________________
કેવળ આત્માને અનુભવે છે. અને શ્રુતકેવળી, જેમાં ચૈતન્યના કેટલાક વિશેષ ક્રમે પરિણમે છે એવા શ્રુતજ્ઞાન વડે, કેવળ આત્માને અનુભવે છે; અર્થાતું, કેવળી સૂર્ય સમાન કેવળજ્ઞાન વડે, આત્માને દેખે-અનુભવે છે. અને શ્રુત કેવળી, દીવા સમાન શ્રુતજ્ઞાન વડે, આત્માને દેખે-અનુભવે છે. આ રીતે કેવળીમાં અને શ્રુતકેવળીમાં સ્વરૂપ સ્થિરતાની તરતમતા રૂપ, ભેદ જ મુખ્ય છે, વસ્તુઓછું (વધારે ઓછા પદાર્થો) જાણવારૂપ ભેદ, અત્યંત ગૌણ છે. માટે ઘણું જાણવાની ઈચ્છારૂપ ક્ષોભ છોડી, સ્વરૂપમાં જ નિશ્ચળ રહેવું યોગ્ય છે,
એ જ કેવળ જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. કેવળી ભગવંતોની યિાઓ, કેવળી ભગવંતોને સ્થાન (ઊભા રહેવું), આસન
(બેસવું), અને વિહાર એ કાયયોગ સંબંધી ક્રિયાઓ તથા દિવ્યધ્વનિથી નિશ્ચયવ્યવહારસ્વરૂપ ધર્મનો ઉપદેશ, એ વચનયોગસંબંધી ક્રિયા, અઘાતી કર્મના નિમિત્તે સહજ જ થાય છે. તેમાં કેવળી ભગવંતની ઈચછા, લેશમાત્ર નથી, કારણ કે મોહનીયકર્મનો જ્યાં સર્વથા ક્ષય થયો છે, ત્યાં તેના કાર્યભૂત ઈચ્છા ક્યાંથી હોય ? આ રીતે ઈચ્છા વિના જ-મોહરાગદ્વેષ વિના જ, થતી
હોવાથી, કેવળીભગવંતોને, તે ક્રિયાઓ બંધનું કારણ થતી નથી. કેવળી ભગવાન કેવળી ભગવાનને વેદનીય, નામ અને ગોત્ર કર્મની સ્થિતિ
કયારેક, સ્વભાવથી જ (અર્થાત્ કેવળી સમદૂઘાતરૂપ નિમિત્ત હોયા વિના જ:), આયુકર્મના જેટલી હોય છે. અને ક્યારેક, તે ત્રણ કર્મોની સ્થિતિ આયુકર્મની વધારે હોવા છતાં, તે સ્થિતિ ઘટી આયુકર્મ જેટલી થવામાં, કેવળી સમુદ્જ્ઞાત નિમિત્ત બને છે. (૨) કેવળી ભગવાનને શરીર સંબંધી શ્રદ્ધાદિ દુઃખ કે ભોજનાદિ સુખ હોતું નથી તેમને કેવલાહાર હોતો નથી. (૩) કેવળી ભગવાનની વાણી તાળ, ઓક વગેરે દ્વારા નીકળે, અને તેમાં ક્રમરૂપ ભાષા ન હોય. પણ સવૉગ નિરક્ષરી વાણી નીકળે- કારરૂપ ધ્વનિ
નીકળે. કેવળી ભગવાનને કર્મવિપક કેવળી ભગવાન, નિર્વિકાર-પરમાનંદ સ્વરૂપ,
સ્વાન્મોત્પન્ન સુખથી તૃપ્ત છે. તેથી કર્મની વિપાક, જેમાં નિમિત્ત. ભૂત હોય
૨૮૪ છે, એવી સાંસારિક સુખ દુઃખરૂપ (હર્ષ વિષાદરૂપ) વિક્રિયા, તેમને વિરામ
પામી છે. કેવળી ભગવાનના અવર્ણવાદનું સ્વરૂછ્યું:
શ્રધા અને તૃષા તે પીડા છે, તે પીડાથી આર્ત (દુઃખી) થતા જીવો જ આહાર લેવાની ઇચ્છા કરે છે. શ્રુધા કે તૃષાને કારણે દુઃખનો અનુભવ થવો, તે આર્તધ્યાન છે. કેવળી ભગવાન ને સંપૂર્ણ જ્ઞાન અને અનંત સુખહોય છે. તથા તેમને પરમ શુકલધ્યાન વર્તે છે; તે અવસ્થાને શુકલધ્યાન પણ ઉપચારથી કહેવાય છે. ઇચ્છા તો વર્તમાન વર્તતી દશા ઉપરના અણગમો, અને પર વસ્તુ તરફના રાગની હૈયાતી સૂચવે છે. કેવળી ભગવાનને ઇચ્છા હોય જ નહિ; છતાં કેવળી ભગવાન અન્નો આહાર (કવળાહાર) કરે એમ માનવું તે ન્યાય વિરુદ્ધ છે. કેવળી ભગવાનને સંપૂર્ણ વીર્ય પ્રગટ્યું હોવાથી ઇચ્છા હોય જ નહિ. ઇચ્છા તે દુઃખ છે લોભ છે. માટે કેવળી ભગવાનમાં આહારની ઇચ્છાનો દોષ કલ્પવો તે જીવના પોતાના શુદ્ધ સ્વરૂપનો અવર્ણવાદ છે અને ઉપચારથી અનંત કેવળી ભગવાનનો અવર્ણવાદ છે. તે દર્શન મોહનીય કર્મના આસવનું કારણ છે. એટલે કે તે અનંત સંસારનું કારણ છે. આત્માને કેવળજ્ઞાન પ્રગટ્યા પછી શરીરમાં ઝાડાનું કે બીજંકોઇ દરદ થાય અને તેની દવા લેવી કે દવા લાવવા માટે કોઇને કહેવું તે અશક્ય છે. (તીર્થંકર ભગવાનને જન્મથી જ મળ મૂત્રહોતાં નથી અને તમામ કેવળી ભગવાનોને કેવળજ્ઞાન થયા પછી, આહાર-નિહાર હોતા નથી.) દવા લેવાની ઇચ્છા થવી અને દવા લાવવા માટે કોઇ શિષ્યને કહેવું તે બધું દુઃખની હયાતી સૂચવે છે. અનંત સુખના સ્વામી, કેવળી ભગવાનને આકુળતા, વિકલ્પ,લોભરૂપ ઇચ્છા કે દુઃખ હોય એમ કલ્પવું એટલે કે કેવળી ભગવાનને સામાન્ય છદ્મસ્થ છે જેવા કલ્પી લેવા, તે ન્યાય વિરુદ્ધ છે. જો આત્મા પોતાનું સાચું સ્વરૂપ સમજે, તો આત્માની બધી દશાઓનું સ્વરૂપ ખ્યાલમાં આવે. ભગવાન છમસ્થ મુનિદશામાં કરપાત્ર (હાથમાં ભોજન કરનારા) હોય છે. અને આહાર માટે જાતે જ જાય છે; અને કેવળજ્ઞાન થયા પછી રોગ થાય, દવાની