________________
(૧) ચક્ષુદર્શન - તે પ્રકારના (અર્થાત્ ચક્ષુદર્શનના) આવરણના ક્ષયોપશમથી અને
ચકૃઈન્દ્રિયના અવલંબનથી મૂર્તિ દ્રવ્યને વિકળપણે સામાન્યતઃ અવબોધે છે તે ચક્ષુદર્શન છે. સામાન્યતઃ અવબોધવું દેખવું. (સામાન્ય અવબોધ અર્થાત્ સામાન્ય પ્રતિભાસ તે દર્શન છે.) અચશ્રદર્શન - તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ સિવાય બાકીની ચાર ઈન્દ્રિયો તથા મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને
વિકળપણે સામાન્યતઃ અવબોધે છે તે અચક્ષુદર્શન છે. (૩) અવધિદર્શન - તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત દ્રવ્યને વિકળપણે
સામાન્યતઃ અવબોધે છે તે અવધિદર્શન છે. (૪) કેવળદર્શન - સમસ્ત આવરણના અત્યંત ક્ષય, કેવળ જ (આત્મા એકલો જ)
મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સકળપણે સામાન્યતઃ અવબોધે છે તે સ્વાભાવિક કેવળદર્શન છે. આ પ્રમાણે દર્શન ઉપયોગના ભેદોના સ્વરૂપનું કથન છે.
સકળપણે=સંપૂર્ણપણે. દર્શનચેતના જેમાં પદાર્થોના ભેદરહિત સામાન્ય પ્રતિભાસ (અવલોકન) હોય તેને
દર્શનચેતના કહે છે, જેમકે જ્ઞાનનો ઉપયોગ ઘડા તરફ હતો ત્યાંથી છૂટી બીજા પદાર્થો સંબંધી જ્ઞાનોપયોગ શરૂ થાય તે પહેલાં જે ચૈતન્યનો સામાન્ય
પ્રતિભાસરૂપ વ્યાપાર થાય તે દર્શનોપયોગ છે. દર્શન પ્રોહનીય ૫રમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાથને વિષે પરમાર્થ
બુદ્ધિ રૂ૫. દર્શનમોહનીય છે. તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. દર્શનાથાર :અહો નિઃશક્તિત્વ, નિઃકાંક્ષિતત્વ, નિર્વિચિકિત્સત્વ, નિર્મૂઢ દષ્ટિત્વ,
ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના-સ્વરૂપ દર્શનાચાર ! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તને
અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્મા ઉપલબ્ધ કરું. દર્શન ઉપયોગ કોઈપણ પદાર્થને જાણવાની યોગ્યતા (લબ્ધિ) થતાં તે પદાર્થ તરફ
સન્મુખતા, પ્રવૃત્તિ અથવા બીજા પદાર્થો તરફથી હટીને વિવક્ષિત પદાર્થ તરફ
૪૩૪ ઉત્સુકતા પ્રગટ થાય છે તે દર્શન છે. તે ઉત્સુકતા ચેતનામાં જ થાય છે. વિવક્ષિત પદાર્થને થોડો પણ જાણવામાં આવતો નથી ત્યાં સુધીના ચેતનાના વ્યાપારને દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. દષ્ટાંતઃ- એક માણસનો ઉપયોગ ભોજન કરવામાં લાગી રહ્યો છે અને તેને એકદમ ઈચછા થઈ કે બહાર મને કોઈ બોલાવતું તો નથી ને ? હું તે જાણી લઉં; અથવા કોઈનો અવાજ કાનમાં પડવાથી તેનો ઉપયોગ ભોજન તરફથી હઠીને શબ્દ તરફ લાગી જાય છે. આમાં ચેતનાના ઉપયોગનું ભોજનથી ખસવું અને શબ્દ તરફનું લાગવું થયું પણ જ્યાં સુધી શબ્દ તરફનું કાંઈ પણ જ્ઞાન ન થાય ત્યાં સુધીનો વ્યાપાર તે દર્શન ઉપયોગ છે. પૂર્વના વિષયથી હઠવું અને પછીના વિષય તરફ ઉત્સુક થવું તે જ્ઞાનનો પર્યાય નથી તેથી તે ચેતનાપર્યાયને દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. આત્માના ઉપયોગનું પદાર્થ તરફ ઝૂકવું તે દર્શન છે. (૨) દર્શન ઉપયોગના ચાર ભેદો છે : ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન નેત્ર ઇન્દ્રિયદ્વારા, વસ્તુના સામાન્ય અવલોકનને ચક્ષુદર્શન અન્ય ઇન્દ્રિયો દ્વારા તથા મનદ્વારા વસ્તુના સામાન્ય અવલોકનને અચશ્રદર્શન, અવધિજ્ઞાનની પહેલાં થનાર સામાન્ય અવલોકનને, અવધિદર્શન અને કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય અવલોકનને, કેવળદર્શન કહે છે. દર્શનનું લક્ષણ, વસ્તુ સામાન્યવેદન આપ્યું છે, જેને આકારાદિ-વિષયક કોઇ વિશેષ, પૃથક અને ભેદકલ્પના વિના, વસ્તુના સામાન્ય રૂપનો ગ્રાહક સમજવો જોઇએ. તેથી જ દર્શનને, નિરાકાર અને જ્ઞાનને, સાકાર બતાવેલ છે. (૩) દર્શન ઉપયોગના બે ભેદ છે, સ્વભાવ દર્શનોપયોગ અને વિભાવ દર્શનોપયોગ. સ્વભાવદર્શનોપયોગ પણ બે પ્રકારનો છે. કારણ સ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવદર્શનોપયોગ. (૪) દર્શન ઉપયોગના ચાર ભેદ છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન (૫) દર્શન ઉપયોગ સામાન્ય છે અને જ્ઞાન ઉપયોગ વિશેષ છે. સામાન્ય એટલે, ભેદ પાડ્યા વગર જ્ઞાન થયા પહેલાં, પર વિષયથી ખાલી, એકલો આત્મ વ્યાપાર, તે દર્શન ઉપયોગ અને દરેક વસ્તુને ભિન્ન ભિન્ન પણે રાગના વિકલ્પ વગર જાણવું, તે જ્ઞાન