________________
(૩) શુદ્ધ આત્માના અનુભવી તથા આત્મતત્ત્વના ઉપદેશક સાક્ષાત્ આત્મજ્ઞાની સદ્ગુરુની પ્રાપ્તિ;
(૪) પોતાના શુદ્ધ આત્માની સાક્ષાત્ ઓળખાણ, આત્મ અનુભવ, ચિંતામણિરૂપ ભેદજ્ઞાનની પ્રાપ્તિ તે તો ત્રણે કાળ અને ત્રણે લોકમાં દુર્લભમાં પણ દુર્લભ છે.
દુર્લભબોધિ :સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિની દુર્લભતા દુષ્કૃત્ય પાંચ ઇન્દ્રિયોના વિષયો.
એને જ
દુષમ :દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય, એવો. (૨) કઠિન (૩) મુશ્કેલઃ અજ્ઞરું, દુષ્કર, (૪) દુઃખ કરીને પ્રાપ્ત થવા યોગ્ય (૫) દુઃખ કરીને પ્રાપ્ત થવા યોગ્ય દુઃખ (કલિયુગ) :પંચમકાલ, આ આરો પંચમકાલ છે. અન્ય દર્શનકારો કલિયુગ કહે છે. જિનાગમમાં આ કાળને દુષમ એવી સંજ્ઞા કહી છે. દુષ્ટ કાળ શાસ્ત્રોને વિષે આ કાળ ને અનુક્રમે, ક્ષીણપણા યોગ્ય કહયા છે, અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહયું છે. જે કાળમાં અત્યંત દુર્લભ પણે, પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે. જો કે સર્વ કાળને વિષે પરમાર્થ પ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ પરિણામે, પામતી જતી હોવાથી, તે પ્રત્યે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ, અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. શ્રીમદ રાજચંદ્ર (વચનામૃત આંક- ૩૯૮)
દુધમ કાળના પાંચ કારણો :(૧) પૂર્વના આરાધક જીવો આ કાળમાં જન્મતા નથી, તે પહેલું કારણ છે. (૨) પૂર્વે જેમણે મોક્ષમાર્ગનું આરાધન કર્યુ નથી, તેવા જ મોટા ભાગના જીવો આ કાળમાં, મનુષ્યપણું પામ્યા છે. જે બીજું કારણ છે. (૩) આવા જન્મેલા મનુષ્યોને મોક્ષમાર્ગ આરાધવાનું સૂઝતું નહી હોવાથી, સત્સંગની અતિ દુર્લભતા થઇ પડી છે તે ત્રીજું કારણ છે. (૪) આવા જીવ ને જો કોઇ સંજોગોમાં સત્પુરુષનો યોગ થાય, તો તેને ઓળખી શકતા નથી અને પોતાના મતાગ્રહમાં જ તણાઇ જાય છે, તે ચોથું કારણ છે.(૫)અને
૪૫૧
કાચિત જો સત્સમાગમનો યોગ બને, જ્ઞાનીની ઓળખ થાય તોપણ પ્રબળ પુરુષાર્થ ઊપાડી શકે, તેટલું વીર્ય કે શકિત આ કાળમાં નથી તે આ કાળને દુષમ કહેવાનું પાંચમું કારણ છે.
દુમકાળ :પંચમ કાળ, દુઃખોથી ભરેલો કાળ. દૂષિત દોષરૂપ; નિંદિત.
દુસ્તર ઃદુરંત (૨) અતિ મુશ્કેલીથી પાર કરી શકાય તેવું, તરીને પાર ન જવાય, તેવું (૩) મુશ્કેલીથી તરાય- ઓળંગાય એવું. (૪) મુશ્કેલીથી તરાય, મુશ્કેલીથી ઓળંગાય એવું. (૫) સહેલાઇથી જેનો પાર પમાતો નથી એવી.
૬-શ્રુતિ અનર્થ દંડ ત્યાગ વ્રત :મિથ્યાત્વ સહિત રાગ દ્વેષ, વેરભાવ, મોહ, મદાદિ વધારનાર કુકથાઓનું શ્રવણ તથા નવી કથાઓ બનાવવી, વાંચવી વગેરે કઇ પણ ન કરવું. એને જ દુઃશ્રુતિ અનર્થ દંડ ત્યાગ વ્રત કહે છે. જે કથાઓ સાંભળવાથી, વાંચવાથી અને શિખવવાથી વિષયાદિની વૃદ્ધિ થાય, મોહ વધે અને પોતાના તથા પરના પરિણામથી ચિત્તને સંકલેશ થાય, એવી રાજથા, ચોર કથા, ભોજન કથા, ઇત્યિાદિ કથાઓ કહેવી નહિ.
દોકડા ટકા
દોગુંદદેવ ઃઘણી ક્રીડા કરનાર, દેવતાની જાત દોડતા :વહેતા; પ્રવાહરૂપ.
દોણ :નિર્ધનતા.
દોષદળવો :સર્વ દોષનો ક્ષય કરવો.
દોરંગી સમયે સમયે જુદો જુદો ધારણ કરતું; મનસ્વી. (૨) બે રંગવાળું, ચંચળ દોલાયમાન ડામાડોળ.
દોલાયમાન ડામાડોળ
દોવું :દોહવું, ઢોરના આંચળમાંથી દૂધ કાઢવું, સાર ખેંચવો, કસ કાઢી લેવો. દોષ :અઢાર પ્રકારના દોષ કેવળી તીર્થંકરને હોતા નથી. તેના નામ આ પ્રકારે છે.
(૧) ક્ષુધા, (૨) તૃષા, (૩) ભય, (૪) રોષ, (૫) રાગ, (૬) મોહ (૭) ચિંતા, (૮) જરા, (૯) રોગ, (૧૦) મૃત્યુ, (૧૧) સવેદ, (પરસેવો) (૧૨)