________________
•
સર્વ વસ્તુઓની ઇચ્છાનો ત્યાગ કરી, શુદ્ધ સહજાત્મામાં મગ્ન રહેવું, અથવા કામક્રોધાદિ શત્રુઓને આધીન ન થતાં, પોતાના શુદ્ધાત્મામાં પ્રતાપરૂપ વિજયરૂપ જિતેન્દ્રિયરૂપે તપવું, રહેવું, તે તપ છે. આ તપ પણ શુદ્ધાત્માઓને હોય છે.
ઇચ્છાનો નિરોધ થયો તે તપ, સંસારભાવમાં જતી વૃત્તિ રોકાઇ આત્મભાવમાં જોડાઇ તે તપ, તેથી નિર્મળ શીલ, આત્મસ્વભાવ તેને જ તપ કહ્યું
ઇચ્છા રહિત, અતીન્દ્રિય જ્ઞાનમાં લીન થતાં, ઇચ્છાનો સહેજે નિરોધ થાય, તેને ભગવાને તપ કહ્યું છે. એવી શ્રદ્ધા પછી જેટલી લીનતા કરે, તેટલી ઇચ્છા રોકાય છે, ક્રમે કરી સર્વ ઇચ્છા ટળી, પૂર્ણ આનંદ પ્રગટે છે.
ઇન્દ્રિયમન, તપસ્યા, ઇચ્છાનો નિરોધ, ઉપવાસાવદિ બાર પ્રકારે છે.
ઇચ્છાનો નિરોધ તેનું નામ તપ છે. સ્વરૂપમાં લીનપણે રહેવું તે, વ્રત અને તપ છે. આ સિવાય બીજું વ્રત, તપ કાંઇ નથી.
સ્વરૂપની રમણતાની ઉગ્રતા, તે તપ છે. આ બહારના ઉપવાસ કરે તે તપ, એમ નહિ. સ્વરૂપ ની રમણતાનો ઉગ્ર પુરૂષાર્થ, કરે ત્યાં ઇચ્છાનો સહેજે અભાવ વર્તે, તેનું નામ તપ છે.
તપે છે :પ્રતાપવંત વર્તે છે. તપકર્મ :તપરૂપ કાર્ય.
તપ-ધર્મ :વિષય કષાયનો વિશેષ નિગ્રહભાવ કરી, ઘ્યાન અને સ્વાઘ્યાયથી જે આત્માને ચિંતવે, તેને નિયમથી તપ-ધર્મ થાય છે.
·
•
•
•
•
કર્મોની નિર્જરા થતી નથી, માટે આ બન્ને પ્રકારના તપનું આચરણ અવશ્ય કરવું જોઇએ. અહીં સુધી ગૃહસ્થના વ્રતોનું વર્ણન કર્યું. અતીન્દ્રિય જ્ઞાનમાં લીન થતાં, ઇચ્છાનો સહેજે નિરોધ થાય, તેને ભગવાને તપ કહ્યું છે. એવી શ્રદ્ધા પછી જેટલી લીનતા કરે, તેટલી ઇચ્છા ચેકાય છે. ક્રમે કરી સર્વ ઇચ્છા ટળી, પૂર્ણ આનંદ પ્રગટે છે.
·
તથાચાર :અહો અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિત શય્યાસન, કાયકલેશ, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને
૪૦૯
વ્યુત્સર્ગસ્વરૂપ તપાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. (૨) પર વસ્તુની અભિલાષાનો ત્યાગ કરી, આનંદમય શુદ્ધ સહજાત્મ સ્વરૂપમાં ઠરવું-તપવું, તે તપ છે, તેમાં-તપમાં અતીન્દ્રિય પરિણમવું, તે તપાચાર છે.
તપોપધ્યાન :ધર્મશાસ્ત્ર ભણવાની લાયકાત મેળવવા, કરવામાં આવતું તપ તફાવત ઃભેદ, જુદાપણું, ભિન્નપણું
તુમ :અંધારું
તમતમા ઃગાઢ અંધકારવાળી, સાતમી નરક
તમતમા પ્રભા :સાતમી નરક
તુમા લાલચ; દરકાર; પવના; ગરજ. (૨) દરકાર, બહાદુરી તરી :જળ, પાણી
તત્ત્વાવબોધ તત્ત્વજ્ઞાન
તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શનનુંઃ લક્ષણ છે. તે તત્તવાર્થ શ્રદ્ધાન બે પ્રકારે છે. એક સામાન્યરૂપ, એક વિશેષ રૂપ. જે પરભાવોથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપને પોતારૂપે શ્રદ્ધે છે, તે સામાન્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન કહીએ. આ શ્રદ્ધાન તો નારકી, તિર્યંઆદિ સર્વ સમ્યદ્રષ્ટિ જીવોને હોય છે અને જીવ અજીવાદિ સાત તત્ત્વોના વિશેષણો (ભેદો) જાણી શ્રદ્ધાન કરે, તે વિશેષ તત્ત્વાર્થ શ્રદ્ધાન કહીએ. આ શ્રદ્ધાન મનુષ્ય દેવાદિ, વિશેષ બુદ્ધિવાન જીવોને હોય છે. પરંતુ ધ્વજમાર્ગ (મુખ્યમાર્ગ)ની અપેક્ષાએ સાતતત્ત્વો જે જાણવાં તે, સમ્યકત્વનું સમ્યક્ શ્રદ્ધાનનું કારણ છે. કારણ કે જો તત્ત્વોને જાણે નહિ તો શ્રદ્ધાન શાનું કરે ?
તત્તાર્થ :તત્ત્વ (વસ્તુ)ના સ્વરૂપ સહિત અર્થ-જીવાદિ પદાર્થો.
તત્પર સાવધાન, જાગ્રત (૨) એકધ્યાન, બરાબર પરોવાયેલું, તૈયાર તપ્રત્યયી તત્સંબંધી; તે સંબંધી; તે જેનું નિમિત્ત છે એવા.
તપૂર્વક તે-પૂર્વક. (૨) ઉપરક્ત (મલિન) ઉપયોગપૂર્વક.
તેય :પદ્રવ્યમય