિકાળી, ધ્રુવ, અભેદ્ અને સ્વલક્ષી નય કહેવામાં આવે છે.
પર્યાયાર્થિક નયને – વ્યવહાર અશુદ્ધ, અસત્યાર્થ, અપરમાર્થ, અભૂતાર્થ, પરાવલંબી, પરાશ્રિત, પરતંત્ર, નિમિતાધીન, ક્ષણિક, ઉત્પન્નવંસી ભેદ અને પરલક્ષી નય કહેવામાં આવે છે.
દ્રવ્યાર્થિનય જે વચન, વસ્તુની મૂળસ્થિતિને કહે, શુદ્ધ સ્વરૂપને કહેનાર, દ્રવ્ય
જેનું પ્રયોજન છે, તે દ્રવ્યાર્થિક નય. (૨) નિશ્ચયનય (૩) જે દ્રવ્યપર્યાય