________________
દર્શન ચેતના જેમાં મહાસત્તાનો (સામાન્યનો) પ્રતિભાસ (નિરાકાર ઝલક) હોય,
તેને દર્શનચેતના કહે છે. (૨) દર્શનચેતનાના ચાર ભેદ છેઃ ચક્ષુદર્શન,
અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળ દર્શન દર્શનચેતનાના ભેદ દર્શનચેતનાના ચાર ભેદ છે : ચક્ષુદર્શન, અચશ્રદર્શન,
અવધિદર્શન અને કેવલદર્શન . તેઓ દર્શન ગુણને અનુસરી વર્તનારા ચૈતન્ય
પરિણામ છે. દર્શનશાન સામાન્ય સ્વરૂપે દર્શન જ્ઞાન સામાન્ય અર્થાત્ ચેતના જેનું સ્વરૂપ છે
એવો. દર્શન-પાન-ચારિત્ર દર્શન-જ્ઞાન-ચારિત્રમાં દર્શનને પહેલું કહેવામાં, કારણ એ છે
કે દર્શન એટલે શ્રદ્ધાની પૂર્ણતા પહેલાં છે, પછી જ્ઞાનની પૂર્ણતા, તેરમા ગુણસ્થાનના પહેલા સમયે થાય છે અને ચારિત્રની પૂર્ણતા તેરમાં ગુણસ્થાનના છેલ્લા, સમયે થાય છે. જેથી પહેલાં દર્શન પછી જ્ઞાન, અને પછી ચારિત્ર, એમ આવે છે. (૨) દર્શન અર્થાત, શુદ્ધ આત્માનું અભેદ પણે અવલોકન, અથવા તેની નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અર્થાત પૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવને પરથી જુદો જાણવો તે અને ચારિત્ર અર્થાતુ, શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેનાથી જ શદ્ધ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજા કોઇ મોક્ષ માર્ગ નથી. (૩) શ્રદ્ધા કરે, તે આત્મા, સ્વ-પરને જાણે, તે આત્મા, અંતરસ્થિરતા રૂપ ચારિત્રગુણ, તે આત્મા – એ ત્રણ ગુણ દરેક સમયે આત્મામાં એક સાથે છે. - અભેદ છે. જેમ પરનો વિશ્વાસ કરે છે, તેમ પુણ્ય-પાપ વિકાર રહિત પોતાનો વિશ્વાસ કરે, તેવો ગુણ આત્માનો છે, સ્વ-પરને જાણનાર પોતાનું જ્ઞાન છે. પુણય-પાપ તથા પરના આશ્રય રહિત આત્મારૂપ એકાગ્રતા તે ચારિત્ર છે. પણ તેથી ત્રણ ગુણો જુદા થઇ જતા નથી. નિશ્ચયથી જુઓ તો બધા ગુણોનો એક સાથે પિંડ જે જ્ઞાયક, છે તેને અભેદપણે જુઓ તો દર્શન નથી, જ્ઞાન નથી, ચારિત્ર નથી, એટલે કે તે ગુણો જુદા જુદા પણે વિદ્યમાન નથી, પણ અનંતગુણો ભેગા છે. ઈંદપાડીને લક્ષ, કરતાં મનના સંબંધ વિકારરૂપ ભેદ પડે છે. તે વિકલ્પના લક્ષ
૪૩૭ વડે, અંદરમાં સ્થિર થવાનું નથી, એટલે કે, અભેદ સ્થિર સ્વરૂપ આત્માનો અનુભવ થતો નથી. જો એક સાથે બધા ગુણના અભેદ પિંડ, અખંડ નિર્મળ દૃષ્ટિથી દેખો તો દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદ વિકલ્પ ઉઠતા નથી. એક સમયમાં, ધ્રુવ સ્વભાવી અનંતગુણ સ્વરૂપ અખંડ પિંડ આત્મા છે, એમ નિશ્ચય સ્વરૂપ અહીં જણાવે છે. આત્મા અખંડ જ્ઞાયક સ્વરૂપ હોવાથી, તેમાં ગુણનો ભેદનો નકાર
આ સાતમી ગાથામાં કર્યો છે. દર્શન-શાનથારિત્ર શ્રાધ્યસિદ્ધિ દર્શન-શુદ્ધ સ્વરૂપનું અવલોકન, જ્ઞાન- શુદ્ધ
સ્વરૂપનું પ્રત્યક્ષ જાણપણું, ચારિત્ર – શુદ્ધ સ્વરૂપનું આચરણ. આવાં કારણો
કરવાથી સાધ્ય-સફળકર્મક્ષયલક્ષણ, મોક્ષની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે. દર્શનના ભેદો નેત્ર ઇન્દ્રિય દ્વારા વસ્તુના સામાન્ય અવલોકનને, ચક્ષુદર્શન, અન્ય
ઇન્દ્રિયો તથા મન દ્વારા વસ્તુના સામાન્ય અવલોકનને, અચક્ષુદર્શન. અવધિ જ્ઞાનની પહેલાં થનાર સામાન્ય અવલોકનને અવધિદર્શન અને કેવળજ્ઞાનની
સાથે થનાર સામાન્ય અવલોકનને કેવલ દર્શન કહે છે. દર્શનમૂહ:સમ્યગ્દર્શન જેનું મૂલ છે તે ધર્મ છે. દર્શનમોહ મિથ્યાત્વ (૨) સ્વચ્છંદ; ઊંધી માન્યતા; મિથ્યાત્વ મોહ; વિભાવ;
શુભ-અશુભ વિકલ્પ આદિ પરભાવને પોતાના માનવા; જ્ઞાન સિવાય કંઈ પણ પોતાનું માનવું તે દર્શનમોહ મિથ્યાત્વ છે. (૩) ચેતનની વિકારી માન્યતા તે પોતાની ભ્રાન્તિ છે, તેનું નામ દર્શનમોહ છે. (૪) જે રૂ૫ પોતે નથી અથવા જે પોતાના નથી તેવાં, દેહ, ઘર આદિ રૂપ પોતાને, કે પોતાનાં માનવાં એટલે વિપરીત માન્યતા, તે દર્શન માહ. (૫) દેહાદિ પર વસ્તુમાં જે આન્મભ્રાંતિ રૂપ મોહ, તે દર્શનમોહ (૬) દર્શન મોહનીય કર્મનો ઉદય થતાં, ઉત્પન્ન થયેલ તે મિથ્યાત્વ- ગૃહીત, અગૃહીત અને સાંશયિક, એમ ત્રણ પ્રકાર નું કહ્યું છે. (૭) અપરિમિત મોહ છે, સમર્યાદિત છે. (૮) દર્શનમોહનીય કર્મનો ઉદય થતાં ઉત્પન્ન થયેલ તે મિથ્યાત્વ ગૃહીત, સંગૃહીત અને સાંસયિક એમ ત્રણ પ્રકારનું છે,