________________
પ્રસિદ્ધ છે. બૌદ્ધ અને જૈન સિવાયનાં ત્રણ દર્શની વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે, માટે વેદાશ્રિત દર્શન છે. બૌદ્ધ અને જૈન વેદાશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે. આત્માદિ પદાર્થને નહીં સ્વકારવાનું, એવું ચાર્વાક નામે છઠું દર્શન છે. જૈનદર્શનમાં સહજ પ્રકારઃતરથી બે ભેદ છેઃ દિગંબર અને શ્વેતાબંર. આ છે દર્શનોની વિચારરેણીમાં મુખ્ય ભેદ શું છે ? = બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વ મિમાંસાને અભિપ્રાય, સૃષ્ટિકર્તા એવો કોઇ ઇશ્વર નથી. નૈયાયિકોને અભિપ્રાય, તટસ્થપણે ઇશ્વર કર્તા છે. વેદાંતને અભિપ્રાય, આત્મને વિષે જગત વિવર્તરૂપ એટલે, કલ્પિત પણે ભાસે છે. અને તે રીતે ઇશ્વર કલ્પિતપણે, સ્વીકાર્યો છે. યોગને અભિપ્રાયે નિર્યતાપણે ઇશ્વર પુરુષ વિશેષ છે. વેદાંતવાળા બ્રહ્મમાં સમાઇ જવારૂપ, મુકિત માને છે, તેથી ત્યાં પોતાને પોતાનો અનુભવ રહેતો નથી. પૂર્વ મિમાંસક, દેવલોક માને છે, ફરી જન્મ, અવતાર થાય, એવો મોક્ષ માને છે. બૌદ્ધને અભિપ્રાયે સર્વ વ્યાપક, એવા અસંખ્યા જીવ છે. ઇશ્વર પણ સર્વ વ્યાપક છે, આત્માદિને, મનના સાંનિધ્યથી જ્ઞાન ઊપજે છે. સાંખ્યને અભિપ્રાય, સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે, તે નિત્ય, અપરિણામી અને ચિત્માત્ર સ્વરૂપ છે. જૈનને અભિપ્રાય, અનંત દ્રવ્યઆત્મા છે, પ્રત્યેક જુદા છે, જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય અને પરિણામી, પ્રત્યેક આત્મા અસંખ્યાત પ્રદેશી, સ્વશરીરવગાહર્તા માન્યો છે. પૂર્વ મિમાંસાને અભિપ્રાય, જીવ અસંખ્યા છે, ચેતન છે. ઉત્તર મિમાંસાને અભિપ્રાય, એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય, ત્રિકાળાબાધ્ય છે. સાંખ્ય, પતંજલિ, વેદાંત કહે છે કે, બુદ્ધિ જડ છે. જિન કહે છે કે, બુદ્ધિ ચેતન છે. બૌદ્ધ ક્ષણિકવાદી, પર્યાયરૂપે “સત્' છે. વેદાંત સનાતન દ્રવ્યરૂપે “સતુ' છે. ચાર્વાક નિરશ્વરવાદી, જ્યાં સુધી આત્માની પ્રતીતી થઇ નથી ત્યાં સુધી, તેને ઓળખવા રૂપે “સ” છે. સર્વ દર્શનની શિક્ષા કરતાં, જિનની કહેલી બંધ-મોક્ષ સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી બીજાં દર્શનની પ્રતિભાસતી નથી. અને જે અવિકળ શિક્ષા, તે જ પ્રમાણસિદ્ધ છે. (૨૯) (*) મોક્ષમાર્ગ સંબંધી કથન કરતાં સમ્યગ્દર્શન શબ્દ કહ્યો છે. ત્યાં દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા છે. (૯)
૪૩૩ ઉપયોગના વર્ણનમાં દર્શના શબ્દનો અર્થ, વસ્તુનું સામાન્ય ગ્રહણ માત્ર છે. અને (૯) ઇન્દ્રિયના વર્ણનમાં દર્શન શબ્દનો અર્થ નેત્ર વડે દેખવાનો થાય છે. (૨૫) આત્માના ઉપયોગનું પદાર્થ તરફ ઝૂકવું તે દર્શન. (૨૬) નિરાકારનિર્વિકલ્પ છે. (૨૭) કોઇપણ પદાર્થ જાણવા પહેલાં, સામાન્ય વલણરૂપ નિર્વિકલ્પ અંતરવ્યાપાર, તે દર્શન (દષ્ટીગુણ) છે. (૨૮) નિજ શુદ્ધાત્મ સ્વરૂપ, એ જ ઉપાદેય છે. એવી જે રુચિ, તે સમ્યક દર્શન છે, તે પણ આત્મા છે. (૨૯) સામાન્યપણે વસ્તુને જાણે, તે દર્શન (૩૦) હું પરિપૂર્ણ છું, એવી શ્રદ્ધા (૩૧) શ્રદ્ધા, દેવગુરુ ધર્મની શ્રદ્ધા-ગુરુ પર શ્રદ્ધા હોવાથી, તેમની આજ્ઞા માન્ય થાય. આત્માની શ્રદ્ધા દૃઢ કરી લેવી. છ પદ વિચારી દૃઢ શ્રદ્ધા કરવી. નવતત્ત્વ સમજવાં. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા દઢ તેટલા પ્રમાણમાં વીર્ય સ્ફરે છે. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધ”. રુચિ હોય તેટલું ફુરે અને તેટલા પ્રમાણમાં ચારિત્ર અથવા આત્મામાં સ્થિરતા કરી શકે. (૩૨) સગ્દર્શન, જીવાજીવાદિ પદાર્થોનું સ્વરૂપ જેમ ભગવાને કહ્યું છે, તેમ શ્રદ્ધા
અને આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરે, તેથી કર્મ આવતાં રોકાય. દર્શન દર્શન કયારે ઉત્પન થાય છે ? :છદ્મસ્થ જીવોને જ્ઞાન પહેલાં, અને
કેવળજ્ઞાનીઓને જ્ઞાનની સાથે સાથે જ, દર્શન (ઉપયોગી થાય છે. દર્શન અને શાન :જ્ઞાન-દર્શનના કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. એ
આત્માના ગુણો છે. દર્શન ઉપયોગ દર્શનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન:(૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન-એ પ્રમાણે દર્શનોપયોગના ભેદોનાં નામનું કથન છે. હવે તેમના સ્વરૂપનું કથન કરવામાં આવે છે:- આત્મા ખરેખર અનંત, સર્વ
આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ દર્શન સામાન્ય સ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર અનાદિ દર્શનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો,