________________
૪૭૦ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ અંદરમાં વસ્તુ તરીકે પ્રગટ છે. વસ્તુ તરીકે તો તે પ્રગટ, સત, મોજૂદ, અસ્તિપણે વિદ્યમાન છે. આવા અંતરંગમાં વિદ્યમાન અતિસન્મ ચૈતન્ય સ્વભાવના અવલંબન-આશ્રય વડે દ્રવ્યેન્દ્રિયોને પોતાથી
સર્વથા જુદી કરવી તેને દ્રવ્યેન્દ્રિયોનું જીતવું કહેવાય છે. દ્રવ્યનય અને દ્રવ્યાર્થિકનયના વિષયમાં શું ફેર છે ? જે દ્રવ્યનય કહ્યો તેનો વિષય
તો એક જ ધર્મ છે. દ્રવ્યનય તો વસ્તુમાં ભેદ પાડીને તેના એક ધર્મને લક્ષ લે છે. દ્રવ્યનય તો અનંત ધર્મોમાંથી એક ધર્મનો ભેદ પાડીને વિષય કરે છે. દ્રવ્યાર્થિકનય છે, તેનો વિષય તો અભેદ છે. દ્રવ્યાર્થિક નય તો ભેદ પાડ્યા વગર વર્તમાન પર્યાયને ગૌણ કરીને, અભેદ દ્રવ્યને લક્ષમાં લે છે. શુદ્ધ નિશ્ચયનયનો જે વિષય છે તે આ દ્રવ્યનયનો વિષય નથી, તે નિશ્ચયનયનો જે વિષય છે તે વર્તમાન અશંને અને ભેદને, ગૌણ કરીને આખો અનંતગુણોને
પિંડ છે.
આવું (સ્વસંવેદન) જ્ઞાન તે નિર્મળ ભેદ જ્ઞાન છે. ઈન્દ્રિયો પર અને હું સ્વ એમ એકલું વિકલ્પ દ્વારા ધારી રાખવું તે કાંઈ નિર્મળ ભેદ જ્ઞાન નથી. જો કે વાત મે સમજાવે છે પણ અંદરમાં કમ નથી. સમજાવવામાં કુમ પડે છે, પણ જ્યારે ભિન્ન પડે છે ત્યારે એકી સાથે ભિન્ન થાય છે. નિર્મળ ભેદઅભ્યાસ એટલે પરથી ભેદ પાડવાનો અભ્યાસ. તે નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી એટલે જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ ઢાળવાથી અંદરમાં પ્રગટ જે અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તે પ્રાપ્ત થાય છે. અને તેના અવલંબનના બળથી દ્રવ્યન્દ્રિયોને સર્વથા પોતાથી જુદી કરાય છે. કથંચિત્ જુદી કરાય છે. એમ નહિ, સર્વથા જુદી કરાય છે. શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યન્દ્રિયો અતિ સ્થળ અને જડ છે. અને નિર્મળભેદ-અવસ્થાની પ્રવીણતાથી પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ જે દ્રવ્યસ્વભાવ તે અતિ સૂક્ષ્મ અને ચૈતન્યસ્વરૂપ છે. આવા અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે દ્રવ્યન્દ્રિયોને જુદી પાડવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પામવાની કળા છે. અનાદિથી અજ્ઞાની જડ શરીરને અને આત્માને એકપણે માને છે. તેને શ્રીગુરુ કહે છે કે - પ્રભુ ! તું (આત્મા) તેનાથી (ઈન્દ્રિયોથી) ભિન્ન છે. ત્યાં શ્રીગુરુની વાત ધારણામાં લઈ તે અંતરમાં એકાગ્ર થવાનો પ્રયોગ કરે છે. અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ અંદરમાં વસ્તુ તરીકે જે પ્રગટ છે તેને નિર્મળ ભેદ-અભ્યાસથી પ્રાપ્ત કરી તેમાં એકાગ્ર થતાં તેનો આશ્રય કરતાં દ્રવ્યેન્દ્રિયો સર્વથા જુદી પડે છે. આ સમ્યગ્દર્શન એટલે ધર્મનું પહેલું પગથિયું પ્રાપ્ત કરવાની રીત છે. જુઓ કેટલી વાત કરી છે ? એક તો કર્મના ઉદયને વશ થવાથી વિકારમિથ્યાભાવ થાય છે. તે વડે જીવ પોતાને અને દ્રવ્યન્દ્રિયોને એકપણે માને છે પણ જુદાઈ માનતો નથી. બીજું શરીર પરિણામને પ્રાપ્ત જડ ઈન્દ્રયોને પોતાની જુદી પાડવાનો અભ્યાસ તે નિર્મળ ભેદજ્ઞાન છે. આવા નિર્મળ ભેદજ્ઞાન વડે પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવમાં એકાગ્ર થતાં દ્રવ્યેન્દ્રિયો જુદી પડી જાય છે.
દ્રવ્યના આધારે પર્યાય કોઈ પર્યાય પોતે પોતામાંથી ઉત્પન્ન થી શકે નહિ પણ તે
દ્રવ્યના આધારે- દ્રવ્યમાંથી-ઉત્પન્ન થાય; કારણ કે જો એમ ન હોય તો તો દ્રવ્યરૂ૫ આધાર વિના પર્યાયો ઉત્પન્ન થાય, જળ વિના તરંગો થાય, એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે.) તેથી પર્યાયને ઉત્પન્ન થવા માટે દ્રવ્યરૂપ આધાર જોઈએ. આ રીતે જ્ઞાનપર્યાય પણ પોતે પોતાનામાંથી ઉત્પન્ન થાય - એ વાત તો બરાબર છે. પરંતુ જ્ઞાનપર્યાય પોતે પોતાથી જણાઈ શકે નહિ એ વાત યથાર્થ નથી. આત્મદ્રવ્યમાંથી ઉત્પન્ન થતો જ્ઞાનપર્યાય પોતે પોતાની જ જણાય છે. જેમ દીવારૂપ આધારમાંથી ઉત્પન્ન અને પ્રકાશ પર્યાય સ્વરને પ્રકાશે છે તેમ આત્મારૂપ આધારમાંથી ઉત્પન્ન થતો જ્ઞાન પર્યાય સ્વપરને જાણે છે. વળી,
જ્ઞાન પોતે પોતાને જાણે છે એ અનુભવસિદ્ધ પણ છે. દ્રવ્યના ગુણ :જે શકિતના કારણથી, દ્રવ્યની અવસ્થાઓ નિરન્તર બદલ્યા કરે છે.
તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. દ્રવવું તે. પરિણમન. દ્રવ્યના ગુણો અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ
આ છે ગુણો તમામ દ્રવ્યને હોય છે.