________________
સુખનું કારણ માનનારા જીવ મિથ્યાત્વના મહાન પાપને સેવતો થકો, સંયોગ બુદ્ધિથી અનંત રાગ-દ્વેષ કરે છે. ને અનંતા કર્મોથી બંધાય છે. સંયોગથી જુદો આત્મા જાણીને, આત્માની ભાવના કરનાર જીવને ભવિષ્યમાં, એવા પ્રતિકુળ સંયોગ પણ આવતા નથી. સંયોગની ભાવના કરનારો જીવ, સ્વભાવની ભાવના છોડી, સ્વભાવને વિરાધક થઈ, એવા કર્મો બાંધશે કે ભવિષ્યમાં મહા પ્રતિકૂળ સંયોગ આવશે, માટે કહે છે કે હે ભાઈ ! તું અત્યારે આવો સુયોગ પામીને, લાખ પ્રતિકૂળતા વચ્ચે પણ , અને બહારનાં લાખ કામ છોડીને પણ , તારા આત્માને ઓળખીને, તેને ધ્યાવ. આત્મા પુણ્ય-પાપના સંયોગથી જૂદો, પોતે પરમ શાંત નિરાકૂળ જ્ઞાન સ્વરૂપ છે. આવા આત્માને લક્ષમાં લઈને તેમાં વળેલી, પર્યાય સંયોગને સ્પર્શતી નથી, રાગ-દ્વેષ કરતી નથી; તેને હર્ષ શોક કરાવે, એવી કોઈ
સંયોગમાં તાકાત નથી. જૈનવિજ્ઞાન જૈન વિજ્ઞાન અનુસાર જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને
આકાશ, એ છ દ્રવ્ય છે. એના સિવાય બીજું કોઈ દ્રવ્ય નથી. બીજા જે દ્રવ્યોની લોકમાં કલ્પના કરવામાં આવે છે, તે બધાનો સમાવેશ આમાં જ થઈ જાય છે. એ નિત્ય અને અવસ્થિત છે - પોતાના છ ની સંખ્યાનો કદી પરિત્યાગ કરતા નથી. એમાં પુદગલ સિવાય બાકીના બધા દ્રવ્યો અરૂપી છે.
અને આ બધાની ચર્ચાથી પ્રાયઃ બધા જૈન સિદ્ધાંત ગ્રંથો ભરેલા છે. જૈનશાસન વસ્તુનું સ્વરૂપ (૨) કુંદકુંદાચાર્ય કહે છે કે એકવાર પૂર્વનો આગ્રહ છોડી
સાંભળ, કે અંતરમાં એકરૂપ પરમાત્મતત્ત્વ સામાન્યસ્વભાવ નિર્લેપ ભગવાન છે એને જાણવો, એની પ્રતીતિ અને રમણતા કરવી-એવો જે શુદ્ધોપયોગ છે તે જૈનશાસન છે. આ જૈનશાસન બાહ્ય દ્રવ્યશ્રત તેમજ અભ્યતર જ્ઞાનરૂપ ભાવયુતવાળું છે. જયસેના આચાર્યની ટીકામાં આવે છે કે બાહ્યદ્રવ્યશ્રુતમાં એમ જ કહ્યું છે કે અબદ્ધસ્કૃષ્ટ આત્માનો અનુભવ કરવો એ જ જૈનશાસન છે. બારઅંગરૂપ વીતરાગની વાણીનો આ જ સાર છે-કે શુદ્ધ આત્માનો અનુભવ કર. દ્રવ્યશ્રત વાચક છે, અંદર ભાવશ્રુતજ્ઞાન તેનું વાચ્ય છે. દ્રવ્યશ્રુત અબદ્ધસ્પષ્ટ આત્માના સ્વરૂપને નિરૂપે છે, ભાવશ્રુત અબદ્ધપૃષ્ટ આત્માનો
૩૭૫ અનુભવ કરે છે. (૩) શુદ્ધ ચિદાનંદ ભગવાનને જેણે અંતર્મુખ થઈ અનુભવ્યો તે, કહે છે, સર્વ જિનશાસનને દેખે છે, કે જે બાહ્ય દ્રવ્યશ્રત (તીર્થકર દેવની વાણીમાંથી રચાયેલા આગમો) તેમજ અત્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુત (આત્માની શુદ્ધ અનુભૂતિ રૂપ શ્રુતજ્ઞાન) વાળું છે જે પુરુષે નિજ શુદ્ધોપયોગમાં આત્માનુભવ કરીને, મોક્ષમાર્ગ પ્રગટ કર્યો તેણે સકળ જિન
શાસન જોયું. આવું જિનશાસન, એક વીતરાગભાવરૂપ છે. જેની :જિન ભગવાનની
૫ :શાંતિ; નિરાંત. જાગૃત :પ્રગટ જાગતો જીવ ધ્રુવ જ્ઞાયક ભાવ. (૨) જ્ઞાયક જીવ; જાણનાર જીવ; શાતા જીવ;
દૃષ્ટાજીવ- એ ધોવ્ય છે. ધ્રુવ ભાવે હાજરાહજુર જ્ઞાયક ભગવાન કયાં જાય ? શું એ દયા-દાન વગેરે વિકલ્પોમાં આવે ? તે તો સનાતન ધ્રૌવ્યપણે સદા
ઊભો જ છે. ત્યાં નજર કરે તો તે અવશ્ય પ્રાપ્ત થાય જ. જાગ્રત સભાનતા; સાવચેત; સાવઘ; ચેતન, સભાન; જાગતું. (૨) સ્વસ્થ (૩)
સાવધ. જાજવલ્યમાન :દેદીપ્યમાન જડ કર્મો :જ્ઞાનાવરણાદિ આઠ જડ કર્યો. જાણે છેઃજાણવારૂપ પરિણમે છે. જાણગ:જાણનાર. જાણનલ્પિા સાચું ભાન થયું કે અહો ! આ જાણનક્રિયા કરનારો હું, જ્ઞાનસ્વરૂપ
આત્મા છું; આ જાણનક્રિયા છે. તે મુક્તિના માર્ગની ક્રિયા છે, જડની ક્રિયાને અજ્ઞાની લોકો, મુક્તિના માર્ગની ક્રિયા માને છે. શુભ પરિણામની ક્રિયાને પણ, અજ્ઞાની મુક્તિની ક્રિયા માને છે; પરંતુ મુક્તિ કરવી છે આત્માની, તો આત્માની ક્રિયાથી મુક્તિ થાય કે જડની ક્રિયાથી મુકિત થાય ? મુક્તિ પોતે અવિકારી ભાવ છે. તો અવિકારી ભાવ, અવિકારી ક્રિયાથી પ્રગટે કે શુભ પરિણામરૂપ વિકારી ક્રિયાથી પ્રગટે ? માટે એમ સિદ્ધ થયું કે શરીરાદિ જડની ક્રિયારહિત, અને શુભ પરિણામરૂપ વિકારી ક્રિયાથી રહિત, અવિકારી એવી