________________
૪૧૩
તત્ત્વ નિવૃત્તિરૂપ છે દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, અને સ્વભાવથી સદાય
પરિપૂર્ણ છે જ. અને પરદ્રવ્યાદિકથી શૂન્ય અર્થાત્ નિવૃત્તિરૂ૫ જ છે. વર્તમાન અશુદ્ધ દશામાં પરદ્રવ્યના આલંબન વડે, રાગી જીવને બાહ્ય સામગ્રી પ્રત્યે મમત્વરૂપ રાગ ભૂમિકાનુસાર હોય છે. તેનો આશ્રયના બળ વડે ત્યાગ કરાવવા માટે, બાહ્ય પદાર્થના ત્યાગનો ઉપદેશ છે. વાસ્તવમાં તો આત્માને પર વસ્તુનો ત્યાગ જ છે, પણ જે કાંઇ રાગ, મમન્વભાવ છે, તેના ત્યાગરૂપ નિર્મળ પરિણામ જેટલા અંશે થાય છે તેટલા જ અંશે, રાગાદિની ઉત્પત્તિ થતી જ નથી. જ્યાં આવું હોય ત્યાં તે જીવને, પર વસ્તુના ત્યાગનો કર્તા કહેવો, તે તે જાતના અભાવરૂપ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે, અસત વ્યવહાર નયનું કથન છે. (નિશ્ચય સગ્ગદર્શન વિના, અજ્ઞાનીના હક રૂપ
ત્યાગને વ્યવહાર પણ ધર્મસંન્ના નથી.). તનનો :તત્વમાં આસ્થા તન પ્રદીપિકા : તત્ત્વનો પ્રકાશ કરનાર, તત્ત્વ પામવાની લાયકાત :વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જિતેન્દ્રિયપણું,
આટલા ગુણ જેનામાં હોય તે તત્ત્વ પામવાને લાયક છે. તત્ત્વ વિપ્લન વસ્તુ સ્વરૂપમાં અધાધૂંધી. (તત્ત્વ = વસ્તુ સ્વરૂપ. વિપ્લવ =
અંધાધૂંધી; ગોટાળો; વિરોધ; વિનાશ.) તત્વ વિચાર તત્ત્વ ઓળખાય (સમજાય) તેમ વિચાર કરવો, જેથી ભાવ ફુરે તત્ત્વ વિપ્લવું :વસ્તુ સ્વરૂપમાં અંધાધૂંધી તત્ત્વ-પ્રતિપત્તિ:વસ્તુ સ્વરૂપનું અજ્ઞાન-અણસમજ-અનિર્ણય-અપ્રાતિ. તત્ત્વ-અપ્રતિપત્તિલકાણ :તત્ત્વની અપ્રતિપત્તિ (-અપ્રાપ્તિ, અજ્ઞાન, અસમજણ,
અનિર્ણય) જેનું લક્ષણ છે એવો; વસ્તુસ્વરૂપના અજ્ઞાનથી. તત્ત્વજ્ઞાન : આત્મજ્ઞાન (૨) તત્ત્વ સંબંધી જ્ઞાન (૩) આત્માસંબંધી જ્ઞાન (૪)
આત્મજ્ઞાન તત્ત્વજિશાસુ :તત્ત્વશ્રવણમાં જાગૃતિ અને સમજવાની ધગશ, તથા પાત્રતા
જોઇએ. તત્ત્વતઃ :ખરી રીતે; તત્ત્વની દષ્ટિએ; પરમાર્થે. (૨) યથાર્થ સ્વરૂપે.
તત્ત્વટિ:આત્મદીષ્ટ તત્ત્વને પહોંચી જવું વિશેષ મર્મ પામવો. તત્ત્વનું સ્વરૂપ તત્ત્વ (વસ્તુ) સત્ લક્ષણવાળુ છે, અથવા સત્ સ્વરૂપ જ છે. અને તે
સ્વતઃ સિદ્ધ છે. તેથી અનાદિનિધન છે. પોતાની સહાયથી જ તે ઊપજે છે, અને વિણસે છે અને તે નિર્વિકલ્પ (વતનાતીત) છે. ભાવાર્થ:- વસ્તુ સત્ લક્ષણવાળી છે. આ પ્રમાણ લક્ષણ છે. પ્રમાણમાં એક ગુણ દ્વારા, આખી વસ્તુનું ગ્રહણ થાય છે. વસ્તુમાં અરિતત્ત્વ, વસ્તુન્દ્ર, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ અને અગુરુલધુત્વ આદિ અનંત ગુણ છે. અસ્તિત્વ ગુણનું નામ જ સત્ છે. સત્ કહેવાથી અસ્તિત્વગુણનું જ ગ્રહણ થવું જોઇએ. પરંતુ અહીં સત્ કહેતાં, આખી વસ્તુનું ગ્રહણ થાય છે. એનું કારણ એ જ છે કે, અસ્તિત્વ આદિ બધા ગુણ અભિન્ન છે. અભિન્નતાના કારણે જ સત્ કહેવાથી, સર્વગુણોના સમુદાયરૂપ વસ્તુનું ગ્રહણ થઇ જાય છે. તેથી જ વસ્તુને સસ્વરૂપ પણ કહી દીધી છે. સત્ અને ગુણના સમૂહરૂપ
વસ્તુ, બન્ને અભિન્ન છે. તેથી સરૂપ જ વસ્તુ છે. તત્ત્વનિષ્કર્ષ તત્ત્વનો સાર. તત્ત્વની શ્રદ્ધા ક્યારે થઈ કહેવાય ? (૧) જૈન શાસ્ત્રોમાં કહેલા જીવના ત્ર-સ્થાવર વગેરે ભેદોને, ગુણસ્થાન
માર્ગણાસ્થાન વગેરે ભેદોને, જીવ-પુદ્ગલ વગેરેના ભેદોને, તથા વર્ણાદિ ભેદોને, તો જીવ જાણે છે, પણ અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદ વિજ્ઞાનના કારણભૂત, અને વીતરાગ દશા થવાના કારણભૂત, વસ્તુનું જેવું નિરૂપણ કર્યું છે, તેવું જે જાણતો નથી, તેને જીવ અને અજીવ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી. વળી કોઇ પ્રસંગથી ભેદ વિજ્ઞાનના કારણભૂત અને વીતરાગ દશાના કારણભૂત, વસ્તુના નિરૂપણનું જાણવું માત્ર શાસ્ત્રાનુસાર હોય, પરંતુ પોતાને પોતારૂપ જાણીને તેમાં પરનો અંશ પણ (માન્યતામાં) ન મેળવવો, તથા પોતાનો અંશ પણ (માન્યતામાં) પરમાં ન મેળવવો..., એવું શ્રદ્ધાન જ્યાં સુધી જીવ ન કરે, ત્યાં સુધી તેને જીવ અને અજીવ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી.