________________
૩૮૭ મોક્ષ જતાં પહેલાં કેવળી સમુદ્રઘાત કરનાર જીવ, લોકાકાશ જેવડો મોટો થાય
જીવ શાન છે યા અન્ય છે:આત્મા જ્ઞાનગુણ દ્વારા જ્ઞાન છે અથવા સુખાદિ અન્ય
ગુણ દ્વારા અન્ય છે. જીવ તત્ત્વની વિપરીત શ્રદ્ધા પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચ
અજીવ દ્રવ્ય છે. જીવ ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ અને પુદગલાદિ દ્રવ્યોથી જુદો છે; પણ મિથ્યાદષ્ટિ જીવ આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા નહિ કરતાં અજ્ઞાનવશ ઊલટું માનીને ,શરીર તે જ હું છું, શરીરના કાર્ય હું કરી શકું છું, મારી ઈચ્છાનુસાર શરીરની વ્યવસ્થા રાખી શકું છું. એમ શરીરને જ આત્મા
માને છે. આ જીવતત્ત્વના વિષયમાં મિથ્યાત્વ (ઊંધી શ્રદ્ધા). જીવ દ્રવ્યુ : જીવદ્રવ્ય તો દેખવા-જાણવારૂપ ચૈતન્યગુણનું ધારક છે; ઈન્દ્રયગમ્ય ને
હવા યોગ્ય અમૂર્તિક છે, તથા સંકોચ-વિસ્તારશક્તિ સતિ અસંયાત પ્રદેશી એક દ્રવ્ય છે. (૨) દેખવા-જાણવારૂપ ચૈતન્યગુણનું ધારક છે; ઈન્દ્રિયગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક છે તથા સંકોચ-વિસ્તાશક્તિ સહિત અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે. (૩) તે અરૂપી ચૈતન્ય સ્વરૂપ છે. જાણવું-દેખવું એ, તેનું લક્ષણ છે. આવા જીવો અનંત છે. દરેક જીવ, એક સંપૂર્ણ દ્રવ્ય હોવાથી, સંપૂર્ણ જ્ઞાન તેનો સ્વભાવ છે ને તે પ્રગટ કરી શકે છે. (૪) જેમાં ચેતના અર્થાત્ જ્ઞાન-દર્શનરૂપ શક્તિ છે તેને જીવદ્રવ્ય કહે છે. (જીવ = આત્મા) (૫) જીવ ચેતન છે. (૬) તે અરૂપી ચૈતન્ય સ્વરૂપ છે. જાણવું-દેખવું એ તેનું, લક્ષણ છે. આવા જીવો અનંત છે. દરેક જીવ એક સંપૂર્ણ દ્રવ્ય હોવાથી, સંપૂર્ણ જ્ઞાન તેનો સ્વભાવ છે. ને તે પ્રગટ કરી શકે છે. (૭) તે અરૂપી ચૈતન્ય સ્વરૂપ છે. જાણવું-દેખવું, એ તેનું લક્ષણ છે. આવા જીવો અનંત છે. દરેક જીવ એક સંપૂર્ણ દ્રવ્ય હોવાથી, સંપૂર્ણ જ્ઞાન તેનો સ્વભાવ છે. ને તે પ્રગટ કરી શકે છે. (૮) જેમાં ચેતના, અર્થાત્ જ્ઞાન-દર્શનરૂપ શક્તિ છે, તેને જીવદ્રવ્ય કહે છે. (જીવ = આત્મા.). પ્રત્યેક જીવ પ્રદેશોની સંખ્યાની અપેક્ષાએ, લોકાકાશની બરાબર અસંખ્ય પ્રદેશવાળો છે. પરંતુ સંકોચ-વિસ્તારના કારણે, પોતાના શરીર પ્રમાણ છે. અને મુક્ત જીવ, અંતના શરીર પ્રમાણ છે.
જીવ પદાર્થને દ્રવ્ય પર્યાય સ્વરૂપે સ્મત બોલથી નક્કી કરવામાં આવે છે:: (૧) એક એક આત્માનું સ્વતંત્ર-દ્રવ્ય-પર્યાય સ્વરૂપે અનેકાંતપણું નક્કી કરવામાં
આવે છે. (૨) જીવ પદાર્થ ઉત્પાદૂ-વ્યય-ધોવ્યમયી સત્તા સ્વરૂપ છે. ક્ષણે ક્ષણે એક પછી એક
પર્યાય, બદલતો નિત્ય ટકી રહે છે. (૩) દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે. (૪) અનંત ગુણમયી, અનંત ધર્મસ્વરૂપ દ્રવ્ય હોવાથી, ગુણ પર્યાયોવાળો છે. (૫) સ્વ-પરને જાણનાર સ્વભાવ વડે અનેકાકાર રૂપ એક છે, અર્થાત્ અનેકને
જાણવા અનેકરૂપ થઈ જતો નથી. (૬) વળી તે કાશાદિથી જુદો અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે.
(અસાધારણ એટલે પરમાં નહિ વહેંચાયેલો, જુદો ગુણ, એ તેનો સ્થૂળ અર્થ છે. અસાધારણ ગુણનો સક્ષ્મ અર્થ એમ થાય છે કે જ્ઞાનગુણ સિવાયના અનંત ગુણો જે આત્મામાં છે તે બધા નિર્વિકલ્પ છે, તે સ્વ-પરને જાણતા નથી. માત્ર એક જ્ઞાનગુણ પોતાને અને પોતાથી અન્ય બધા ગુણ પર્યાયને
જાણે છે તેથી અસાધારણ છે.) (૭) અન્ય દ્રવ્ય સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં તે પોતાના સ્વરૂપને છોડતો નથી.
આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત રહે છે અર્થાત્ સ્વમાં એકત્વપણે પરિણમે છે ત્યારે તો સ્વસમય છે. અને
પરમાં એન્તપણે લીન થઈ રાગદ્વેષરૂપે પરિણમે છે ત્યારે પર સમય છે. જીવ રોટલા તો થાય છે ને ? :કોણ ખાય ને કોણ પીએ છે ? ખાવા-પીવાની ક્રિયા
જડની જડમાં છે, તે ક્રિયા વખતે પરને અનુસરીને, જે વિકાર થાય છે એ પણ વિભાવ છે, ચૈતન્યનું સ્વભાવકાર્ય નથી. અહા ! આવું છે આકરું કામ ! આમાં પ્રવીણતા કરવી પડશે. ચૈતન્ય સ્વરૂપ ભગવાન, આત્માને યથાર્થપણે ઓળખીને તેનો અનુભવ કરીને. અંતરમાં જ્ઞાનનું પરિણમન કરવું પડશે - જો આત્મકલ્યાણની ભાવના હોય તો.