________________
ત્રણ ગુપ્તિ :શરીરને સારી રીતે શાસ્ત્રોક વિધિથી વશ કરવું, તથા વચનનું સારી રીતે અવરોધન કરવું અને મનનો સમ્યક્ષણે નિરોધ કરવો- આ રીતે ત્રણ ગુપ્તિઓને જાણવી જોઇએ.
ગુપ્તિ નામ ગોપવાનું અથવા છુપાવવાનું છે,જેમ કે મનની ક્રિયા રોકવી એટલે કે મનની ચંચળતા રોકી, એકાગ્રતા કરી લેવી, તે મનગુપ્તિ છે તથા વચનને ન બોલવાં, વચનને વશમાં રાખવાં તે વચનગુપ્તિ છે અને શરીરની ક્રિયા રોકવી અર્થાત્ સ્થિર થઇ જવું, તે કાયગુપ્તિ છે. આ ત્રણ ગુપ્તિઓમાંથી મનોગુપ્તિનું પાલન જ ઘણું કઠિન છે. જે મુનિને મનગુપ્તિ હોય છે, તેમને અવધિજ્ઞાન અવશ્ય નિયમથી હોય છે. જ્યારે ત્રણે ગુપ્તિ થઇ જાય છે ત્યારે આત્મધ્યાન હોય છે.
ત્રણ ગુણવ્રત જે પાંચ અણુવ્રતોનું મૂલ્ય ગુણન કરે, વધારે તેને ગુણવ્રત કહે છે. જેમ ૪ ને ૪ ગુણા કરવાથી ૧૬ થાય અને ૧૬ ને ૧૬ ગુણવાથી ૨૫૬ થાય છે.
(૧) દિગ્વિરતિ=જન્મપર્યંત સુધી જે લૌકિક પ્રયોજન માટે દદિશાઓમાં જવાનો કે વ્યાપારાદિ કરવાનો નિયમ કરવો અને તેથી અધિકમાં જવાની અને વેપાર કરવાની લાલસાનો ત્યાગ કરવો દિગ્વિરતિ છે. એથી ફળ એ થાય છે કે શ્રાવક નિયમ કરેલા ક્ષેત્રની અંદર જ આરંભ કરી શકે તેની બહાર આરંભી હિંસા પણ ન કરે.
(૨) દેશવિરતિ=જન્મપર્યંત માટે જે પ્રમાણ કર્યું હોય તેથી થોડી હદમાં ઘટાડીને એક દિવસ, બે દિવસ કે એક અઠવાડિયા માટે જવાનો વ્યવહાર કરવાનો નિયમ કરવો તે દેશવિરિત છે. તેથી એટલો અધિક લાભ થાય છે કે નિયમિત કાળ સુધી નિયમિત ક્ષેત્રમાં જ તે આરંભ કરી શકે છે, તેથી બહાર આરંભી હિંસાથી બચે છે.
(૩) અનર્થ દંડ વિરમણ-નિયમિત ક્ષેત્રમાં પણ પ્રયોજનભૂત કાર્ય સિવાય વ્યર્થ આરંભ કરવાનો ત્યાગ તે અનર્થ દંડ વિરતિ છે. તેના પાંચ ભેદ છે :- (૧) પાપોયદેશ - બીજાને પાપ કરવાનો ઉપદેશ આપવો,(૨) હિંસાદાન - હિંસાકારી વસ્તુઓ બીજા માગે તેને આપવી, (૩) પ્રમાદચર્યા - પ્રમાદ કે
૪૫
આળસથી નકામો વસ્તુઓનો નાશ કરવો, જેમકે નકામાં ઝાડનાં પાંદડાં તોડવાં, (૪) દુઃશ્રુતિ - રાગદ્વેષ વધારનારી વિષય ભોગોમાં ફસાવનારી ખોટી કથાઓ વાંચવી કે સાંભળવી. (૫) અપધ્યાન - બીજાનું અહિત કરવાના વિચાર કરીને હિંસક પરિણામ રાખવાં, નિરર્થક પાપોના ત્યાગથી અને સાર્થક કામ કરવાથી અણુવ્રતોનું મૂલ્ય વિશેષ વધી જાય છે.
ત્રણ ચોકડી :પાંચ વિષય, પાંચ પ્રમાદ અને ચાર કષાય (ક્રોધ,માન, માયા અને લોભ) એમ મળીને, ત્રણ ચોકડી કહેવાય છે.
ત્રણ તત્ત્વ :સદેવ, સદ્ધર્મ અને સત્ ગુરુ ત્રણ પ્રકારના વિષમ પ્રવાહો :
(૧) શુષ્કક્રિયા પધાનપણું
(૨) બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવી.
(૩) સ્વમતિ કલ્પનાએ અઘ્યાત્મ ગ્રંથો વાંચી, કથન માત્ર, અધ્યાત્મ પામી મોક્ષમાર્ગ કલ્પ્યો છે.
ત્રણે પ્રકારના સમયને દ્રવ્ય-ગુણ-પર્યાયમય નિજ આત્માને.
ત્રણ ભુવન :અધોલોક, મઘ્યલોક, અને ઊર્ધ્વલોક, નરલોક, મનુષ્યલોક અને દેવલોક આ ત્રણ ભુવન છે.
ત્રણ મૂઢતા કુગુરૂ-સેવા, કુદેવ-સેવા અને કુધર્મ-સેવા, એ ત્રણ સમ્યક્ત્વના મૂઢતા નામના દોષ છે.
ત્રણ મનોરથ :(૧) આરંભ પરિગ્રહને ત્યાગવા, (૨) પંચ મહાવ્રતને ધારણ કરવાં, (૩) મરણકાળે આલોચના કરી સમાધિમરણની પ્રાપ્તિ ત્રણ રત્ન ઃસમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર
ત્રણ લોક :ઊર્ધ્વ-અધો-મધ્ય ત્રણ લોકના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળા ભાવો-કે
જેઓ ત્રણ લોકના વિશેષ સ્વરૂપ છે તેઓ-ભવતા થકા (પરિણમતા થકા) તેમનાં મૂળ પદાર્થોનું ગુણપર્યાયયુક્ત અસ્તિત્વ સિદ્ધ કરે છે. (ત્રણ લોકના ભાવો સદાય કચિત્ સદશ રહે છે અને કચિત્ પલટાયા કરે છે તે એમ સિદ્ધ કરે છે કે ત્રણ લોકના મૂળ પદાર્થો કચિત્ સદશ રહે છે અને કથચત્ પલટાયા કરે છે અર્થાત્ તે મૂળ પદાર્થોને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળું અથવા