________________
•
•
•
•
·
•
•
•
ઉત્પાદ-વ્યય દ્રવ્યની પર્યાયોમાં થયા કરે છે, દ્યમાં અથવા ધૌવ્યરૂપ ગુણોમાં નહિ.
સત્તાને પ્રતિપક્ષ સાથે વિરોધ ન રાખનાર બતાવી છે. સત્તાનો પ્રતિપક્ષ અસત્તા છે. સત્તા ઉત્પાદ-વ્યયની દૃષ્ટિએ, બન્ને રૂપ છે. તેથી અસત્તાની સાથે તેનો વિરોધ બનતો નથી.
આ સર્વે પદાર્થ સ્થિત અને સવિશ્વરૂપ સત્તાને, પંચાસ્તિ કાયમાં એક બતાવી છે, અને તેથી તે મહાસત્તા છે. પદાર્થોના ભેદની દૃષ્ટિએ મહાસત્તાની અવાન્તર-સત્તાઓ, તે જ રીતે અનેકાનેક તથા અનંત થાય છે, જેવી રીતે અખંડ એક આકાશ દ્રવ્યમાં, અંશ કલ્પના દ્વારા તેની અનંત અવાન્તર સત્તાઓ થાય છે. સત્તાનો પ્રતિપક્ષ જેમ અસત્તા છે, તેમ એકરૂપતાનો પ્રતિપક્ષ નાના રૂપતા, એક પદાર્થ સ્થિતિનો પ્રતિપક્ષ નાના પદાર્થ સ્થિતિ, ધૌવ્યોત્પત્તિ વિનાશ ત્રિલક્ષણા સત્તાનો પ્રતિપક્ષ, ત્રિલક્ષણાભાવ. એકનો પ્રતિપક્ષ અનેક, અને અનંત પર્યાયનો પ્રતિપક્ષ એક પર્યાય છે. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે
ત્રિકાળી વસ્તુ, અનંત ગુણ સ્વભાવનો પિંડ
ગુણ તથા પર્યાયનો સમૂહ
દ્રવ્યનું લક્ષણ સત્ (અસ્તિત્વ) છે.
સત્ = જે ઉત્પાદ-વ્યય-ધ્રોથ સહિત હોય તે.
ગુણોના સમૂહને, દ્રવ્ય કહે છે.
પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાનસ્વરૂપ, ધ્રુવ વસ્તુ આત્મા.
મૂર્ત કે અમૂર્ત કોઇપણ પદાર્થ
જીવ,પુદ્ગલ ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
ત્રિકાળી વસ્તુ, અનંત ગુણ સ્વભાવનો પિંડ
વસ્તુસ્વભાવ
ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. દ્રવ્યના છ ભેદ છે ઃ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
·
•
૪૫૬
જીવદ્રવ્યમાં ચૈતન્ય (દર્શન-જ્ઞાન), સમ્યક્ત્વ, ચારિત્ર, સુખ, ક્રિયાવતી શકિત, વગેરે વિશેષ ગુણો છે.
પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શકિત વગેરે, વિશેષ ગુણો
છે.
ધર્મદ્રવ્યમાં ગતિહેતુત્વ વગેરે, વિશેષ ગુણો છે. અધર્મદ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ વગેરે, વિશેષ ગુણો છે.
આકાશદ્રવ્યમાં અવગાહનહેતુત્વ વગેરે, વિશેષ ગુણ છે. કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ વગેરે વિશેષ ગુણ છે.
જીવ દ્રવ્ય અનંતાનંત છે અને સમસ્ત લોકાકાશમાં ભરેલાં છે. જીવદ્રવ્યથી અનંતગુણા અધિક પુદ્ગલદ્રવ્ય છે, અને તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. આકાશદ્રવ્ય એક છે અને લોક તથા અલોકમાં વ્યાપ્ત છે. કાળદ્રવ્ય અસંખ્યાંત છે અને સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે.
અનંતગુણોના આશ્રય એક દ્રવ્ય છે.
સ્વભાવને છોડયા વિના જે ઉત્પાદ-વ્યય-ધૌવ્ય સંયુકત છે તથા ગુણવાળું ને પર્યાય સહિત છે, તેને દ્રવ્ય કહે છે.
(સ્વભાવ, ઉત્પાદ, વ્યય, ધૌવ્ય, ગુણને પર્યાય, એ છ શબ્દો કહ્યાં તેમાં) દ્રવ્યનો સ્વભાવ તે અસ્તિત્વ, સામાન્યરૂપ અન્વય. અસ્તિત્વ બે પ્રકારનું કહેશે. (૧) સ્વરૂપ-અસ્તિત્વ અને (૨) સાદૃશ્ય અસ્તિત્વ.
ઉત્પાદ તે પ્રાદુર્ભાવ (અર્થાત્ ભ્રષ્ટ થવું, ઉત્પન્ન થવું), વ્યય તે પ્રચ્યુતિ (અર્થાત્ ભ્રષ્ટ થવું, નષ્ટ થવું) ધૌવ્ય તે અવસ્થિતિ (અર્થાત્ ટકવું.)
ગુણો તે વિસ્તાર વિશેષો. તેઓ સામાન્ય-વિશેષાત્મક હોવાથી, બે પ્રકારનાં છે. તેમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અન્યત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ, સર્વગતત્વ, અર્વગતત્વ, સપ્રદેશત્વ, અપ્રદેશત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, સક્રિયત્વ, અક્રિયત્ન, ચૈતનત્વ, અચેનત્વ, કર્તૃત્વ, અકર્તૃત્વ, ભોકતૃત્વ, અભોકતૃત્વ, અગરૂલધુત્વ ઇત્યિાદિ, સામાન્ય ગુણો છે.
અવગાહ હેતુત્વ, ગતિનિમિત્તતા, સ્થિતિકારણત્વ, વર્તનાયતત્વ, રૂપાદિમત્વ, ચેતનત્વ ઇત્યિાદિ વિશેષ ગુણો છે.