________________
દૃષ્ય :જોવા યોગ્ય પદાર્થ
દશિ શક્તિ :અનાકાર ઉપયોગથી શિશકિત. જેમાં શેયરૂપ આકાર અર્થાત્ વિશેષ નથી, એવા દર્શનોપયોગમયી સત્તામાત્ર પદાર્થમાં ઉપયુકત થવામયી દશિશકિત, અથવા દર્શનક્રિયારૂપ શકિત.
આત્મામાં અનાકાર ઉપયોગથી એક દશકિત છે. તેનું કાર્ય શું ? તો કહે છે - આ આત્મા, આ જ્ઞાન, આ દર્શન, આ પર્યાય, આ હલય ને આ ઉપાદેય,– એમ કોઇ ભેદ પાડયા વિના, જે સામાન્ય પ્રતિભાસ થાય છે, તે દશશકિતનું કાર્ય છે. ભેદ જેનો વિષય નથી, એવી અનાકાર ઉપયોગમયી, દશકિત છે. અનાકાર એટલે વિશેષ વિના સામાન્યપણે દેખવું. જેમાં શેયરૂપ આકાર નથી.વિશેષ નથી. જેમાં સત્તામાત્ર પદાર્થનો પ્રતિભાસ થાય છે, એવી સામાન્ય અવલોકન માત્ર દશકિત છે. આ દશકિત સૂક્ષ્મ છે. ભેદ પાડીને વિશેષપણે જાણવું એ તો જ્ઞાનનું કાર્ય છે. આ આત્મા છે એમ નિર્ણય થયો, એ તો જ્ઞાન છે. જ્ઞાનના થવા પહેલાં (છઠ્ઠાસ્થને) દશશકિતમાં સામાન્ય પ્રતિભાસરૂપ ઉપયોગ વર્તે છે. (કેવળીને જ્ઞાનને દર્શન બન્ને, ઉપયોગ સાથે વર્તે છે.)
દક્ષિ-લપ્તિ-વૃત્તિરૂપ ઃદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ. દશિક્ષકિત :અનાકાર ઉપયોગમયી શકિત છે. જેમાં શેયરૂપ આકાર નથી. વિશેષતા નથી, બધું સામાન્ય સત્તામાત્ર દેખવામાં આવે છે, એવા ઉપયોગમય દર્શનશકિત છે. આત્મા સહિત સર્વ પદાર્થોની સત્તાને દેખે, તે જ એનું વાસ્તવિક કાર્ય છે.
દ્રઢભાન :એકાગ્ર ઉપયોગ
દ્રવે છે :પામે છે; વ્યાપે છે. દ્રવ્ય = દ્રવવું; પામવું.
દ્વવત્વ :પ્રવાહીપણું.
દ્રવ્યુ : ત્રિકાળી શક્તિઓનો પિંડ (૨) ગુણોના સમુદાયને દ્રવ્ય કહે છે. (૩) ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. (૪) દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય. ગુણો જો સમુદાયથી અન્ય હોય તો સમુદાય કેવો ? (અર્થાત્ જો ગુણોને સમુદાયથી ભિન્ન માનવામાં આવે તો સમુદાય ક્યાંથી ઘટે ? એટલે કે દ્રવ્ય જ કયાંથી
૪૫૩
ઘટે? ) એ પ્રમાણે, જો દ્રવ્ય ગુણોનું દ્રવ્યથી ભિન્ન પણું હોય તો દ્રવ્યનો અભાવ થાય. દ્રવ્ય અને ગુણોને અવિભક્ત પ્રદેશાત્વસ્વરૂપ અનન્યપણું સ્વીકારવામાં આવે છે; પરંતુ વિભક્તપ્રદેશત્વસ્વરૂપ અન્યપણું તથા (વિભકત પ્રદેશત્વ સ્વરૂપ) અનન્યપણું સ્વીકારવામાં આવતું નથી. તે સ્પષ્ટ, સમજાવવામાં આવે છે - જેમ એક પરમાણુંની એક સ્વપ્રદેશ સાથે અવિભક્તપણું હોવાથી અનન્યપણું છે. તેમ એક પરમાણુને અને તેમા રહેલા સ્પર્શ-રસ-ગંધ-વર્ણ વગેરે ગુણો ને અવિભક્ત પ્રદેશો હોવાથી (અવિભક્ત પ્રદેશત્વસ્વરૂપ) અનન્યપણું છે; પરંતુ જેમ અત્યંત ક્રૂર એવા સહ્યાદ્રિ અને વિંદ્યાચલ નામના પર્વતોને ભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું છે તા અત્યંત નજીક રહેલાં એવાં મિશ્રિત દૂધ-જળને ભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણુ છે.તેમ દ્રવ્ય અને ગુણોને વિભક્ત પ્રદેશો નહિ હોવાથી (વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ) અન્યપણું તથા (વિભકત પ્રદેશત્વ સ્વરૂપ) અનન્યપણું નથી, પરંતુ અભિન્ન પ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું છે. (૫) અનંત ગુણનો પિંડ તે દ્રવ્ય. (૬) વસ્તુ; આદિ-અંત વિનાની ત્રિકાળી ધ્રુવ અવિનાશી ચીજ આત્મવસ્તુ એને દ્રવ્ય કહે છે. (૭) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા પદાર્થો નથી. બીજ, અંકુર અને વૃક્ષત્વ એ વૃક્ષના અંશો છે. બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષત્વનું ધ્રૌવ્ય (ધ્રુવપણું) ત્રણે એકીસાથે છે. આ રીતે નાશ બીજને આશ્રિત છે, ઉત્પાદ અંકુરને આશ્રિત છે અને ધ્રૌવ્ય વૃક્ષત્વને આશ્રિત છે; નાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય બીજ-અંકુરવૃક્ષત્વથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી બીજ-અંકુર-વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ નથી. માટે આ બધાંય, એક વૃક્ષ જ છે. એ જ નષ્ટ થતો ભાવ,
ઊપજતો ભાવ અને ટકતો ભાવ એ દ્રવ્યના અંશો છે. નષ્ટ થતા ભાવનો નાશ, ઊપજતા ભાવનો ઉત્પાદ અને ટકતો ભાવ એ દ્રવ્યના અંશો છે. નષ્ટ થતા ભાવનો નાશ, ઊપજતા ભાવનો ઉત્પાદ અને ટકતા ભાવનું ધ્રૌવ્ય એકી સાથે છે. આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે; નાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય તે ભાવોથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી તે ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી. માટે આ બધાંય, એક દ્રવ્ય