________________
(૩) જેમ અન્ય મિથ્યાદષ્ટિ, નિર્ધાર વિના (નિર્ણય વગર) પર્યાય બુદ્ધિથી (દહે દૃષ્ટિથી) જાણ પણામાં, તથા વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ જે જીવ આત્માશ્રિત, જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત થતી ઉપદેશ, ઉપવાસાદિ ક્રિયામાં પોતાપણું માને છે, તેને જીવ-અજીવ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી. એવો જીવ કોઇ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બોલે, પરંતુ ત્યાં તેને અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધા નથી, તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા કહે, તો પણ તે શાણો નથી તેમ, આ જીવ પણ સમ્યગ્દષ્ટિ નથી.
(૪) વળી તે જીવ, કોઇ બીજાની જ વાત કરતો હોય, તેમ આત્માનું કથન કરે છે, પરંતુ એ આત્મા હું જ છું, એવો ભાવ તેને ભાસતો નથી. વળી જેમ કોઇ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય, તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે. પરંત હું એ શરીરાદિથી ભિન્ન છું, એવો ભાવ તેને ભાસતો નથી, તેથી તેને જીવ-અજીવની યથાર્થ શ્રદ્ધા નથી.
(૫) પર્યાયમાં (વર્તમાન દશામાં) જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી, અનેક ક્રિયા થાય છે, તે સર્વને બે દ્રવ્યોનાં મેળાપથી બનેલી માને છે. પણ આ જીવની ક્રિયા છે, અને આ પુદ્ગલની ક્રિયા છે. એમ ભિન્ન ભિન્ન ભાવ, તેને ભાસતો નથી. આવો ભિન્ન ભાવ ભાસ્યા વિના, તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ. કારણકે જીવ-અજીવને જાણવાનું પ્રયોજન, તો એ જ હતું તે આને થયું નહિ.
(૬) જ્યાં સુધી આવી યથાર્થ શ્રદ્ધા ન થાય ત્યાં સુધી, જીવ સમ્યગ્દષ્ટિ થતો નથી એમ મોક્ષશાસ્ત્રના પહેલા અઘ્યાયના બત્રીસમા સૂત્રમાં કહ્યું છે. તેમાં સત શબ્દથી જીવ પોતે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ શું છે, તે સમજવા કહયું છે અને અસત્ શબ્દથી એ બતાવ્યું છે કે, જીવમાં થતો વિકાર જીવમાંથી ટાળી શકાય છે, માટે તે પર છે. પર વસ્તુઓ અને આત્મા ભિન્ન હોવાથી કોઇ પરનું કાંઇ કરી શકે નહિ, આત્માની અપેક્ષાએ પરવસ્તુઓ અસત્ છે નાસ્તિપણે છે. આમ યથાર્થ સમજે ત્યારે જ સત્-અસત્ ના વિશેષનું યથાર્થજ્ઞાન જીવને થાય છે. જ્યાં સુધી એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવને, આસવ ટળે નહિ, જયાં સુધી જીવ પોતાનો અને આસવનો ભેદ જાણે નહિ, ત્યાં સુધી તેને
૪૧૪
વિકાર ટળે નહિ. તેથી એ ભેદ સમજાવવા આસવનું સ્વરૂપ, મોક્ષશાસ્રના છઠ્ઠા અને સાતમા અપ્રયાયોમાં કહ્યું છે. તત્ત્વબોધની પર્યટના કરો :બોધને વારંવાર વિચારો તત્ત્વવેદી :વસ્તુ સ્વરૂપનો જાણનાર તત્ત્વવચન યથાર્થ વચન તત્ત્વવૈજ્ઞાનિક સાયન્ટીફીક
તત્ત્વવેત્તાઓ :તત્ત્વજ્ઞાનીઓ, તત્ત્વને જાણનારાઓ
તત્ત્વવેદી :તત્ત્વને જાણનાર, સ્વરૂપનો અનુભવનાર, તત્ત્વનો વેદનાર. તત્ત્વવિજ્ઞાન :શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ તત્ત્વવિજ્ઞાન છે. તત્ત્વવિપ્લવ વસ્તુસ્વરૂપમાં અંધાધૂંધી (તત્ત્વ-વસ્તુસ્વરૂપ, વિપ્લવ-અંધાધૂંધી; ગોટાળો; વિરોધ; વિનાશ.)
તત્ત્વાર્થ :તત્ત્વ = ભાવ. અર્થ = પદાર્થ (દ્રવ્ય, ગુણ, પર્યાય) પદાર્થ (એટલે કે દ્રવ્ય, ગુણ, પર્યાયના) ભાવનું યથાર્થ ભાસન થવું તે વિશ્ચય સમ્યક્દર્શન છે. (૨) તત્ત્વ એટલે જેનો જેવો કાંઇ નિજ ભાવ છે, તેવો જ હોવો તે. તે તત્ત્વથી સંયુકત જે અર્થ એટલે, પદાર્થ તે તત્ત્વાર્થ.
કેવું શ્રદ્ધાન કરવા યોગ્ય છે? બીજાને બીજારૂપે માનવારૂપ, મિથ્યાત્મથી રહિત શ્રદ્ધાન કરવું. જે શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. જે શ્રદ્ધાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપજે છે તે જ સિદ્ધ અવસ્થા સુધી રહે છે. જેથી ઉપાધિભાવ નથી. આત્માનો નિજ ભાવ છે.
તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જે તત્ત્વશ્રદ્ધાન બે પ્રકારે છેઃ એક સામાન્યરૂપ, એક વિશેષરૂપ. જે પરભાવોથી ભિન્ન, પોતાના ચૈતન્ય સ્વરૂપને પોતારૂપે શ્રદ્ધે છે, તે સામાન્ય તત્ત્વશ્રદ્ધાન કહીએ. આ શ્રદ્ધાન તો નારકી, તિર્યંચાદિ, સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. અને જીવ-અભ્યાદિ સાત તત્ત્વોના વિશેષણો (ભેદો) જાણી શ્રદ્ધાન કરે તે, વિશેષ તત્ત્વાર્થશ્રદ્ધાન કહીએ. આ શ્રદ્ધાન મનુષ્ય, દેવાદિ વિશેષ બુદ્ધિમાન, જીવોને હોય છે. પરંતુ રાજમાર્ગ (મુખ્યમાર્ગ)ની અપેક્ષાએ, સાત તત્ત્વોને જાણવાં, તે સમ્યક્ત્વનું