________________
નથી. છતાં વસ્તુમાં દરેક ગુણની એક સમયે, એક પર્યાય પ્રગટ હોય અને તે | એકેક અવસ્થા વખતે, શકિત પણે અનંતગુણ ધવરૂ૫ રહ્યા છે તેથી અનંત તાકાતપણે વસ્તુ વર્તમાનમાં પૂર્ણ છે. આત્માનો સ્વભાવ વર્તમાન એકેક સમયમાં ત્રિકાળી શકિતથી પૂર્ણ છે. વિકારી દશા થાય તેની દ્રવ્યમાં પ્રવેશ
નથી. સ્વભાવ વિકારનો નાશક છે. જેથી નવતત્વના વિકલ્પ અભૂતાર્થ છે. દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ આત્માના પોતાના અંદરના ભાવોની આ વાત છે. તેમાં
શુદ્ધ પારિમાણિક ભાવ છે, તે ત્રિકાળ પરમભાવ છે. તેમાં ઉત્પાદ વ્યય નહિ ને તેનો કદીય અભાવ નહિ, એવો શાશ્વત ધ્રુવ એકરૂપ ભાવ છે. પર્યાયરૂપ જે ચાર ભાવો છે, તે ઉત્પાદ-વ્યયરૂપ છે. અશુદ્ધતાનો વ્યય થઇને અંશે શુદ્ધતારૂપ મોક્ષમાર્ગ પ્રગટે, ને મોક્ષમાર્ગનો વ્યય થઇને, પૂરણ મોક્ષદશા પ્રગટે, પણ જે પરમ ભાવરૂપ દ્રવ્ય છે, તેનો વ્યય પણ ન થાય અને તે નવો પ્રગટે પણ નહિ. આ રીતે પલટતી પર્યાય ને ત્રિકાળ ટકતું દ્રવ્ય- આવું વસ્તુસ્વરૂપ છે. દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ અપરિણામી સક્રિય અને પર્યાય અપેક્ષાએ પરિણમનશીલ સક્રિય છે. શ્ન સર્ઘશદેવે આવું દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુનું સ્વરૂપ ઉપદેશ્ય છે. જેમાં કહે છે - દ્રવ્ય-પર્યાય સર્વથા અભિન્ન નહિ. આવું વસ્તુનું સ્વરૂપ છે. ઊંર્વથા ભિન્ન નહિ, સર્વથા અભિન્ન નહિ, કથંચિત ભિન્ન છે. અહા સર્વથા ભિન્ન હોય તો વસ્તુ અવસ્થા વગરની થઇ જતાં, વસ્તુ જ ન રહે, તથા સર્વથા અભિન્ન હોય, તો પર્યાયનો નાશ થતાં, દ્રવ્યનો જ નાશ થઇ જાય. અર્થાત્ વસ્તુ જ ન રહે. માટે દ્રવ્ય-પર્યાય કથંચિત ભિન્ન છે
એ યથાર્થ છે. દ્રવ્ય અને સત્તામાં પ્રદેશ છે ? દ્રવ્ય અને સત્તામાં પ્રદેશ ભેદ નથી; કારણ કે
પ્રદેશભેદ હોય તો પુતસિદ્ધપણું આવે - જે પ્રથમ જ રદ કરી બતાવ્યું છે. દ્રવ્ય અપેક્ષાએ ભૂતાર્થ સ્વભાવે, ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપે. દ્રવ્ય આસવ અને તેમાં કર્મનું જે નિમિત છે તે દ્રવ્ય-આસ્રવ એ દ્રવ્ય આસવને
અહીં કરનાર કહ્યો છે. નવાં કર્મ આવે તે દ્રવ્ય આસવ એ વાત અહીં નથી. આ તો પૂર્વના જૂનાં કર્મ જે નિમિત્ત થાય તેને દ્રવ્ય આસવ કહ્યો છે. એ બન્ને આસ્રવ છે એક ભાવ આસ્રવ અને બીજો દ્રવ્ય આસવ
૪૫૯ દ્રવ્ય ઉત્પાદવ્યય ધવ્યાત્મક છે :દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી સત્ છે. તે
સ્વભાવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે. તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દરેક પરિણામ સ્વકાળમાં પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદ-વિનાશ વિનાનો એકરૂપ-ધ્રુવ રહે છે, વળી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં સમયભેદ નથી. ત્રણેય એક જ સમયે છે. આવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્યસ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ્ય પોતે
પણ, મોતીના હારની માફક ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. દ્રવ્ય કર્મ જ્ઞાનવરણાદિ આઠકર્મ (૨) જડકર્મનો વિકાર (૩) પુય-પાપકર્મ તે
દ્રવ્ય કર્મ (૪) રાગદ્વેષ મોહ વગેરેના વિચારોથી બંધાતું, તે તે કર્મ (૫) પુદ્ગલ પિંડરૂપ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ, દ્રવ્ય કર્મ કહેવાય છે. (આઠ કર્મ = જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહનીય એ ચાર ધાતિકર્મ છે. અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર કર્મ, અધાતિકર્મ છે. એ બન્ને મળીને આઠ દ્રવ્યકર્મ થાય છે.) (૬) આઠ પ્રકારના છે. ૧. જ્ઞાનાવરણ, ૨. દર્શનાવરણ, ૩. મોહનીય, ૪, અંતરાય, ૫. આયુષ્ય, ૬. નામ કર્મ, ૩.
ગોત્રકર્મ, અને ૮. વેદનીય કર્મ Cou
કર્મ મળ અને ભાવ ર્ક્સ મળ :જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ રૂપે પરિણમીને આત્માની સાથે સંબંધ પામેલ જે પુદ્ગલ પરમાણુ છે, તેમને દ્રવ્ય કર્મ મળ કહે છે. અને દ્રવ્ય કર્મ મળના ઉદયનું નિમિત્ત પામીને જે રાગ-દ્વેષમોહાદિરૂપ વિકાર ભાવ ઉત્પન્ન થાય છે, તથા નવીન કર્મ બંધનું કારણ બને
છે, તેને ભાવ કર્મ મળ સમજવું જોઇએ. દ્રવ્ય કર્મ મળ-ભાવ ર્મ મળ : જે કર્મ મળના નિમિત્તથી, આત્માને પોતાની
વૈભાવિક શકિતને કારણે વિભાવ પરિણમન થાય છે, તે મુખ્યપણે દ્રવ્ય અને ભાવ મળના ભેદથી બે પ્રકારનો છે. જ્ઞાના વરણાદિ દ્રવ્યકર્મ રૂપે પરિણમીને, આત્માની સાથે સંબંધ પામેલ જે પુદગલ મેપરમાણુ છે, તેમેને દ્રવ્ય કર્મ મળ કહે છે. અને દ્રવ્ય કર્મ મળના ઉદયનું નિમિત્ત પામીને, જે રાગ -દ્વેષ