________________
એટલે તેને ક્રોધાદિભાવ થાય તે અકષાય રોગ કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવોને લાગુ પડતો કષાયનો અર્થ, પોતાની નબળાઇથી થતા ક્રોધ-માન-માયાલોભ વગેરે એમ સમજવો. (૧૨) રાગ-દ્વેષરૂપ આત્માની પ્રવૃત્તિ, તે કષાય છે. તે પ્રવૃત્તિ તીવ્ર અને મંદ એમ, બે પ્રકારની હોય છે. (૧૩) રાગ દ્વેષ રૂપ આત્માની પ્રવૃત્તિ ને કષાય છે. તે પ્રવૃત્તિ તીવ્ર અને મંદ, એમ બે પ્રકારની હોય છે. (૧૪) કસંસાર, આય લાભ. એટલે સંસારનો લાભ આપે અને આત્માના ગુણની હાનિ કરે તે. (૧૫) કષાયના ચાર ભેદ છે; ક્રોધ, માન, માયા અને લોભ. (૧૬) કષ+આય; કષ એટલે સંસાર, અને આય એટલે લાભ જે ભાવ વડે સંસારના ચોરાશીના દુઃખની ડાંગ ખાવાનો લાભ મળે તે કષાય. કષ એટલે કષીને અને કષીને એટલે ખેડ કરીને, ક્રોધ, માત્ર, માયા, લોભની ખેડ કરીને, ચોરાશીના અવતારને ઉગાડે, સંસારના દુઃખને ઉત્પન્ન કરે, તેને કષાય કહેવાય છે. રાગ-દ્વેષ, હર્ષ શોક, રતિ-અરતિ, અને વેદ તે બધાં કષાયોનો સમૂહ છે. (૧૭) કષાય એટલે આત્માની અશાંતતા, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે, જે આત્માને અશાંત રાખે છે. વાસ્તવિક કેવળજ્ઞાનના ચાર વિશેષણો છે. ૧. કેવળજ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. ૨, કેવળજ્ઞાન સર્વોચ્ચ પ્રકાશ છે. ૩.કેવળજ્ઞાન સ્વ પ્રકાશ સ્વરૂપ છે અને ૪. કેવળજ્ઞાન સર્વ પ્રકાશ છે. એ વિશેષણોની વિકૃતિ જ ક્રોધ (પ્રકાશ), માન (સર્વોચ્ચ પ્રકાશ), માયા (સ્વપ૨ પ્રકાશ) અને લોભ (સર્વ પ્રકાશ) છે. પાંચ અસ્તિ કાયમાં જીવનું સ્થાન પરમ ઉચ્ચ છે. આવાં આ કષાય આત્માનાં પ્રશાંત સ્વરૂપને ક્ષતિ પહોંચાડે છે. (૧૮) ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, શોક વગેરે, કષાયભાવો જીવના પરિણામમાં થાય છે, તે જીવક્રોધાદિ છે : તે ભાવો વખતે દ્રવ્યકર્મ રૂ૫ ક્રોધાધિ કર્મ, ઉદયમાં છે, તે જડ ક્રોધાદિ છે. (૧૯) મિથ્યાત્વ તથા ક્રોધ, માન, માયા, લોભરૂપ આત્માની અશુદ્ધ પરિણતિને કષાય કહે છે. (હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા (ધૃણા), સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસંકદરૂપ આત્માની અશુદ્ધ પરિણતિને નોકષાય કહે છે. (૨૦) ક્રોધ, માન, માયા, લોભ, તે કષાય છે. (૨૧) મિથ્યાત્વ તથા ક્રોધ, માન, માયા, લોભરૂપ આત્માની
૨૯૧ અશુદ્ધ પરિણતિને કષાય કહે છે. (હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા (ધૂણા), સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ રૂ૫ આત્માની અશુદ્ધ પરિણતિને નોકષાય કહે છે) (૨૨) જે આત્માને દુઃખ આપે, ગુણના વિકાસને રોકે તથા પરતંત્ર કરે તે , ક્રોધ-માન-માયાને લોભ, એ ચાર કષાય છે. (૨૩) કષાયના ૨૫ પ્રકાર છે. ક્રોધ, માન, માયા, લોભ તે દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન આદિ ચાર પ્રકાર એ રીતે ૧૬ તથા હાસ્ય, રતિ,અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ આદિ ૯ નોકષાય; એ બધા કષાય છે, અને તે બધામાં આત્મહિંસા કરવાનું સામર્થ્ય છે. મિથ્યાત્વ, જ્યાં હોય ત્યાં તો કષાય અવશ્ય હોય જ છે, પણ એ ત્રણે ટળી જવા છતાં પણ કષાય હોઇ શકે છે. (૨૪) ચારિત્રમોહ. (૨૫) સમ્યકત્વ, દેશચારિત્ર, સકલ ચારિત્ર તથા યથાખ્યાત ચારિત્રરૂપી પરિણામોને ઘાતે એટલે ન થવા દે તે કપાય તે કષાયો ચાર પ્રકારના છે, અનંતાનું બંધી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજીવલન આત્માને કરે એટલે દુઃખ દે જે પરિણામોથી સંસારની વૃદ્ધિ થાય. (૨૬) આત્માના વિભાવ પરિણામને કયાય કહે છે. કષાયના ચાર ભેદ છે. ક્રોધ, માન, માયા અને લોભ કષાય. (૨૭) (ક સંસાર+ આ =લાભ) સંસારનો લાભ આપે, અને આત્માનો ગુણની હાનિ કરે છે, ક્રોધ, માન, માયા અને લોભ, એ ચાર કષાય છે. (૨૮) ક્રોધ, માન, માયા, લોભરૂપે આત્માના વિભાવ પરિણામોને કષાય કહે છે. (૨૯) મિથ્યાત્વ અને ક્રોધમાન-માયા-લોભરૂ૫ આત્માની વિભાવ પરિણતિને, કષાય કહે છે. (૩૦)
ક્રોધ, માન, માયા અને લોભ તે કષાય છે. કષાય અને હાનિ કષાય અને ભ્રાન્તિ થવામાં ઘાતી કર્મનું નિમિત્ત છે. પ્રતિ
કુળતા થવામાં અઘાતિ કર્મનું નિમિત્ત છે. અવગુણનો ભાવ લંબાવ્યા કરે, તો પ્રતિકુળતાના સંયોગ વખતે, તેને દ્વેષ થાય છે. પ્રતિકુળતાના સંયોગ વખતે, ઉપચારથી એમ કહેવાય કે, આ પ્રતિકુળતા દુઃખનું કારણ છે. પણ અગુણનો ભાવ પોતે ન છોડે તો, પ્રતિકુળતામાં તેને દુઃખ થયા કરશે. પોતે વીર્ય ઊંધું