________________
૪૧૧
તંત્રશાય :હિંદુઓનાં અનેક શાસ્ત્રો (તેમાં મંત્રો, પ્રયોગો અને ક્રિયાઓ ઉપર વધુ
ભાર મૂકેલો છે, ઔષધિ શાસ્ત્ર. તત્ત્વ :આત્મસ્વરૂપ. (૨) ભાવ; સ્વરૂપ; વસ્તુ (૩) વસ્તુનું યથાર્થ સ્વરૂપ. (૪).
વસ્વરૂપ. (૫) આત્માનો જ્ઞાનસ્વભાવ તે તત્વ છે. જ્ઞાન, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યિાદિ ગુણસ્વભાવ, તે તત્ત્વ છે. (૬) ભાવ (૭) જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાતે તત્ત્વ છે. (૧) જીવ :- જીવ એટલે આત્મા, તે સદા જ્ઞાન સ્વરૂપી, પરથી ભિન્ન અને
ત્રિકાળ સ્થાયી છે. (૨) અબ્ધ :- જેમાં ચેતના-જાણપણું નથી, તેવાં પાંચ દ્રવ્યો છે. જેમાં
ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે ચાર અરૂપી છે, અને પુદ્ગલ રૂપી
સ્પર્શ, રસ, ગંધ વર્ગ સહિત છે. (૩) આસ્રવ :- વિકારી શુભાશુભ ભાવરૂપ, જે અરૂપી અવસ્થા જીવમાં
થાય છે તે ભાવ અસવ છે. અને તે સમયે નવાં કર્મયોગ્ય રજકણોનું સ્વયં સ્વતઃ આવવું (આત્મા સાથે એકક્ષેત્રે આગમન થવું), તે વ્ય આસ્રવ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે.) પુણય-પાપ એ બન્ને આસવના અને બંધના ભેદ છે. પુણ્ય = દયા, દાન, ભકિત, પૂજા, વ્રત વગેરેના શુભભાવ જીવની પર્યાયમાં થાય છે, તે અરૂપી વિકારી ભાવ છે.-તે ભાવ પુણ્ય છે, અને તે સમયે કર્મ યોગ્ય પરમાણુઓનો સમૂહ સ્વયં સ્વતઃ (પોતાના કારણે, પોતાથી) એકક્ષેત્રાવગાહ સંબંધે, જીવની સાથે બંધાય છે. તે દ્રવ્યના પુણ્ય છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે.) પાપ = હિંસા, અસત્ય, ચોરી, અવ્રત, પરિગ્રહ વગેરેના અશુભભાવ, તે ભાવપાપ છે અને તે સમયે કર્મ યોગ્ય જડની શકિતથી, પરમાણુઓનો જથ્થો સ્વયં બંધાય, તે દ્રવ્ય પાપ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે.) પરમાર્થે-ખરેખર આ પુણ્ય-પાપ (શુભાશુભ ભાવ) આત્માને અહિતકર છે. આત્માની ક્ષણિક અશુદ્ધ
દશા છે, આત્માનું અસલી સ્વરૂપ નથી. દ્રવ્ય પુય-પાપ, પુદ્ગલ
દ્રવ્યની અશુદ્ધ અવસ્થા છે, તે આત્માને હિત-અહિત કરી શકે નહિ. (૪) બંધ :- આત્માનું અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવમાં અટકી
જવું, તે ભાવબંધ છે અને તે સમયે કર્મ યોગ્ય પગલનું સ્વયં કર્મરૂપ બંધાવું, તે દ્રવ્યબંધ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર
છે.) (૫) સંવર = પુણ્ય-પાપના વિકારી ભાવને (આસવને આત્માના શુદ્ધભાવ
દ્વારા રોકવા, તે ભાવસંવર છે. અને તે અનુસાર નવાં કર્મ બંધાતાં
અટકે, તે દ્રવ્ય સંવર છે. (૬) નિર્જરા = અખંડાનંદ નિજ શુદ્ધત્માના બળથી આંશિક શુદ્ધિની વૃદ્ધિ
અને અશુદ્ધ (શુભાશુભ) અવસ્થાની આંશિક હાની કરવી તે ભાવ નિર્જરા છે. અને તે સમયે ખરવા યોગ્ય કર્મોનું અંશે ખરી જવું તે દ્રવ્ય
નિર્જરા છે. (૭) મોક્ષ = સમસ્ત કર્મોના ક્ષયના કારણભૂત તથા નિશ્ચય રત્નત્રય સ્વરૂપ,
પરમ વિશુદ્ધ પરિણામો, તે ભાવ મોક્ષ છે અને પોતાની યોગ્યતાથી સ્વયં સ્વતઃ દ્રવ્યકર્મોનો, આત્મપ્રદેશોથી અશ્વયંત અભાવ થવો, તે
દ્રવ્યમોક્ષ છે. (૮) સ્વરૂપ (૯) શુદ્ધ સ્વરૂપ (૧૦) આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તે તત્વ છે
આત્માના જ્ઞાન, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા, ઇયિાદી ગુણ-સ્વભાવ, તે તત્ત્વ છે. અર્થનું તત્ત્વ એટલે વસ્તુ-દ્રવ્ય તેનો ભાવ. ભાવવાન વસ્તુ તે અર્થ અને તેનો ભાવ, તે અર્થનું તત્ત્વ છે. (૧૧) વસ્તુસ્વરૂપ (૧૨) ભાવ (૧૩) સ્વરૂપ, ભાવ, જે પદાર્થ જેમ અવસ્થિત છે, તેમ તેનું હોવું, તે તત્ત્વ છે. (૧૪) તત્પણું, તેપણું, દરેક વસ્તુને-તત્ત્વને સ્વરૂપથી તપણું છે, અને પરરૂપથી અતાણું છે. (૧૫) રહસ્ય, સાર, સત્પદાર્થ, વસ્તુ, પરમાર્થ, યથાવસ્થિત વસ્તુ (૧૬) જીવ, અજીવ, આશ્વવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ (૧૭) વસ્તુનું યથાર્થ સ્વરૂપ, વસ્તુનો યથાર્થ સ્વભાવ. (૧૮) સ્વરૂપ, ભાવ, ગુણ (૧૯)