________________
(૭) વ્યવહારદયા-ઉપયોગપૂર્વક-લક્ષપૂર્વક વિધિપૂર્વક યોગ્ય રીતે જેમ ભગવાને
કહી હોય, તે વિધિથી દયા પાળે, મુનિને કહ્યું હોય તેમ મુનિ વર્તે, જેમ કે
પાણી ગાળવાની વિધિ વગેરે, જેમ કહ્યું હોય તેમ કરે, તે વ્યવહારદયા. (૮) નિશ્ચયદયા-સદ્ગુરુએ જે સ્વરૂપ કહ્યું છે અને પ્રગટ કર્યું છે, તે શુદ્ધ સ્વરૂપ જ
સાધવા યોગ્ય છે અને એ જ મારું સ્વરૂપ છે, અર્થાત્ સદગુરુના સ્વરૂપમાં અને મારા સ્વઅપમાં કંઇ ભેદ નથી, એમ વિચારવું તે એકતાભાવ, અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મામાં લીનતા કરવી, તે અભેદ ઉપયોગ,
તે નિશ્ચય દયા. દયાનું ધ્યાન ધરવું, એકાગ્રચિત બનવું, ધ્યાનયોગથી ઉપાસના કરવી. દરી ગુફા દાન :દઃખિત, ભૂખ્યા વગેરે જીવોના ઉપકાર અર્થે ધન, ઔષધિ, આહારાદિક દેવાં
તથા વતી સમ્યગ્દષ્ટિ સુપાત્ર જીવોને ભક્તિપૂર્વક દાન આપવું તે દાન છે. (૨) દાન આપવાના ભાવ તો શુભ છે, પુયબંધનું કારણ છે. રાગ મંદ કરીને આપે તો પુણ્ય છે અને જો વાહ-વાહ કરાવવાના માનાર્થે આપે તો પાપ છે. એનાથી ધર્મ થાય એ વાત તો ત્રણ કાળમાં નથી. દાન આપતાં રાગ મંદ કરે તો પણ હું રાગ કરું છું એમ કર્તાપણું માને તો તે મિથ્યાત્વ છે અને હું પૈસા આપું છું એમ માને તો તે જડનો સ્વામી થાય છે. (૩) પોતાના ત્રિકાળી શુદ્ધ એક ગ્લાયક ભગવાનની દૃષ્ટિ કરવાથી જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે પર્યાયનું પોતાને દાન દેવું તે વાસ્તવિક ધન છે અને તે ધર્મ છે અને તેનો પોતે જ કર્તા છે. (૪) દાન આપવા યોગ્ય વસ્તુઓ કેવી હોવી જોઇએ, તો બતાવે છે :- જે વસ્તુ રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુઃખ અને ભય ઉત્પત્તિનું કારણ નથી. અને જે વસ્તુ તપ અને શાસ્ત્રના સ્વાધ્યાયને વધારનાર છે તેનું જ દાન કરવું જોઇએ. ભાવાર્થ :- જે દ્રવ્યનું દાન આપવાથી, પોતાના કર્મોની નિર્જરા થાય અને પાત્ર જીવનો તપ, સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિ થાય તેવાં દ્રવ્યોનું જ દાન શ્રાવકે આપવું જોઇએ. જેનાથી આળસ વગેરેની વૃદ્ધિ થાય એવાં ગરિષ્ટ ભોજન વગેરેનું દાન આપવું નહિ. આવું ઉત્કૃષ્ટ દાન ચાર પ્રકારનું છે. (૧)
४४० આહારદાન-શરીરની સ્થિરતા માટે આહાર આપવો તે પહેલું દાન છે. (૨) ઔષધદાન - રોગાદિની પીડા દૂર કરવા માટે ઔષધ આપવું તે બીજું દાન છે. (૩) જ્ઞાન દાન - અજ્ઞાનનો નાશ અને જ્ઞાનનો વિકાસ કરવા માટે શાસ્ત્ર વગેરે આપવાં, તે ત્રીજું દાન છે. (૪) અભયદાન - જંગલમાં ઝૂંપડી, વસતિકા, ધર્મશાળા વગેરે બંધાવી આપવી. અંધારાવાળા રસ્તામાં પ્રકાશ આદિ થાય તેવી વ્યવસ્થા કરાવી આપવી, તે ચોથું અભયદાન છે. આ રીતે આત્મકલ્યાણના નિમિત્તે દાન આપવું તે જ ખરું દાન છે. પણ જે વસ્તુઓનું દાન આપવાથતી સંસારના વિષય આદિ અને રાગદ્વેષની વૃદ્ધિ થાય, એવું દાન ન આપવું જોઇએ. જેમ કે -પૃથ્વીનું દાન, હાથી, ધોડા, સોનું ચાંદી સ્ત્રી વગેરેનું દાન કરવું તે જેનાથી રાગદ્વેષની વૃદ્ધિ થાય, તેને જ કુદાન કહે છે. આવું દાન કરવાથી હલકી ગતિના બંધ સિવાય, બીજું કાંઈ થતું નથી, માટે એવું કુદાન ન કરવું જોઇએ. દુઃખિત, ભૂખ્યા વગેરે જીવોના ઉપકાર અર્થે ધન, ઔષધિ, આહારાદિક દેવાં તથા વતી સમ્યગ્દષ્ટિ સુપાત્ર જીવોને ભકિતપૂર્વક દાન આપવું, તે દાન
તૃષ્ણા ધટાડે, તેને દાન કહેવાય. ત્યાગભાવના, તે દાન. ખરેખર જ્યારે આપણો અંતરંગ કષાય જે લોભ છે, તેનો ત્યાગ થાય છે ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે, તેથી લોભ કષાયનો ત્યાગ જ ખરું દાન છે. અને લોભ કષાય ભાવહિંસાનો એક ભેદ છે, તેથી જે સત્પુરૂષ દાન કરે છે, તેઓ જ ખરી રીતે અહિંસાવ્રત પાળે છે. પોતાના પૈસામાંથી દસમો ભાગ દાનમાં કાઢે, તે ઊંચો દાની છે. અને પોતાનામાંથી દસમો ભાગ દાનમાં કાઢે, તે નાનામાં નાનો દાની છે. પદ્મનંદી આચાર્ય.