________________
તીર્થકરનું શરીર જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. દેવોને ઇન્દ્રોના શરીર
કરતાં પણ તીર્થંકરદેવના શરીરમાં રૂપ અને કાંતિ ઉત્કૃષ્ટ સુંદર કાયમ હોય છે. બીજા માણસને જુવાન અવસ્થામાં અમુક રૂપ હોય, તે પછી વૃદ્ધાવસ્થામાં બદલાઇ જાય, પણ જિનેન્દ્ર દેવના શરીરની સુંદરતા છેવટ સુધી એવી ને એવી જયવંત રહે છે. જિનેન્દ્રનૉ સર્વ અવયવો હંમેશાં અવિકાર એટલે, સદાને માટે નિર્વિકાર હોય છે. ભગવાનના સર્વ અંગો-અવયવો સુસ્થિત હોય છે. અંગોમાં કયાંય દૂષણ ન હોય, ને જે ઠેકાણે જેમ જોઇએ તેમ સુંદર અંગો ગોઠવાયેલા હોય. ભગવાનને જન્મથી જ અપૂર્વ લાવણ્યતા હોય છે કે જે લાવણ્યતા જોઇને ઇન્દ્રો પણ વિસ્મય પામે છે. અપૂર્ણ લાવતા સ્વાભાવિક હોય છે, કૃત્રિમ ન હોય, ભગવાનની લાવણ્યતા ચતુરાઇ ને એવી અપૂર્વ હોય છે કે જે દેખીને ઇન્દ્રો પણ થંભી જાય છે. જિનેન્દ્રદેવ બાળક હોય, ત્યારથી તેમની બોલણી એવી મીઠી ને મધુરી હોય છે કે બધાને પ્રિય થઇ પડે છે. જીર્થંકરદેવનું શરીર વગર દાગીને સુશોભિત રહે છે. શરીરને રૂપવાન દેખાડવા માટે કાંઇ પટાપટી કે કૃત્રિમતા કરવી પડતી નથી. ત્રિલોકનાથ તીર્થંકરદેવનું શરીર નાની વયમાંથી જ સમુદ્રની જેમ સહજ ગંભીર હોય, તીર્થંકરદેવનું શરીર સમુદ્રની જેમ અક્ષોભ હોય છે, કંઇ નવીન જાણવાનું આવે તો કુતૂહલતા, વિસ્મયતા, હાસ્ય, આશ્રચર્યતા ઇશ્નરે તેમના શરીરમાં દેખાય નહિં. ત્રિલોકનાથ તીર્થંકરદેવનું શરીર નાનું છતાં અતિ ગંભીર હોય છે, જાણે કે બધો અનુભવ કરી, કૃહત્ય કેમ થઇ ગયા હોય ! જેમ દરિયો માઝા ન મૂકે તેમ ભગવાનનું શરીર બાળક દશામાં પણ ગંભીર હોય છે- અક્ષોભ હોય છે. ઈરીરમાં કોઇ જાતની વિસ્મયતા નહિ, કુતૂહલ નહિ, આશ્ચર્ય નહિ, ચંચળતા નહિ, કૃત્રિમતા નહિ, તેવું ગંભીર હોય છે. બીજાને તો કાંઇક નવીન જાણવાનું કે જોવાનું હોય ત્યાં તો કુતૂહલતા થઇ જાય ને કોઇનો તાર કે કાગળ આવે ત્યાં તો ક્ષોભ પામી જાય, આકુળવ્યાકુળ થઇ જાય, પણ ભગવાનનું શરીર તો ઠેઠ સુધી, તેવું ને તેવું અક્ષોભ રહે.
૪૨૩ આ બધા શરીરના પુણ્યના વર્ણનથી એમ સમજવાનું નથી, કે તે પુણ્ય આદરણીય છે પણ ઉત્કૃષ્ટ શુભભાવથી તેવું પુણ્ય બંધાય છે, તેમ અહીં કહેવું છે. આ શરીરનું રૂપ તે આત્માનું રૂપ નથી પણ તે પુદ્ગલની અવસ્થા છે. ત્રિલોકનાથ તીર્થંકરદેવ પૂર્વ ભવમાં જ્યારે પવિત્ર દશામાં આગળ વધતા
હોય, ત્યારે અલૌચહક શુભભાવ ઓવતાં, આવાં અલૌચહક પુણ્ય બંધાય છે તીર્થકો :આ ભરતક્ષેત્રમાં વર્તમાન ધર્મતીર્થના ૨૪ તીર્થકર નાયક થયા. (૧) શ્રી
વૃષભ, (૨) અજિત, (૩) સંભવ, (૪) અભિનંદન, (૫) સુમતિ, (૬) પદ્મપ્રભ, (૭) સુપાર્શ્વ, (૮) ચંદ્રપ્રભ, (૯) પુષ્પદંત, (૧૦) શીતલ, (૧૧) શ્રેયાંસ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) વિમલ, (૧૪) અનંત, (૧૫) ધર્મ, (૧૬) શાંતિ, (૧૭) કુંથુ, (૧૮) અર, (૧૯) મલ્લિ, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિ, (૨૨) નેમિ, (૨૩) પાર્શ્વ અને (૨૪) વર્ધમાન. એ નામના ધારક ચોવીસ તીર્થકર ભરતક્ષેત્રમાં વર્તમાન ધર્મતીર્થના નાયક થયા. ગર્ભ-જન્મ-તપ-જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકો વિશે ઈન્દ્રાદિક દેવો દ્વારા વિશેષ પૂજ્ય થઈ હાલ સિદ્ધ લય વિરાજમાન છે. વળી (૧) શ્રી સીમંધર, (૨) યુગમંધર, (૩) બાહ, (૪) સુબાહુ, (૫) સંજાતક, (૬) સ્વયંપ્રભ, (૭) વૃષભાનન, (૮) અનંતવીર્ય, (૯) સૂરપ્રભ, (૧૦) વિશાલકીર્તિ, (૧૧) વજધર, (૧૨) ચંદ્રાનન, (૧૩) ચંદ્રબાહુ, (૧૪) ભુજંગમ, (૧૫) ઈશ્વર, (૧૬) નેમપ્રભ, (૧૭) વીરસેન, (૧૮) મહાભદ્ર, (૧૯) દેવયશ અને (૨૦) અજિતવીર્ય એ નામના ધારક પાંચ
મેરૂસંબંધી વિદેહક્ષેત્રમાં વીસ તીર્થંકર હાલ કેવળજ્ઞાન સહિત વિરાજમાન છે. તીર્થપ્રવર્તના તીર્થ માર્ગ (અર્થાત મોણ માગી, પ્રવર્તના ઉપાય (અર્થાત્ મોક્ષનો
ઉપાય) ઉપદેશ; શાસન. તીર્થકળ પોતાના સ્વરૂપને પામવું તે તીર્થકળ છે; પાર થવું તે વ્યવહારધર્મનું ફળ
છે. આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નયોને ન છોડો; કારણકે વ્યવહારનય વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચય વિના તત્ત્વ