________________
અશભુભાવ (પાપ) થાય છે, જ્યારે સ્વાવલંબી થાય છે, ત્યારે શુદ્ધ ભાવ થાય છે. અજીવ :- જેમાં ચેતના-જાણપણું નથી, તેવાં દ્રવ્યો પાંચ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે ચાર અરૂપી છે તે પુદ્ગલ રૂપી વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ સહિત છે. અજીવ વસ્તુઓ આત્મથી જુદી છે, તેમજ અનંત આત્માઓ પણ એક બીજાથી સ્વતંત્ર, જુદા છે. ૫ર સંયોગ રહિત એકલું તત્ત્વ હોય, તેમાં પુણ્ય-પાપની શુભાશુભ વિકારી લાગણી થાય છે. જીવ જયારે રાગાદિ કરે, ત્યારે જડ કર્મની ઝીણી ધૂળ, જે ક્ષણિક સંયોગ સંબંધ છે, તે
નિમિત્ત થાય છે. (૩) પુણ્ય :- દયા, ધન, ભકિત, પૂજા, વ્રત વગેરેના ભાવ જીવને થાય, તે
અરૂપી વિકારી ભાવ છે. તે ભાવ પુણ્ય છે, અને તેના નિમિત્તે, જડ પરમાણુઓનો જથ્થો સ્વયં (પોતાના કારણે-પોતાથી) એક
ક્ષેત્રાવગાહ સંબંધે, જીવની સાથે બંધાય છે. તે દ્રવ્યપુણ્ય છે. (૪) પાપ :- હિંસા, અસત્ય, ચોરી, અવ્રત પરિગ્રહ વગેરેનો અશુભ ભાવ,
તે ભાવ પાપ છે. અને તેના નિમિત્તે જડની શક્તિથી પરમાણુઓનો જથ્થો, સ્વયં બંધાય તે દ્રવ્ય પાપ છે. પરમાર્થે પુણ્ય-પાપ મારું સ્વરૂપ નથી. આત્મામાં પર સંબંધે વિકાર
થાય છે, તે મારાં નથી. (૫) આસ્રવ :- વિકારી શુભાશુભ ભાવ૫ણે અરૂપી અવસ્થા જીવમાં થાય,
તે ભાવ આઅવે છે. અને નવાં કર્મ રજકણોનું આવવું (આત્મ સાથે
એક ક્ષેત્રે રહેવું), તે દ્રવ્ય આશ્રવ છે. (૬) સંવર :- પુણય-પાપના વિકારી ભાવ (આસ્રવ)ને, આત્માના શુદ્ધ
ભાવ દ્વારા રોકવા, તે ભાવસંવર છે.અને તે અનુસાર નવાં કર્મ બંધાતાં અટકે, તે દ્રવ્ય સંવર છે. નિર્જરા :- અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના લક્ષના જોરે, સ્વરૂપ સ્થિરતાની વૃદ્ધિ વડે, અશુદ્ધ (શુભાશુભ) અવસ્થાનો અંશે નાશ
૪૧૬ કરવો, તે ભાવ નિર્જરા છે. અને તેનું નિમિત્ત પામીને જડ કર્મનું અંશે
ખરી જવું, તે દ્રવ્ય નિર્જરા છે. (૮) બંધ :- આત્માનું રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવમાં અટકી જવું, તે
ભાવબંધ છે. અને તેના નિમિત્તે પુલનું તેની શકિતથી કર્મરૂપ
બંધાવું, તે દ્રવ્યબંધ છે. (૯) મોક્ષ :- અશુદ્ધ- અવસ્થાનો સર્વથા નાશ થઇ, પૂર્ણ નિર્મળ પવિત્ર
દશાનું પ્રગટ થવું, તે ભાવ મોક્ષ છે. અને નિમિત્તકારણ દ્રવ્યકર્મનો સર્વથા નાશ (અભાવ), તે દ્રવ્ય મોક્ષ છે. આ પ્રમાણે જેવું નવ તત્ત્વનું સ્વરૂપ છે, તેવું શુભભાવથી વિચારે છે, તે શુદ્ધનું લક્ષ હોય, તો વ્યવહાર સમકિત છે. વ્રતાદિના શુભભાવને સંવર-નિર્જરામાં ગણે, તો આસ્રવતત્ત્વની શ્રદ્ધામાં ભૂલ આવે. વ્યવહાર શ્રદ્ધામાં કોઇ પડખે ભૂલ ન આવે. એમ નવ ભેદમાંથી શુદ્ધનય વડે, એકરૂપ અખંડ જ્ઞાયક સ્વભાવી આત્મને તારવી લેવો, તે પરમાર્થ-શ્રદ્ધા-સમ્યગ્દર્શન છે. ધર્મના નામે લોકોમાં પોતાનું માનેલું સમકિત બીજાને કહે છે- આપે છે. પણ તેવું સમકિત હોઇ શકે નહિ. કારણકે કોઇનો ગુણ તથા ગુણની અવસ્થા, કોઇ બીજાને આપી
શકાતી નથી. તત્ત્વોનાં નામ :(૧) જીવ, (૨) અજીવ, (૩) આસ્રવ, (૪) બંધ, (૫) સંવર, (૬)
નિર્જર, અને (૭) મોક્ષ. એ સાત તત્ત્વો છે. (૧) જીવ :- જીવ એટલે આત્મા, તે સદાય જાણનારો, પરથી જુદો ને ત્રિકાળ
ટકનારો છે. જ્યારે તે પરિનિમિત્તના શુભ અવલંબનમાં જોડાય છે, ત્યારે તેને શુભભાવ (પુણ્ય) થાય છે. અશુભ અવલંબનમાં જોડાય છે, ત્યારે અશુભ ભાવ (પાપ) થાય છે, અને જ્યારે સ્વાલંબી થાય, ત્યારે શુદ્ધભાવ (ધર્મ) થાય છે. અજીવ :- જેમાં ચેતના-જાણપણું નથી, તેવાં પાંચ દ્રવ્યો છે. જેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે ચાર અરૂપી છે. અને પુદ્ગલ રૂપી-સ્પર્શ, રસ, ગંધ વર્ણ સહિત છે.
(૨)
ભાવ |