________________
થવાનો સંભવ થાય છે. (૨) પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઇપણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું -થવું,- તેને દર્શન પરિષહ કહ્યો છે. જે પરિષહ ઉત્પન્ન થાય તેતો સુખકારક છે, પણ જો ધીરજથી તે વેદાય, તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.
દર્શન મોહ :દેહાદિ પરમાં પોતાપણાની માન્યતારૂપ વિપરીત શ્રદ્ધા. (૨) પુણ્યપાપ રાગાદિ શુભાશુભ પરિણામ વૃત્તિને, પોતાની માનવી, તેને આદરણીય માનવી, તેનું નામ દર્શન મોહ છે. આત્માના અભિપ્રાયમાં ભાન્તિ, પરભાવમાં એકત્વબુદ્ધિ થવી, તેનું નામ દર્શનમોહ છે. એક આત્મતત્ત્વને બીજા તત્ત્વના ભેળવાળો, ઉપાધિવાળોઃ, બંધવાળો, માનવો, તે દર્શનમોહ છે. મોહકર્મની એક જડ પ્રકૃતિનું નામ, દર્શન મોહ છે. (૩) આત્માના સ્વરૂપની વિપરીત શ્રદ્ધા (૪) સ્વરૂપની ભ્રમણા. (૫) આત્માના આ દર્શનને આવરણ કરનાર કર્મ, તે દર્શનમોહ નીય છે. તેની ત્રણ પ્રકૃતિ છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીય . નવતત્વઃજીવ, અભ્ય, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષની જિનેશ્વર ભગવાને, જે પ્રમાણે પ્રરૂપણા કરી છે, તે સમ્ય, દર્શન. આત્મસ્વરૂપને આવરણ કરે તે દર્શન મોહ અને ચારિત્રને આવરે, તે ચારિત્રમોહ. આત્માસ્વરૂપને આવરણ કરનાર દર્શન મોહનો નાશ થાય, ત્યારે સ્વસ્વરૂપ પ્રગટ થાય. દર્શન મોહનો નાશ થવાથી અનુભવ બોધ ઊપજે છે. (૬) મિથ્યાત્વ, મિથ્યાત્વપ્રકૃતિ, સમ્યક્ત્વપ્રકૃતિ અને સમ્યકૃમિથ્યાત્વપ્રકૃતિ. (૭) દર્શન મોહનીય કર્મના ઉદયથી, તેને દૃષ્ટિ વિકારથી તત્ત્વો અને પદાર્થોનું અશ્રદ્ધાનરૂપ સમજવું. વસ્તુના યથાર્થરૂપમાં પોતાની અશ્રદ્ધાના કારણે, જ્ઞાનને મિથ્યાજ્ઞાનરૂપ કરે છે. તે મિથ્યાત્વના ત્રણ ભેદ- ગૃહીત, અગૃહીત અને સાંશિયક આ ભેદો ઉત્પન્ન થાય છે.
(૧) તેને પરોપદેશિક અથવા ગૃહીત મિથ્યાત્વ કહે છે. (૨) જે પરોપદેશ વિના, મિથ્યાત્વકર્મના ઉદયવશ તત્ત્વોના અશ્રદ્ધાનરૂપ થાય છે, તેને નૈસર્ગિક-અગૃહીત મિથ્યાત્વ કહે છે.
૪૩૬
(૩) વસ્તુતત્ત્વના યથાર્થ શ્રદ્ધાનમાં, વિરૂદ્ધ અનેક કોટિના સ્પર્શનાર અને
કોઇનો પણ નિશ્ચય ન કરનારા શ્રદ્ધાનને, સંશય મિથ્યાત્વ કહે છે. જેમ કે મોક્ષમાર્ગ દર્શનજ્ઞાન ચારિત્રરૂપ છે કે નહિ, આ પ્રકારે કોઇ એક પક્ષનો સ્વીકાર ન કરવાનો સંદેહ ચાલુ રાખવો તે.
સર્વાર્થસિદ્ધ આદિ બીજા ગ્રંથોમાં મિથ્યાત્વના પાંચ ભેદોનો પણ ઉલ્લેખ
છે. જેમનાં નામ છે- એકાંત મિથ્યાદર્શન, વિપરિત મિથ્યાદર્શન, વેનયિક મિથ્યાદર્શન, અજ્ઞાનિક મિથ્યાદર્શન અને સંશય મિથ્યાદર્શન, જેમાંથી પ્રથમ ચારને, અહીં ગૃહીત મિથ્યાત્વની અંતર્ગત સમજવા જોઇએ.
દર્શન મોહના આસવનું કારણ કેવળ, શ્રુત, સંઘ, ધર્મ અને દેવનો અવર્ણવાદ કરવો, તે દર્શન મોહનીય કર્મસ્રવનાં કારણો છે.
દર્શનમોહનીય પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિ. દર્શનમોહને આત્મબોધ નાશ કરે છે. કેમ કે મિથ્યાબોધ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. (૨) મિથ્યાત્વ, રાગમાં એકાગ્રતા, તે દીર્ધ સંસારનું મૂળ છે. (૩) પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થ બુદ્ધિરૂપ. મિથ્યાબોધ, તે દર્શનમોહનીય છે, તેનો પ્રતિપક્ષ સત્યાત્મ બોધ છે.
દર્શન મોહનીય કર્મમાં કેટલા ભેદ છે ? :ત્રણ છેઃ મિથ્યાત્વ, સમ્યકમિથ્યાત્વ અને સભ્યપ્રકૃતિ
દર્શન મોહનીય કર્મોત્સવના કારણો :કેવળી, શ્વેત, સંધ ધર્મ અને દેવનો અવર્ણવાદ કરવો, તે દર્શન મોહનીય કર્મોસવનાં કારણો છે, અને દર્શનમોહ, તે અનંત સંસારનું કારણ છે.
દર્શન મોહનીયતા ભેદ :સમ્યક્ત્વ મદોહનીય, મિથ્યાત્વ મોહનીય અને સભ્યગ્મિથ્યાત્વ મોહનીય, આ ત્રણ ભેદ દર્શન મોહનીયતા છે.
દર્શન શકિત :ભેદને વિષય નહિ કરતી હોવાથી, દર્શનશકિત અનાકાર ઉપયોગમયી
છે. અને ભેદ-અભેદ સર્વને જાણી લેતું હોવાથી, જ્ઞાન સાકાર છે. અહો ! જ્ઞાનની કોઇ અચિંત્ય અદ્ભૂત લીલા છે.