________________
સભ્યશ્રદ્ધાનનું કારણ છે. કારણ કે જો તત્ત્વોને જાણે નહિ, તો શ્રદ્ધાન શાનું કરે? તેથી સાત તત્ત્વોનું થોડુંક વર્ણન કરીએ છીએ.
તત્ત્વાર્થ શ્રદ્ધાને તત્ શબ્દ છે તે યત્ શબ્દની અપેક્ષા સહિત છે, તેથી જેનું પ્રકરણ હોય તેને, તત્ કહીએ અને જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ છે, તેને તત્ત્વ જાણવું, કારણકે એવો તત્ત્વ શબ્દનો સમાસ થાય છે. તથા જાણવામાં આવતા એવા જે દ્રવ્ય વા ગુણ પર્યાય છે, તેનું નામ અર્થ છે. વળી, તત્ત્વ કહેતાં પોતાનું સ્વરૂપ, એ વડે સહિત પદાર્થનું શ્રદ્ધાન, તે સમ્યગ્દર્શન છે. આથી જો તત્ત્વશ્રદ્ધાન જ કહીએ, તો જેનો આ ભાવ (તત્ત્વ) છે, તેના શ્રદ્ધાન વિના કેવળ તો ભાવનું શ્રદ્ધાન કાર્યકારી નથી. તથા જો ‘અર્થશ્રદ્ધાન’ જ કહીએ, તો ભાવના શ્રદ્ધાન વિના કેવળ પદાર્થ શ્રદ્ધાન, પણ કાર્યકારી નથી.
જાણવામાં આવતા એવા જે દ્રવ્યફ-ગુણ-પર્યાયો, તે બધા અર્થો છે. જે પદાર્થોનું સ્વરૂપ તે તત્ત્વ છે. તત્ત્વ એટલે પોતાનું સ્વરૂપ અથવા પોતાનો ભાવ, તે ભાવ સહિત વસ્તુ તે, અર્થ છે. ઊાતે તત્ત્વો તે અર્થ છે. અને તેમનો પોતાનો જે ભાવ છે, તે તત્ત્વ છે. આવા તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તત્ત્વોના ભાવનું ભાસન થયા વિના, સાચી પ્રતીતિ થાય નહિ. ઇંસ્તુ શું અને તેનું સ્વરૂપ શું તે જજીને શ્રદ્ધા કરે, તો યથાર્થ પ્રીતીતિ થાય. માટે કહ્યું કે વિપરીત માન્યતા રહિત, તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે.
તત્ત્વાર્થરાજવાર્તિક આ નામનો ગ્રંથ છે. તેના રચિયતા શ્રી અકલંકદેવ છે. તત્ત્વાર્થશ્રદ્ધાન : (૨) વસ્તુ તે અર્થ અને તેની સ્વભાવશકિત તે તત્ત્વ, એ રીતે પદાર્થ અને તેના ભાવને ઓળખીને શ્રદ્ધા કરવી તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે અને આવું તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે.
તત્ત્વાર્થશ્રદ્ધાન ડાણવાળી તત્ત્વાર્થનું શ્રદ્ધાન જેનું લક્ષણ છે એવી. (સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન છે. તે આગમપૂર્વક હોય છે. આગમનું ચિહ્ન સ્યાત્ કાર છે.)
તત્ત્વાવબોધ તત્ત્વજ્ઞાન અને શીલ. (૨) તત્ત્વજ્ઞાન
૪૧૫
તત્ત્વો :સાત તત્ત્વોની બરાબર ઓળખાણ કરતાં તેમાં આત્માની ઓળખાણ આવી જાય છે.
(૧) જીવતત્ત્વ = જીવ સદા ઉપયોગ લક્ષણરૂપ છે. તે શરીરાદિ અજીવથી જુદું તત્ત્વ છે.
(૨) અજીવતત્ત્વ = પુદ્ગલ વગેરે અજીવ તત્ત્વો છે. તેમનામાં જ્ઞાન નથી. આ જીવ અને અજીવ બનાં કામ જુદાં, પોતપોતામાં છે.
(૩) આસવતત્ત્વ = મિથ્યાત્વાદિ ભાવો છે, તે આસ્રવ છે, પુણ્ય-પાપ બન્ને પણ આસ્રવમાં સમાય છે. તે આજીવભાવો જીવને દુઃખદાયક છે.
(૪) સંવરતત્ત્વ = સમ્યગ્દર્શનાદિ વીતરાગ ભાવ વડે, કર્મનો સંવર થાય છે. તે સમ્યગ્દર્શનાદિ ભાવો જીવને સુખરૂપ છે. મોક્ષનાં કારણ છે. (૫) બંધતત્ત્વ = મિથ્યાત્વાદિ ભાવો, તે બંધના કારણ છે., શુભરાગ તે પણ બંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી.
(૬) નિર્જરાતત્ત્વ = સમ્યગ્દર્શનપૂર્વકની શુદ્ધતાથી કર્મોની નિર્જરા થાય છે. (૭) મોક્ષ તત્ત્વ = આત્માની પૂર્ણ શુદ્ધતા થતાં, આકુળતાનો સર્વથા
અભાવ થવો, ને કર્મોથી આત્મનું છૂટી જવું, તે મોક્ષતત્ત્વ છે. તે પૂર્ણ સુખરૂપ છે.
(૨) બહિ:તત્ત્વ અને અંતઃતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ, એવા બે ભેદોવાળાં છે. અથવા જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે, સાત પ્રકારનાં છે. તેમનું આમનું, આગમનું અને તત્ત્વોનું સમ્યક્ શ્રદ્ધાન, તે વ્યવહાર સમ્યક્ત્વ છે. એકલા પરમાત્મ સ્વરૂપ નિજ અંતઃતત્ત્વનો અનુભવ ને તેની શ્રદ્ધા, તે નિશ્ચય સમકિત છે. (૩) નવ તત્ત્વોનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
(૧) જીવ :- જીવ, આત્મા, તે સદાય જાણનારો, પરથી જુદોને, ત્રિકાળ ટકનારો છે. જયારે પર નિમિત્તના શુભ અવલંબનમાં જોડાય છે, ત્યારે શુભભાવ (પુણ્ય) થાય છે. અશુભ અવલંબનમાં જોડાય, ત્યારે