________________
અપ્રદેશી હોવાથી, તેમને તે સંભવતું નથી. જીવ સમુદ્ધાત સિવાય, અન્યત્ર લોકના અસંખ્યાતમા ભાગમાત્ર હોવાથી, તેને તે સંભવતું નથી, લોક ને અલોકની સીમા અલિત હોવાથી, આકાશને તે સંભવતું નથી અને વિરૂદ્ધ કાર્યનો હેતુ હોવાથી, ધર્મદ્રવ્યને તે સંભવતું નથી. (૪) એવી જ રીતે (કાળી સિવાય) બાકીનાં, સમસ્ત દ્રવ્યોને દરેક પર્યાયે, સમય વૃત્તિનું હેતુપણું કાળને જણાવે છે, કારણ કે, તેમને સમય વિશિષ્ટ વૃત્તિ કારણોતરથી સધાતી હોવાને લીધે (અર્થાત્ તેમને સમયથી વિશિષ્ટ એવી પરિણતિ અળ્ય કારણથી થતી હોવાને લીધે), સ્વતઃ તેમને તે સમય વૃત્તિ હેતુત્વ) સંભવતું નથી. (૫) એવી જ રીતે ચૈતન્ય પરિણામ જીવને જણાવે છે, કારણ કે ચેતન હોવાથી, શેષ દ્રવ્યોને તે સંભવતો નથી.
આ પ્રમાણે ગુણ વિશેષથી, દ્રવ્ય વિશેષ જાણવો. દ્રવ્ય સામાન્ય અને વિશેષાત્મક દરકે દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે. તેથી દરેક
દ્રવ્ય, તેનું તે જ પણ રહે છે અને બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું કામયાત્મક હોવાથી, દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષથી જોતાં, દ્રવ્ય સામાન્ય જ જણાય છે. તેથી અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે. અને પર્યાયાર્થિકન રૂપી બીજા એક ચક્ષુથી જોતાં, દ્રવ્યના પર્યાયો વિશેષ જણાય છે. તેથી તે દ્રવ્ય અન્ય ભાસે છે. બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં, દ્રવ્ય સામાન્ય તથા, દ્રવ્યના વિશેષ
બંને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમ જ... અબ્ધ બન્ને ભાસે છે. દ્રવ્ય હિંસા :ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો ધાત કરવો દ્રવ્ય, વોત્ર, કાળ, ભાવ: (૧) દ્રવ્ય- હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુકત
છું. (૨) ક્ષેત્ર- અસંખ્યાત નિજઅવગાહના, પ્રમાણ છું. (૩) કાળ- અજર, અમર, શાશ્વત છું. શ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. (૪) ભાવ- શુદ્ધ ચૈિતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. (૧) દ્રવ્ય- ચેતન કે જડ પદાર્થોમાં રાગદ્વેષથી, બંધન ન કરે. (૨) ક્ષેત્ર- અમુક ક્ષેત્ર સારું, ખોટું એમ ન કરે.
(૩) કાળ- ઉનાળો, શિયાળો, ચોમાસું, સારું ખરાબ, જુવાની સારી વદ્ધાવસ્થા
ખરાબ, એમ કાળમાં પ્રતિબંધ ન કરે. (૪) ભાવ- મોક્ષ સિવાયના આદર્શો- ભાવો સેવ્યા હોય, તેનો વિચાર આવતાં
તેમાં ઇષ્ટપણું માની, બંધાઇ ન જાય. ઈથિની કે ભૂતકાળની કાંઇ ઇચ્છા ન કરે. માત્ર વર્તમાનમાં, જે ઉદય હોય તેને સમતાથી વેદે. ઈવિષ્ય માટે આમ થા ઓ કે આમ, એમ કંઇ પણ લોભવૃત્તિ ન હોય, છતાં મોક્ષ માટે પુરુષાર્થ તો હોય જ. જે પુરુષાર્થ તે સંવર ને નિરા. જેને સમતાભાવથી આરાધે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ સાપેક્ષ છે., એટલે ત્યાગવા યોગ્ય પણ છે. અને
આરાધવા યોગ્ય પણ છે. દ્રવ્ય, ગુણ, પર્યાયના આકાર દ્રવ્યનો આકાર તે જ ગુણ અને પર્યાયનો આકાર છે,
કારણકે ત્રણેનું ક્ષેત્ર એક છે; માટે ત્રણેનો આકાર સરખો અને એક છે. દ્રવ્યકર્મ એનું બીજું નામ પ્રકૃતિ છે. પ્રકૃતિ આદિ જડ છે. (૨)
પુલપરિણામસંતતિ; પુલોના પરિણામોની પરંપરા. (૩) દ્રવ્યકર્મના સંયોગમાં જ અશુદ્ધ પરિણામ હોય છે. દ્રવ્ય-કર્મ વિના કદી હોતો નથી; તેથી દ્રવ્યકર્મ અશુદ્ધ પરિણામનું કારણ છે. (૪) આત્માની વિકારી અવસ્થારૂપ ભૂલનું નિમિત્ત પામીને કર્મજ ચોંટે તે દ્રવ્યકર્મ છે. એ રીતે દ્રવ્યકર્મનું નિમિત્ત જીવના રાગદ્વેષ છે. (૫) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય આદિને યોગ્ય પરમાણુ તે દ્રવ્યકર્મ કહેવાય છે. (૬) કર્મ છે તે પરમાણુરૂપ અનંત પુલ દ્રવ્યો વડે નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ દ્રવ્યકર્મ છે. હવે દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મોનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી દ્રવ્યકર્મ એ જ પ્રમાણે પરસ્પર કારણ-કાર્ય ભાવ વડે સંસારચક્રમાં પરિભ્રમણ થાય છે. (૭) દ્રવ્યકર્મના સંયોગમાં જ, અશુદ્ધ પરિણામ હોય છે. દ્રવ્ય, કર્મ વિના કદી હોતો નથી. તેથી દ્રવ્યકર્મ, અશુદ્ધ પરિણામનું કારણ છે. (૮) પુદ્ગલસંબંધ દ્રવ્યકર્મ છે. કર્મ પ્રદેશ, પરમાણુઓ અને જીવનો અન્યોન્ય પ્રવેશરૂપે સંબંધ થવો, તે દ્રવ્યબંધ (૯) મોહ-રાગ-દ્વેષભાવોનું નિમિત્ત પામીને,