________________
૩૭૦
જોઈએ. કારણકે શ્રાવક અવસ્થામાં અન્ય જૂઠના સર્વ ભેદોનો ત્યાગ કરે છે. પણ સાવધ જુઠનો ત્યાગ કરી શકે નહિ. તો ત્યાં પણ પોતાના ભોગ
ઉપભોગના નિમિત્તે, જે સાવદ્ય જૂઠ બોલે, તે પ્રયોજન વિના બોલે નહિ. જુહી :વિપરીત; ખોટી. જડ:અચેતન; જ્ઞાનરહિત (૨) મૂળ; મૂળિયું. (૩) નિર્જીવ જડ સ્વરૂપ:અજીવ સ્વરૂપ. હકર્મ ધર્મી પુરુષને જે વિકાર થાય, તેમાં જડ કર્મ વ્યાપક અને વિકાર એનું
વ્યાપ્ત, એમ કર્તા-કર્મ અધિકારમાં આવ્યું છે ને ? હા, આવ્યું છે. પણ એ તો ત્યાં સ્વભાવદષ્ટિની અપેક્ષાએ વાત છે. વિકાર કર્મથી થાય છે, એમ એનો અર્થ નથી. રાગદ્વેષાદિ વિકાર કર્મથી-પદ્રવ્યથી થાય, એમ માને એને તો મૂઢ અજ્ઞાની કહ્યો છે. ત્યાં એમ કહેવું છે કે, જેને શદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થયો તે ધર્મા પુરુષની નિર્મળ દશામાં ચૈતન્ય સ્વભાવ વ્યાપક અને તે નિર્મળ દશા એનું વ્યાપ્ત છે. તેથી તે સ્વભાવ, દષ્ટિવંત પુરુષને પર્યાયમાં રાગ થાય, તે અપરાધને બાહ્ય ગણીને, કર્મ વ્યાપક અને રાગ એનું વ્યાપ્તએમ ત્યાં કહ્યું છે, એ તો રાગ સ્વભાવની ચીજ નથી, અને તે કાઢી
નાખવાની ચીજ છે, એ અપેક્ષાએ કહ્યું છે. જહકર્મને આત્મા માનનારા કર્મથી લાભ માનનારા. કર્મને આત્મા માનનારા;
કર્મમાં આત્મા માનનારા; કર્મ, મને મારગ આપે તેથી ધર્મ થાય, તેમ
માનનારા બધા અજ્ઞાની મૂઢ છે. જડત્વ અનજીવી ગુણ પુગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળદ્રવ્યોનો જડત્વ
અનુજીવી ગુણ છે. જડત્વ પ્રતિજીવી ગુણ :જીવ દ્રવ્યનો છે. જડતા :જડપણું; અજ્ઞાનતા. જડધુN:જડની ધૂ૫; દ્રવ્યકર્મરૂપ પુદ્ગલની વર્ગણા. જડનાં કાર્યો તારાં નથી શરીર, વાણી ને મન; પૈસા, મકાન ને ધંધો કે સ્ત્રી પુત્ર
વગેરે પરજીવ-તેમનાં કોઈ કાર્યો કાંઈ તારાં નથી. શરીરનું હાલવું-ચાલવું,
વાણી નીકળવી, ધંધો બરાબર ચાલવો એ બધાં કાર્યો જડનાં છે, આત્માનાં
નથી. જહભાવ :દુઃખમય ભાવ. જડમતિ :મૂર્ખ; મિથ્યાદષ્ટિ; મૂઢ. જડ સ્વભાવ અજાણ સ્વભાવ એવા કર્મપુદ્ગલરૂપ અને એના ભાવરૂપ. જડસ્વભાવરૂપ કર્મપુલરૂપ અને એના ભાવરૂપ-રાગરૂપ. જડી દે:સ્થિર કરી દે. જડી બઢી જાદુઈ ગુણવાળી જડી; જડી ઔષધિના ગુણવાળાં મૂળિયાં જધન્ય સૌથી થોડું (૨) હલકો જધાન્ય Æસ્થિતિ કર્મની ઓછામાં ઓછી સ્થિતિ. જેની સિદ્ધિ માટે આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય સાધવા માટે. જૈન :આત્મામાં જે જ્ઞાયકભાવ બિરાજે છે, જે કદીય રાગરૂપ-જડરૂપ મલિનતારૂપ
થતો નથી એવા જ્ઞાયકની સન્મુખ થઈને એને જ્ઞાન અને દષ્ટિમાં લે તેને જૈન કહે છે. જેને કોઈ વાડો કે વેશ નથી, એ તો વસ્તુસ્વરૂપ છે. (૨) નિજ શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રયથી મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિને જીતનારી નિર્મળ પરિણતિ જેણે પ્રગટ કરી છે, તે જ જૈન છે. મિથ્યાત્વના નાશ પૂર્વક જેટલા અંશે, જે રાગાદ્રિનો નાશ કરે છે, તેટલા અંશે તે જૈન છે. વાસ્તવમાં જૈનત્વનો પ્રારંભ, નિશ્ચય સમ્યગ્દર્શનથી જ થાય છે. (૩) પરમાત્મ સ્વરૂપ પામેલા, મહાપુરુષના આશ્રિત, ધર્માત્માઓ. (૪) જૈન કોઈ સંપ્રદાય નથી. ગુણસ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યઘન, તેને જે પર્યાયમાં ઉપાદેય કરી-આશ્રય લઈ અનુભવે, તેણે રાગ અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય. (૫) જીતનાર. કોને જીતવું છે અને કોણ જીતનાર છે એ જાણવું જોઈએ. પદ્રવ્યોથી તો આત્મા ભિન્ન છે, પણ એક આત્મામાં બે પડખાં છે : એક તો ત્રિકાળી સ્વભાવ છે, અને બીજું વર્તમાન અવસ્થા છે. તેમાં જે ત્રિકાળી સ્વભાવ છે, તે તો શુદ્ધ જ છે, તેમાં કાંઈ જીતવાનું નથી, પણ વર્તમાન અવસ્થામાં દોષ છે તે દોષને જીતવાના છે. કોઈ પર પદાર્થોને જીતવા નથી - જીતી જ શકાતા નથી. તેમ જ કોઈ પર પદાર્થોની મદદથી પણ જીતવું નથી