________________
દરકાર ધગશ, પરવા, કાળજી, તમ. (૨) કાળજી, લાગણી અગત્ય, પરવા,
ગરજ, તમા, ખપ, ઉપયોગિતા. દશ અપવાદ :આ દશા અપવાદોને આશ્ચર્ય પણ કહેવામાં આવે છે. (૧) તીર્થકર
પર ઉપસર્ગ (૨) તીર્થકરનું ગર્ભહરણ (૩) સ્ત્રી તીર્થકર (૪) અભાવિત પરિષદ (૫) કૃષ્ણનું અપરકંકા નગરીમાં જવું, (૬) ચંદ્ર તથા સૂર્યનું વિમાન સહિત ભગવાન મહાવીરની પરિષદમાં આવવું, (૭) હરિવર્ષના મનુષ્યથી હરિવંશની ઉત્પત્તિ (૮) ચમરોત્પાત, (૯) ૧ સમયમાં ૧૦૮ સિદ્ધ (૧૦)
અસંયતિ પૂજા આદશ અપવાદ છે. (ઠાણાંગ) દશધર્મો ક્ષમા, માદેવ, આર્જવ(સરળપણું), શૌચ, સત્ય, અકિંચન, બહ્મચર્ય,
ત્યાગ, તપ અને સંયમ એ રીતે દશ પ્રકારનો ધર્મ સેવન કરવા યોગ્ય છે. (૧) ક્ષમા = ક્રોધનો ત્યાગ કરી ક્ષમા ધારણ કરવી, તે ઉત્તમ ક્ષમા પહેલો
ધર્મ છે. (૨) માર્દવ = માન કષાયનો ત્યાગ કરીને કોમળતા ધારણ કરવી, તે ઉત્તમ
માર્દવ નામનો બીજો ધર્મ છે. (૩) આર્જવ = સરળપણું : માયાચાર (કપટ)નો ત્યાગ કરીને સરળતા
ધારણ કરવી, તે આર્જવ નામનો ત્રીજો ધર્મ છે. (૪) શૌચ = લોભનો ત્યાગ કરી, સંતોષ ધારણ કરવો, તે શૌચ નામનો
ચોથો ધર્મ છે. શૌચ નામ શુદ્ધિનું છે. આ શુદ્ધિ બે પ્રકારની છે. (૧) બાહ્ય શુદ્ધિ (૨) અંતર શુદ્ધિ, સ્નાન વગેરેથી શરીરને પવિત્ર રાખવું, એ બાહ્ય શુદ્ધિ છે અને લોભકયાયનો ત્યાગ કરવો એને અંતર શુદ્ધિ છે. આ બન્ને પ્રકારની શુદ્ધિ કરવી, એને જ શૌચધર્મ કહે છે. અહીં આ એક વાત વિચારવા જેવી છે, કે આ બન્ને પ્રકારની શુદ્ધિ ગૃહસ્થશ્રાવકની અપેક્ષાએ જ છે. મુનિની અપેક્ષાએ નથી, કારણ કે મુનિ
મહારાજને તો અંતરંગ શુદ્ધિની મુખ્યતા છે. (૫). સત્ય = બીજાને દુઃખ ઉત્પન્ન કરનાર, નિન્દનીય કપટી વચનો ન
બોલવાં, તેને સત્ય કહે છે. અને એ જ પાંચમો ઉત્તમ સત્યધર્મ છે.
૪૩૦ (૬) સંયમ = પાંચ ઇન્દ્રિયોના વિષયોને તથા મનના વિષયને રોકવા અને છે
કાયના જીવોની હિંસા ન કરવી, એને જ સંયમ કહે છે. વ્રતોનું ધ્યાન કરવાથી, સમિતિઓનું પાલન કરવાથી, કષાયોનો નિગ્રહ કરવાથી અને મન-વચન, કાયાને વશ રાખવાથી, આ સંયમનું પાલન થાય છે. એ જ
છઠ્ઠો સંયમ ધર્મ છે. (૭) તપ = જેવી રીતે સોનાનો મેલ દૂર કરવા માટે અગ્નિનો તાપ દેવામાં
આવે છે, તેવી જ રીતે આત્મા સાથે લાગેલાં કર્મો દૂર કરવાને માટે (સંયમ-વીતરાગ કથિત) તપ કરવામાં આવે છે. આ તપ બાર પ્રકારના
છે. એ સાતમો તપધર્મ છે. (૮) ત્યાગ = લોકમાં આહાર, ઔષધ, અભય અને જ્ઞાનદાન આપવું, તેને
ત્યાગધર્મ કહે છે, પરંતુ એ ત્યાગ પણ સાચો ત્યાગ નથી. ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરવો, તેજ સાચો ત્યાગ છે. માટે પ્રત્યક્ષપણે મુનિ મહારાજ કાંઇ દાન કરતા નથી, તો પણ વાસ્તવમાં કષાયોનો ત્યાગ કરનાર તેઓ જ સાચા દાની છે અને જે વખતે જે જીવને લોભકષાયનો ત્યાગ થઇ ગયો, તેને બાહ્ય પદાર્થોનો ત્યાગ થઇ જ ગયો, કેમ કે લોભ કષાય છોડયા વિના, બાહ્ય વસ્તુનો ત્યાગ થતો નથી. તેથી એમ સિદ્ધ થયું કે (તત્ત્વજ્ઞાનના બળ વડે) લોભાદિ
કષાયોનો ત્યાગ કરવો, એ જ સાચો ત્યાગ છે, તે જ દાન છે. (૯) આકિંચન = મમત્વબુદ્ધિનો ત્યાગ કરવો આકિંચન્ય ધર્મ છે. ચાંદ
પ્રકારના અંતરંગ પરિગ્રહ અને દસ પ્રકારના બાહય પરિગ્રહ, એ બન્ને
પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી દેવો, તે જ ઉત્તમ આકિંચન્ય ધર્મ છે. (૧૦) બ્રહ્મચર્ય = સંસારના સર્વ પદાર્થો પ્રત્યેથી મનની વૃત્તિ ખસેડીને,
કેવળ એક આત્મામાં જ રમણ કરી શકે, તે બ્રહ્મચર્ય છે. એ દશા તે વખતે થઇ શકે છે, કે જ્યારે આત્મા પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકવા માટે સમર્થ હોય, તથા ખાસ કરીને સ્પર્શેનિદ્રયના વિષય, અર્થાત્ કામવાસનાને જીતવા માટે સમર્થ થઇ જાય, અને તે કાયવાસનાનો ત્યાગ ત્યારે જ થાય છે, કે જ્યારે સ્ત્રીમાત્રનો ત્યાગી