________________
દર્શન અને જ્ઞાનની વહેંચણી કરવામાં આવી છે. જ્ઞાન દર્શનના કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણો છે. રૂપિયાના બે અર્ધા તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે. તીર્થકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગંબરમત પ્રમાણે છે. શ્વેતામ્બરમત પ્રમાણે નથી. બારમાં ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે, અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જો એક સમયે ન થતું હોય તો એકબીજી પ્રકૃતિએ ખમવું જોઈએ. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપયોગ ન હોય; પણ દિગંબરની તેથી જુદી માન્યતા છે. (૪) જગતના કોઈપણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું, નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝબકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો. એ દર્શન વિકલ્પ થાય ત્યાં જ્ઞાન થાય. દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢપણે અવહરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ ગઈ, અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય. (૫) આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. (૬) ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું અવલોકન; એમાં શ્રદ્ધા અને દેખવું બન્ને ભાવ આવ્યા. (૭) સામાન્યપણે અર્થગ્રાહક શક્તિનું નામ દશસ્ત્ર છે. પ્રતીતિ-સ્વભાવ તે દર્શન (2) શ્રદ્ધા; આસ જ છે-અન્યથા નથી એવો પ્રતીતિ ભાવ. (૯) શ્રદ્ધાન. (૧૦) દર્શન શબ્દના અનેક અર્થ થાય છે -(૯) સમ્યગ્દર્શન શબ્દમાં દર્શનનો અર્થ શ્રદ્ધા છે. (૯) ઉપયોગના વર્ણનમાં દર્શન શબ્દનો અર્થવસ્તુનું સામાન્ય ગ્રહણ માત્ર છે. અને (૯) ઈન્દ્રિયના વર્ણનમાં દર્શન શબ્દનો અર્થ નેત્ર વડે દેખવા માત્ર છે. (૧૧) શુદ્ધ આત્માનું અવલોકન, શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણવું, શ્રદ્ધા અને દેખવું, એ બન્ને ભાવ આવ્યા. (૧૨) ભાવોનું સામાન્ય સ્વરૂપ જે ઉપયોગ ગ્રહણ કરી શકે, તે દર્શન એમ આગમમાં કહયું છે. દર્શન શબ્દ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે. પ્રાર્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કેવળીભગવાનને, બન્ને સાથે થાય છે. (૧૩)ચક્ષુદર્શન, અચક્ષુદર્શન,
૪૩૨ અવધિદર્શન અને કેવલદર્શન, એમ દર્શન ઉપયોગના ચાર ભેદ છે. આંખોથી જોવું-દેખવું, તે ચક્ષુ દર્શન છે અને મનથી દેખવું, તે અચક્ષુ દર્શન છે. આ ચારે દર્શનોમાંથી માનસ, અચક્ષુદર્શન આત્મગ્રાહક છે. અને તે આત્મ દર્શન, મિથ્યાત્વ આદિ સાતપ્રકૃતિઓનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થવાથી થાય છે.
આ સમ્યગ્દષ્ટિનું દર્શન, તત્ત્વાર્થ શ્રદ્ધાન પૂર્વક હોવાથી મોક્ષનું કારણ છે. મિથ્યાદષ્ટિઓને આત્મદર્શન થતું નથી. તેમને મોહનીય કર્મને લીધે, આત્મશ્રદ્ધા થતી નથી. તેઓ ઇન્દ્રિયો વડે સ્કૂલ પદાર્થોને જાણે-દેખે, છે તે સમ્યગ્દર્શન નથી. તેથી બાહ્ય દર્શન, મોક્ષનું કારણ નથી. (૧૪) દર્શનના ચાર પ્રકાર છે. ચાર દર્શનોમાં કેવલ દર્શન, શુદ્ધ સંપૂર્ણ તથા અખંડ છે અને ચક્ષુ આદિ ત્રણ દર્શન અસપૂર્ણ તથા અશુદ્ધ છે. (૧૫) દર્શનનું કાર્ય સામાન્ય પ્રતિભાસ છે. (૧૬) શાસ્ત્રમાં એક જ શબ્દનો કોઇ ઠેકાણે તો કોઇ અર્થ થાય છે, તથા કોઇ ઠેકાણે કોઇ અર્થ થાય છે, (૧૭) શુદ્ધ સ્વભાવનું અવલોકન (૧૮) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને, શુદ્ધ અંતઃતત્ત્વના વિલાસનું જન્મભૂમિ સ્થાન, જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન, તે જ દર્શન છે. (૧૯) દેખવું, સામાન્યપણે અવલોકવું, સામાન્ય પ્રતિભાસ થવો. (૨૦) દષ્ટિ, (દર્શન અથવા દષ્ટિના બે અર્થ છે.) (*) સામાન્ય પ્રતિભાસ (૯) શ્રદ્ધા. જ્યાં જે અર્થ ધટતો હોય ત્યાં તે અર્થ સમજવો. ઇન્ને અર્થ ગર્ભિત હોય ત્યાં, બન્ને સમજવા. (૨૧) કોઇપણ પદાર્થ જાણવા પહેલાં, સામાન્ય વલણરૂપ નિર્વિકલ્ય અંતર વ્યાપાર, તે દર્શન (દ્રષ્ટાગુણ) છે. જે પછી વિશેષ જાણવાનું કાર્ય, તે જ્ઞાન- વ્યાપાર છે. (૨૨) શુદ્ધ સ્વભાવનું અવલોકન (૨૩) આત્મા ની યથાતથ્ય પ્રતીતિ તે. (૨૪) દર્શન છ પ્રકારનાં છે. () બૌદ્ધ (૯) નૈયાયિક, (૯) સાંખ્ય, (૯) જૈન, (૯) મિમાંસા અને (*) ચાર્વાક. તેમાં પહેલાં પાંચ આસ્તિકદર્શનો છે, એટલે કે તે બંધ-મોક્ષાદિ ભાવને સ્વીકારનારાં દર્શનો છે. સાંખ્ય જેવો જ યોગનો અભિપ્રાય છે, સહેજ ભેદ છે. મિમાંસા દર્શનના બે ભેદ છે. પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા. પૂર્વ મિમાંસાનું ‘જેમિની” એન ઉત્તર મિમાંસાનું ‘વેદાંત', એમ નામ પણ