________________
દિવ્યધ્વનિ તીર્થંકર ભગવાનની ૐ એટલે આત્મને ઓળખાવનારી વાણી, સહેજે છૂટે છે. ઇચ્છા વિના ભાષા સહજ છૂટે છે. તે વાણી, ભગવાન આત્માનો અરૂપી જ્ઞાન ઘનસ્વભાવ છે તેને, તથા છ દ્રવ્યોમાં જે અનંત ધર્મો છે તેને, અનેકાન્ત ન્યાયથી સમજાવે છે. (૨) આ ધ્વનિ જે ઊડે છે એ તો જડની (પૌદ્ગલિક) પર્યાય છે, આત્માથી તે ધ્વનિ ઊઠતી નથી. ભગવાનની દિવ્ય ધ્વનિ એમ વ્યવહારથી કહેવાય છે, ખરેખર ભગવાનનો આત્મા દ્રિવ્યધ્વનિનો કરનારો (કર્તા) નથી. દિવ્ય ધ્વનિ છે તે તેના કારણે ભાષાવર્ગણામાં ભાષારૂપ (શબ્દરૂપ) પર્યાય થવાની જન્મક્ષણ છે તેને લઈને થાય છે.
દિવ્યધ્વનિ-વાણી :જગતને સત્-આત્મા-તેનું સ્વરૂપ સમજવામાં સર્વજ્ઞ વીતરાગની દિવ્યધ્વનિ-વાણી નિમિત્ત છે. મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન સુશાસ્ત્રથી થાય છે અને સુશાસ્ત્રની ઉત્પત્તિ ભગવાનની દિવ્ય ધ્વનિથી થાય છે. અહીં કેવળજ્ઞાન જે મોક્ષ, શ્રુતજ્ઞાન- જે મોક્ષનો ઉપાય અને સુશાસ્ત્ર- જે ઉપાય બતાવે છે એ ત્રણેયને વંદનીય અને પરોપકાર માનવા લાયક કહ્યા છે.
દિશા :પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, વાયવ્ય, નૈૠત્ય અગ્નિકોણ,ઉર્ધ્વ અને અધો એ દશ દિશા છે.
દિશાશૂટ માર્ગથી અજ્ઞાત. (૨) અજાણ, દિશા ભૂલેલો. દીન :અનાથ; રંક. (૨) રાંક
દીનતા : નિરભિમાનપણું, સારા અધ્યાત્મ અર્થમાં દીનતા, એટલે પોતાને સત્પુરુષનો દાસ માને અને અશ્વયંત વિનય ધારણ કરે. બીજો અર્થ દીનતા એટલે ગરીબાઇ એમ લૌકિક અર્થ છે.
દીનનાથ :અનાથના નાથ; દીનના બંધુ; અશરણના શરણરૂપ. દીનાનાથ દયાળ દીન અને અનાથ જીવો પર દયા વર્ષાવતાવાળા, હે સમર્થ દીર્ધશંકા :શૌચાદિક્રિયા
દીર્ઘકાળ :અસંખ્યાત વર્ષો, એક સાગરોપમથી માંડી, નેત્રીશ સાગરોપમ પર્યંત.
૪૪૩
દુઃખ સુખથી વિપરીત લક્ષણવાળા વેદન. (૨) પરિતાપ. (૩) પીડારૂપ પરિણામવિશેષને દુઃખ કહે છે. (૪) વિકાર (૫) વિષયો તરફનુઃ વલણ તે તો આકુળતા છે, તે દુઃખ છે, પાપના રણમાં તો આકુળતા છે, તે પુણ્ય તરફના વલણમાં પણ આકુળતા જ છે, એટલે દુઃખ જ છે, તેમાં સુખ નથી. (૬) પીડારૂપ પરિણામ વિશેષને, દુઃખ કહે છે. (૭) આત્માની અંદર જે આનંદસ્વભાવ ભર્યો છે, તેની વિકૃતિ તે દુઃખ છે. આનંદસ્વભાવના અનુભવ વડે, વિકૃત દશા ટળીને આનંદદશા પ્રગટે છે. (૮) પોતાના સુખ ગુણની ઊંધી અવસ્થારૂપ વિકાર. (૯) પોતાના સુખ ગુણની ઊંધી અવસ્થારૂપ વિકાર (૧૦) કર્મનો વિપાક થતાં જે પુણ્ય-પાપના ભાવો થાય છે, કે કર્મના ફળપણે અનુભવાય છે, અને તે દુઃખ છે.
દુઃખ અને અશાન દુઃખની અવસ્થા વખતે પણ આત્મમાં પૂર્ણ જ્ઞાન, અનંદ
સ્વભાવ, ભર્યો છે. જે સ્વભાવમાં અજ્ઞાન અને દુઃખનો નાશ કરવાની તાકાત દરેક ક્ષણે છે. જે નિરપેક્ષ અખંડ નિર્મળ સ્વભાવમાં, અભેદ દૃષ્ટિનું જોર કરતાં વિકારી અવસ્થાનો નાશ અને અનુપમ આનંદથી ઉત્પત્તિ થઇ શકે છે. વર્તમાન અવસ્થા વખતે પણ ત્રિકાળી પૂર્ણશકિત ધ્રુવપણે ભરી છે. જેમાં દુ:ખ કે ભૂલ નથી. ભૂલ અને વિકાર રૂપ અવસ્થા, તો વર્તમાન એકેક સમય પૂરતી (પ્રવાહ રૂપે અનાદિથી) છે. નિત્ય અખંડ શુદ્ધ સ્વભાવના લો તે ભૂલ અને વિકારનો નાશ થઇ શકે છે.
દુઃખ ઓદ્યાર્થી :દુઃખથી મુકત થવાની ઇચ્છાવાળા. (૨) દુઃખથી મુકત થવાના અર્થી દુઃશ્મ રૂપ આત્માના સ્વભાવથી વિરુદ્ધ જેટલા ભાવ છે, તે દુઃખરૂપ છે. ને
ભવિષ્યના દુઃખના કારણરૂપ છે. સર્વશે કહેલા તત્ત્વાર્થ શ્રદ્ધા સિવાય, અન્યના કલ્પિત તત્ત્વોની માન્યતા આદિ કરવા, તે દુઃખરૂપ છે, ને દુઃખનું કારણ છે. તેને દુઃખરૂપ જાણીને હેય માનવાં, તત્ત્વથી વિરૂદ્ધ માન્યતાવાળા, વ્યવહારથી ધર્મ માનવાવાળા, બધાને દુઃખના કારણરૂપ જાણવા. મિથ્યાશ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર છોડવા જેવા છે, એમ માની તેનો ત્યાગ કરવો.