________________
વિશિષ્ટ પ્રકૃતિરૂપ પરિણામ તેનું નિશ્ચય કર્મ છે. (અર્થાત્ નિશ્ચયથી યુદ્ગલ
કર્તા છે અને શાતા વેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ તેનું કર્મ છે.). દ્રવ્ય પ્રતિબંધ વાણ :કોઇ પણ વસ્તુ વિના ન ચાલે, તેમાં અટકવું પડે તેમ હોય નહિ,
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સિવાય, જ્ઞાનીને કાંઇ જોતું નથી. દ્રવ્ય પરમાણુ દ્રવ્ય-ગુણ પર્યાયના સ્વરૂપની સૂક્ષ્મતાને, દ્રવ્ય પરમાણુ કહ્યું છે, તે
ભાવ પરમાણુ દ્રવ્ય પર્યાય પ્રત્યેક અંઈ ને દ્રવ્યપર્યાય કહે છે. (૨) વ્યંજન પર્યાય દ્રવ્ય પર્યાય અને ગુણ પર્યાય :પ્રદેશત્વ ગુણના નિમિત્તે, જે દ્રવ્યના બધા પ્રદેશોમાં
આકારાન્તર થયા કરે છે, તેને દ્રવ્ય પર્યાય અથવા વ્યંજન પર્યાય કહે છે. અને બાકીના ગુણોમાં જે તરતમરૂપે પરિણમન થાય છે, તેને ગુણપર્યાય અથવા
અર્થપર્યાય કહે છે. શ્વ પર્યાયનું નામાન્તર પ્રદેશત્વ ગુણનું પરિણમન, સંપૂર્ણ દ્રવ્યમાં થાય છે, તેથી
તે ગુણના પરિણમનને, દ્રવ્ય પર્યાય અથવા વ્યંજન પર્યાય કહે છે. દ્રવ્ય પર્યાયાત્મક દ્રવ્ય એટલે વસ્તુ, પર્યાય એટલે અવસ્થા ને આત્મક એટલે
સ્વરૂપ; વસ્તુની અવસ્થાનું સ્વરૂપ. દ્રવ્ય પ્રાણના ભેદ દ્રવ્યપ્રાણના દશ ભેદ છે - પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ (મન,
વચન, કાય), શ્વાસોચ્છવાસ અને આયુ. (આ બધી પુદ્ગલદ્રવ્યોની પર્યાયો છે. જીવોને આ દ્રવ્યપ્રાણોના સંયોગથી જીવન અને વિયોગથી મરણરૂપ અવસ્થા વ્યવહારથી કહેવાય છે.) (૨) દશ છે. મન, વચન, કાય, સ્પર્શેન્દ્રિય,
રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય,ક્ષોત્રિન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને આયુ. દ્રવ્ય પરાવર્તન : આ જગતમાં જે અનંત અનંત પુલ પરમાણુઓ છે તેનો સંબંધ
આ જીવને અનંતવાર થઈ ચૂક્યો છે. આ શરીરમાં રજકણો, માટી (પુદ્ગલ) છે, એ આ પૈસા, ધન, ભવન ઇત્યાદિ (કર્મ-નોકર્મ) પણ ધૂળ (પુલ)નાં રજકણો છે, કહે છે કે આ બધા પુદ્ગલો અનંતવાર સંબંધમાં આવી ગયા છે. આ ધનસંપત્તિ, રૂપાળું શરીર, ભવન ઈત્યાદિનો સંબંધ એ કાંઈ નવું નથી, અપૂર્વ નથી; એકમાત્ર શુદ્ધ આત્માની અનુભૂતિ એ જ અપૂર્વ છે. એ વાય અનંત પુદ્ગલો છે જે જીવના સંબંધમાં આવ્યા નથી, છતાં તેનું લક્ષ રાગ
ઉપર છે તેથી અનંત પરાવર્તનમાં બધાય પૂલથી સંબંધની લાયકાતવાળો
જીવ છે એમ કહ્યું છે. દ્રવ્ય પરિવર્તન અહીં દ્રવ્યનો અર્થ પુલ દ્રવ્યો છે. જીવને વિકારી અવસ્થામાં
પગલો સાથે જે સંબંધ થાય છે, તેને દ્રવ્ય પરિવર્તન કહે છે, તેના બે પેટા
ભેદ છે. ૧ નોકર્મ દ્રવ્યપરિવર્તન અને ૨. કર્મ દ્રવ્ય પરિવર્તન. (૧) નોકર્મ પરિવર્તનનું સ્વરૂપ - ઔદારિક, વૈક્રિયિક અને આહારક, એ ત્રણ શરીર
અને છ પર્યાતિને લાયક જે પુદગલસ્કંધો એક સમ્યમાં એક જીવે ગ્રહણ કર્યા તે જીવ ફરી, તે જ પ્રકારના સ્નિગ્ધ-રૂક્ષ, સ્પર્શ, વર્ણ ,રસ, ગંધ આદિથી તથા તીવ્ર, મંદ કે મધ્યમ ભાવવાળા સ્કંધો ગ્રહણ કરે, ત્યારે એક નોર્મ દ્રવ્ય પરિવર્તન થાય.(વચમાં બીજા જે નોકર્મનું ગ્રહણ કરવામાં આવે તે હિસાબમાં ગણવા નહી.) તેમાં પુદ્ગલોની સંખ્યા અને જાત બરાબર તે જ પ્રકારના નોકર્મની હોવી જોઇએ. કર્મદ્રવ્ય પરિવર્તનનું સ્વરૂપઃ- એક જીવે એક સમયમાં આઠ પ્રકારના કર્મ સ્વભાવવાળાં જે પુલો ગ્રહણ કર્યા તેવાં જ કર્મ સ્વભાવવાળાં પુદ્ગલો ફરી ગ્રહણ કરે, ત્યારે એક કર્મ દ્રવ્યપરિવર્તન થાય.( વચમાં તે ભાવોમાં જરા પણ ફેરવાળા બીજા જે જે રજકણો ગ્રહણ કરવામાં આવે, તે હિસાબમાઃ ગણવા નહીં.) તે આઠ પ્રકારનાં કર્મ પુલોની સંખ્યા અને જાત બરાબર તે જ
પ્રકારનાં કર્મ- પુલોની હોવી જોઇએ. ખુલાસોઃ- આજે એક સમયે શરીર ધારણ કરતાં, નોકર્મ અને દ્રવ્યકર્મના
પુદગલોનો સંબંધ, એક અજ્ઞાની જીવને થયો, ત્યાર પછી નોકર્મ અને દ્રવ્ય કર્મોનો સંબંધ, તે જીવને બદલાયા કરે છે, એ પ્રમાણે ફેરફાર થતાં, જયારે તે જીવ ફરીને તેવું જ શરીર ધારણ કરી, તેવા જ નોકર્મ અને દ્રવ્યકર્મોને પ્રાપ્ત કરે, ત્યારે એક દ્રવ્ય પરિવર્તન પૂરું કર્યું કહેવાય છે. (નોકર્મ દ્રવ્ય પરિવર્તન
અને કર્મ દ્રવ્ય પરિવર્તન નો કાળ સમાન જ હોય છે.) દ્રવ્ય બંધ આ આત્મા લોકાકાશતુલ્ય અસંખ્ય પ્રદેશવાળો હોવાથી પ્રદેશ છે;
તેના એ પ્રદેશોમાં કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાના આલંબનવાળો પરિસ્પદ (કં૫) જે પ્રકારે થાય છે, તે પ્રકારે કર્મપુલના