________________
દ્રવ્યદષ્ટિ અને પર્યાયટિ:વર્તમાન પર્યાયને જોનારી દષ્ટિ, તે પર્યાય દષ્ટિ છે. અને
ત્રિકાળી સ્વભાવ ને જોનારી દષ્ટિ, તે દિવ્યદૃષ્ટિ છે. (આત્મસ્વભાવ અત્યંત દૂર
ઊથે રહેનારા ભેદો, તે ગુણો છે અને ક્રમે ક્રમે થતા ભેદો, તે પર્યાયો છે. આવાં દ્રવ્ય-ગુણને પર્યાયની એકતા વિનાની, કોઇ વસ્તુ હોતી નથી-બીજી રીતે કહીએ તો વસ્તુ ઉત્પાદ-વ્યય-ધૌવ્યમય છે, અર્થાત્ તે ઊપજે છે, વિણસે છે અને ટકે છે. આમ તે દ્રવ્ય-ગુણ-પર્યાયમય અને ઉત્પાદ-વ્યયધૌવ્યમય હોવથી, તેમાં ક્રિયા (પરિણમન) થયા જ કરે છે. માટે પરિણામ વસ્તુનો સ્વભાવ જ છે. (૩) અનાદિ અનંત ત્રિકાળ ટકે, તે દ્રવ્યવસ્તુ છે. ભૂત-ભવિષ્યની અવસ્થારૂપ થવાની શકિત, તે ગુણ છે. અને વર્તમાન પ્રગટ
અવસ્થા, તે પર્યાય છે. દ્રવ્યત્વ :પ્રવાહીપણું. (૨) અસ્તિત્વ દ્રવ્યત્વ ગુણ દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહમે પ્રવર્તતી પોતાની નવી નવી
અવસ્થાઓને સદાય પોતે જ બદલે છે, માટે કોઈના કારણે પર્યાય પ્રવર્તે કે રોકાય એવું પરાધીન કોઈ દ્રવ્ય નથી-એમ દ્રવ્યત્વગુણ બતાવે છે. (૨) જે શકિતના કારણથી દ્રવ્ય સદા એક સરખાં ન રહે. અને જની પર્યાય (હાલની-અવસ્થા) હંમેશા બદલતી રહે. તેને દ્રવ્યત્વગુણ, કહે છે. (૩) જે શક્તિના કારણથી દ્રવ્યની અવસ્થાઓ નિરંતર બદલ્યા કરે છે તેને દ્રવ્યત્વગુણ કહે છે. દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહમે પ્રવર્તતી પોતાની નવી નવી
અવસ્થાઓને સદાય પોતે જ બદલે છે - એમ દ્રવ્યત્વગુણ બતાવે છે. દ્રવ્યથી :વિકલ્પથી દ્રવ્યદષ્ટિ અનંત ગુણપર્યાયથી પરિપૂર્ણ તત્ત્વ છે, તેને અધૂરા વિકારી જે પૂરા
પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું, તે દ્રવ્યદૃષ્ટિ છે. તે જ પદાર્થ દષ્ટિ છે. (૨) સ્વભાવદષ્ટિ, સમ્યક્દષ્ટિ (૩) દ્રવ્ય એટલે ત્રિકાળી ધ્રુવ અને દષ્ટિ તે પર્યાય છે - દ્રવ્ય તે વિષય છે, અને દષ્ટિ - પર્યાય વિષય કરનાર છે. સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. પર્યાય પોતે વિષય નથી. દ્રવ્યદૃષ્ટિ કરવી તે જ એક કરવાનું કાર્ય છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની દષ્ટિ વિનાનું, જાણપણું કે ક્રિયા આદિની કંઇ કિંમત નથી. એ તો બધો સંસાર છે. (૪) સ્વભાવ દષ્ટિ, સ્વભાવ અપેક્ષાએ. (૫) ધ્રુવ સ્વભાવ તરફ નજર-લક્ષ ધ્રુવદ્રવ્ય (૬) વસ્તુ સ્વભાવ.
દ્રવ્યનું અને ગણપર્યાય એક જ અસ્તિત્વ જેમ કે સુવર્ણનું અસ્તિત્વ નિષ્પન્ન
થવામાં - સિદ્ધ થવામાં - નીપજવામાં મૂળ સાધન પીળાશાદિ ગુણો અને
કુંડળાદિપર્યાયો જ છે. દ્રવ્યનું અસ્તિત્વ:અસ્તિત્વને અને દ્રવ્યને પ્રદેશેદ નથી; વળી તે તે અસ્તિત્વ અનાદિ
અનંત છે તથા અહેતુક એકરૂપ પરિણતિએ સદાય પરિણમતું હોવાને લીધે વિભાવધર્મથી પણ ભિન્ન પ્રકારનું છે; આમ હોવાથી અસ્તિત્વ દ્રવ્યનો સ્વભાવ જ છે. ગુણ-પર્યાયોનું અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન નથી, એક જ છે; કારણકે ગુણ-પર્યાયો દ્રવ્યથી જ નિષ્પન્ન થાય છે, અને દ્રવ્ય ગુણ-પર્યાયોથી જ નિષ્પન્ન થાય છે. વળી એવી જ રીતે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યોનું અને દ્રવ્યનું અસ્તિત્વ પણ એક જ છે; કારણકે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યો દ્રવ્યથી જ નીપજે
છે અને દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યોથી જ નીપજે છે. દ્રવ્યાનું યોગ :દ્રવ્યાનુ યોગ, પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય
છે, શુકલધ્યાનનું અનન્ય કારણ છે. શુકલધ્યાનથી, કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ થાય છે. દર્શનમોહનો અનુભવ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પરુષના ચરણકમળની ઉપાસના બળથી, દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનું યોગ યર્થાથ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્ દર્શન નું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનું યોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાની યાગેમી યોગ્યતા પામવી દુર્લભ છે. આતમાં રામપરિણામી, પરમ વીતરણ દપ્તિવંત , પરમ અસંગ એવા મહાત્મા પુરુષો, તેનાં મુખ્ય પાત્ર છે.