________________
પર્યાયો તે આયતવિશેષો. તેઓ ચાર પ્રકારના છે. દ્રવ્ય પર્યાય બે પ્રકારનાં છેઃ-સમાન જાતીય અને અસમાન જાતીય ગુણપર્યાયો બે પ્રકારનાં છે - સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય ગુણ-પર્યાયવાળું, દ્રવ્ય કહેવાય છે. અનંત ગુણોનો આશ્રય, એક દ્રવ્ય છે. ગુણોના સમૂહ પોતાના અનંત ગુણ - પર્યાયનો અખંડ પિંડ. આદિ અંત વિનાની ત્રિકાળ ધવ, અવિનાશી ચીજ આત્મવસ્તુ એને દ્રવ્ય
વસ્તુ, આત્મા-વર્તમાન પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ દ્રવ્યનું જ્ઞાન, પર્યાયમાં આવે છે. જેમ દ્રવ્ય સ્વભાવથી જ સિદ્ધ છે, તેમ તે સત્ છે, એવું પણ તેના સ્વભાવથી જ સિદ્ધ છે, એમ નિર્ણય હો, કારણકે સત્તાત્મક એવા પોતાના સ્વભાવથી નિષ્પન્ન થયેલા માનવ છે. દ્રવ્યનો સત્ છે. એવો ભાવ દ્રવ્યના સત્તાસ્વરૂપ
સ્વભાવનો જ બનેલો-રચાયેલો છે. દ્રવ્યમાં ત્રણે કાળની બધી પર્યાય વર્તમાન પણે છે, તેમાં કોઇ પર્યાય ભૂત કે ભાવિમાં ગઈ નથી, છતાં વસ્તુમાં દરેક ગુણની એક સમયે, એક પર્યાય પ્રગટ હોય અને તે એકેક અવસ્થા વખતે, શકિતપણે અનંત ગુણો ધૃવરૂપ રહ્યા છે. તેથી અનંત તાકાતપણે, વસ્તુ વર્તમાનમાં પૂર્ણ છે. આત્માનો સ્વભાવ વર્તમાન એકેક સમયમાં, ત્રિકાળી શકિતથી પૂર્ણ છે. વિકારી દશા થાય નો દ્રવ્યમાં પ્રવેશ નથી. સ્વભાવ વિકારનો નાશક છે. જેથી નવતત્ત્વના વિકલ્પ અભૂતાર્થ છે. ‘દ્રવ્ય’ શબ્દ મુખ્યપણે બે અર્થમાં વપરાય છે. (૧) એક તો, સામાન્ય વિશેષના પિંડને અર્થાત્ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે, જેમ કે દ્રવ્ય-ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય સ્વરૂપ છે.' (૨) બીજું, વસ્તુના સામાન્ય અંશને પણ દ્રવ્ય
૪૫૭ કહેવામાં આવે છે, જેમ કે- ‘દ્રવ્યાર્થિકનય’ અર્થાત્ સામાન્ય અંશગ્રાહી નય,
જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. ત્રિકાળ પોતાના ગુણ પર્યાયને દ્રવે-પ્રાપ્ત થાય છે, તેને દ્રવ્ય કહેવામાં આવે છે. પોતાના ગુણપર્યાયને દ્રવ્ય પ્રાપ્ત થાય છે, એટલે કે પરના ગુણપર્યાયને કોઇ પ્રાપ્ત ન થાય, એમ (અસ્તિ-નાસ્તિરૂ૫) અનેકાન્ત દષ્ટિએ અર્થ થાય છે. પુદ્ગલ પોતાના પર્યાયરૂપ શરીરને પ્રાપ્ત થાય, પણ જીવ કે બીજું કોઇ દ્રવ્ય શરીરને પ્રાપ્ત ન થાય. જો જીવ શરીરને પ્રાપ્ત થાય તો, શરીર જીવનો પર્યાય થઇ જાય, તેથી એ સિદ્ધ થયું કે, જીવ અને શરીર અશ્વયંત ભિન્ન પદાર્થ છે. અને તેથી જીવ શરીરને પ્રાપ્ત થતો નહિ, હોવાથી શરીરનું કાંઇપણ ત્રણે કાળમાં કરી શકે નહિ. ભાવભેદે ભિન્ન ધાતિ કર્મો = દ્રવ્ય ને ભાવ - એવા બે ભેદવાળા ધાતિકર્મો,
દ્રવ્ય ધાતિકર્મો અને ભાવ ધાતિકર્મો દ્રવ્ય અને ગુણ દ્રવ્ય-ગુણ ધ્રુવ છે, કૂટસ્થ છે, અક્રિય છે. એમાં કોઈ ક્રિયા
પરિણમન, બદલવું નથી. ક્રિયાનો પરિણતિ-૫ર્યાયમાં છે તેથી જે પર્યાય અંદર દ્રવ્ય સ્વભાવ તરફ વળે છે તે પર્યાય એમ નક્કી કરે છે કે ઉપયોગ ગુણ
વડે આત્મા સર્વ પર દ્રવ્યોથી ભિન્ન છે, અધિક છે. દ્રવ્ય અને પર્યાય :ભાઇ! અનાદિ-અનંત સદા એકરૂપ પરમ સ્વભાવ ભાવ સ્વરૂપ,
નિજપરમાત્મ દ્રવ્ય તો ધ્રુવ ત્રિકાળ છે. તે મોક્ષમાર્ગ તે પરમ સ્વભાવભાવને આશ્રયે પ્રગટેલી, વર્તમાન પર્યાય છે. એક ત્રિકાળભાવ, તે એક વર્તમાન પર્યાયભાવ. આવા દ્રવ્ય-પર્યાયરૂપ બન્ને સ્વભાવો વસ્તુમાં એક સાથે છે. વસ્તુ કદી પર્યાય વગરની હોય નહિ. દરેક સમયે તે નવી નવી પર્યાયે પરિણમ્યા કરે છે. તે પર્યાય જો અંતર્મુખ સ્વભાવ ભાવમાં ઢળેલી હોય, તો તે મોક્ષનું કારણ છે, ને બહિર્મુખ પરભાવમાં ઢળેલી હોય તો તે બંધનું કારણ છે. આમ બંધ-મોક્ષની રમતુ તારી પર્યાયમાં જ સમાય છે, બીજું કોઇ તારા બંધ-મોક્ષનું કારણ નથી. પોતાના પરમ સ્વભાવમાં એકાગ્ર થઇને, આનંદને અનુભવનારી ધ્રુવમાં ઢળેલી ને ધ્રુવમાં ભળેલી જ દશા થાય, તે મોક્ષમાર્ગ છે અને તે ધર્મ છે.