________________
પ્રથમ મોક્ષમાર્ગથી વિરુદ્ધ વાત બતાવી. હવે મોક્ષમાર્ગ બતાવે છે. નિશ્ચયને નિશ્ચય સમજાવો, રાગને રાગ સમજવો આત્માના સ્વભાવને શુદ્ધ સમજોવો. આમ યર્થાથ ઉપદેશ સમજાવો.
દુઃખ રૂપ આકુળતામય, અશાંતિમય, અસુખમય (૨) પુણ્ય-પાપના ભાવોમાં ક્યાંય સુખ મળતું નથી, ક્યાંય શાંતિ મળતી નથી, પણ માત્ર આકુળતા જ વેદાય છે. વળી પુણ્ય-પાપના ભાવોનું ભવિષ્યે જ ફળ આવે છે, તે પણ દુઃખરૂપ જ છે.
દુઃખ સંતાપ :દુઃખ દાહ, દુઃખની બળતરા-પીડા
દુઃખથી સંતમ થયા થકી :દુઃખ દાહને નહિ સહી શકતા થકી.
દુઃખધા બળતરા.
દુઃખનું કારણ આત્મજ્ઞાનનો અભાવ કે આત્મા વિષેનું અજ્ઞાન, તેજ દુ:ખનું મુખ્ય કારણ છે. (૨) મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર, તેનો નાશ તો જિનવાણી કરાવે છે. (૩) મોહ, રાગ, દ્વેષ દુઃખનું કારણ છે. દુઃખના નાશનો ઉપાય ઃદુઃખનો નાશ કરવો હોય, તો આઠ કર્મોનો નાશ કરવો પડશે. આઠ કર્મોનો નાશ કરવા માટે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ, શ્રદ્ધા કરવી પડશે.
દુઃખના પ્રકાર :જન્મનું દુઃખ, જરાનું દુઃખ, મરણનું દુઃખ, રોગનું દુઃખ, શોકનું દુઃખ, ઇષ્ટ વિયોગનું દુઃખ, અનિષ્ટ સંયોગનું દુઃખ આમ, આ સાત પ્રકારમાં જગતના તમામ દુઃખનો સમાવેશ થાય છે.
દુઃખકૂળ રૂપ :આસવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલ પરિણામના હેતુ હોવાથી દુઃખફળ રૂપ છે (અર્થાત્ દુઃખ જેમનું ફળ છે એવા છે).
દુઃખમ કાળ :પંચમકાળ, કળિયુગ અનિષ્ટકાળ, દુઃખે કરીને પ્રાપ્ત. દુઃખટનિકોપાધિકરણ ઃયત્નાચારરહિત થઈને વસ્તુ મૂકવી તે. દુઃખોાર્થી :દુઃખથી મુક્ત થવાના અર્થી.
દુઃપ :આસવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે. દુઃખસંતા :દુઃખ સંતાપ, દુઃખ દાહ, દુઃખની બળતરા-પીડા
૪૪૪
દુઃખસંતાપ :દુઃખદાહ; દુઃખની બળતરા-પીડા.
દુઃપ્રયુક્ત શાન :દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન. (૨) દુભાવવાળી ધર્મક્રિયામાં મોહ; દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન; વગર પ્રયોજને (નકામું) શુભકર્મથી અન્યત્ર (અશુભ કાર્યમાં) દુષ્ટપણે જોડાયેલું જ્ઞાન. (૩) દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન.
દુઃખમ કાળ :પંચમ કાળ, કળિયુગ, દુઃખદકાળ, પરમાર્થની પ્રાપ્તિના કારવ્યો મળવાની બહુદુર્લભ ન હોય એવો કાળ, મોક્ષમાર્ગની પ્રાપ્તિ અતિ દુર્લભ હોય, એવો કાળ. કળિકાળ, અવસર્પિણી કાળનો પાંચમો આરો. (૨) જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતાં હોય, તેમ જ ધર્મારાધના રૂપ પદાર્થો પાસ કરવામાં દુઃષમતા, એટલે મહાવિઘ્નો આવતાં હોય, તેને દુઃષમકાળ કહેવામાં આવે છે.
દુઃહ :અસહ્ય, અત્યંત દુઃખદાયક, સહી ન શકાય તેવું.
દુઃસ્થિત :ખરાબ સ્થિતિવાળું; બરબાદ; ખુવાર; પાયમાલ. (૨) અશાંત સ્થિતિ
(અર્થાત્ તળે ઉપર થવું તે, ખદખદ થવું તે); અસ્થિરતા; ખરાબ-કફોડી સ્થિતિ. (અગ્નિતમ જળ ખદખદ થાય છે, તળે-ઉપર થયા કરે છે, તેમ દુઃખ આકુળતામય છે.) (૩) ખરાબ સ્થિતિવાળું; બરબાદ; ખુવાર; પાયમાલ. (૪) અશાંત સ્થિતિ (અર્થાત્ તળે-ઉપર થવું તે, ખદબદ થવું તે); છે, ઉપર–તળે થયા કરે છે, તેમ દુઃખ આકુળતામય છે.)
દુઃસમતા :ધર્મરાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં મહા વિઘ્નો આવતાં હોય, તેને કહેવામાં આવે છે.
દુઃસ્વર નામ કર્મ :જે કર્મના ઉદયથી, મધુર સ્વર ન હોય, જેમ કાગડા, કૂતરા, ગધેડા
વગેરેને હોય છે, તેવો કર્કશ હોય, તેને દુઃસ્વર નામ કર્મ કહે છે. (૨) જે કર્મના ઉદયથી, મીઠો સ્વર ન હોય, તેને દુઃસ્વર (ધોધરો) નામ કર્મ કહે છે. દુલ :બારીક રેશમી વસ્ર
દુર્ગંછા :નિંદા, ચીતરી, સખત અણગમો, જુગુપ્સા. (૨) દુર્ગંધ
દૂર કરીને છોડીને, દૂર કરવું = છોડવું
દુભિનિવેશ :મિથ્યા માન્યતા, દુરભિનિવેશ