________________
પરિણામનો આધાર હોવાથી જેણે અધિકરણપણાને ગ્રહ્યું છે એવું સ્વયમેવ ષટ્કારકરૂપે વર્તતું થયું અન્ય કારકની અપેક્ષા રાખતું નથી.
એ પ્રમાણે જીવપ્રાણ (૧) ભાવપર્યાયે પ્રવર્તતા આત્મદ્રવ્યરૂપે કર્તાપણાને ધરતો, (૨) ભાવપર્યાય પામવાની શક્તિરૂપે કરણપણાને અંગીકૃત કરતો, (૩) પ્રાપ્ય એવા ભાવપર્યાયરૂપે કર્મપણાને અનુભવતો, (૪) પૂર્વ ભવાપર્યાયનો નાશ થવા છતાં ધ્રુવપણાને અવલંબતો હોવાથી જેણે અપાદાનપણાને પ્રાપ્ત કર્યું છે એવો, (૫) ઊપજના ભાવપર્યાયરૂપ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી (અર્થાત્ ઊપજતા ભાવપર્યાયરૂપ કાર્ય પોતાને દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને પામેલો અને (૬) ધારી રાખવામાં આવતા ભાવપર્યાયનો આધાર હોવાથી જેણે અધિકરણપણાને ગ્રહ્યું છે એવો-સ્વયમેવ ષટ્કારકરૂપે વર્તતો થકો અન્ય કારકની અપેક્ષા રાખતો નથી. માટે નિશ્ચયથી કર્મરૂપ કર્તાને જીવકર્તા નથી અને જીવરૂપ કર્તાને કર્મ કર્તા નથી. (જ્યાં કર્મ કર્તા છે ત્યાં જીવ કર્તા નથી અને જ્યાં જીવ કર્તા છે ત્યાં કર્મ કર્તા નથી.)
ભાવાર્થ :- (૧) પુદ્ગલ સ્વતંત્રપણે દ્રવ્યકર્મને કરતું હોવાથી પુદ્ગલ પોતે જ કર્તા છે; (૨) પોતે દ્રવ્યકર્મરૂપે પરિણમવાની શક્તિવાળું હોવાથી પુદ્ગલ પોતે જ કરણ છે; (૩) દ્રવ્યકર્મને પ્રાપ્ત કરતું-પહોંચતું હોવાથી દ્રવ્યકર્મ કર્મ છે, અથવા દ્રવ્યકર્મથી પોતે અભિન્ન હોવાથી પુદ્ગલ પોતે જ કર્મ (-કાર્ય) છે; (૪) પોતાનામાંથી પૂર્વ પરિણામનો વ્યય કરીને દ્રવ્યકર્મરૂપ પરિણામ કરતું હોવાથી અને પુદ્ગલ દ્રવ્યરૂપે ધ્રુવ રહેતું હોવાથી પુદ્ગલ પોતે જ અપાદાન છે; (૫) પોતાને દ્રવ્યકર્મરૂપ પરિણામ દેતું હોવાથી પુદ્ગલ પોતે જ સંપ્રદાન છે; (૬) પોતાનામાં અર્થાત્ પોતાના આધારે દ્રવ્યકર્મ કરતું હોવાથી પુદ્ગલ પોતે જ અધિકરણ છે.
એ જ પ્રમાણેઃ- (૧) જીવ સ્વતંત્રપણે જીવભાવને કરતો હોવાથી જીવ પોતે જ કર્તા છે; (૨) પોતે જીવભાવરૂપે પરિણમવાની શક્તિવાળો હોવાથી જીવ પોતે જ કરણ છે; (૩) જીવભાવને પ્રાપ્ત કરતો-પહોંચતો હોવાથી જીવભાવ કર્મ છે, અથવા જીવભાવથી પોતે અભિન્ન હોવાથી જીવ પોતે જ કર્મ છે;
૩૮૬
(૪) પોતાનામાંથી પૂર્વભાવનો વ્યય કરીને (નવીન) જીવભાવ કરતો હોવાથી અને જીવદ્રવ્યરૂપે ધ્રુવ રહેતો હોવાથી જીવ પોતે જ અપાદાન છે; (૫) પોતાને જીવભાવ દેતો હોવાથી જીવ પોતે જ સંપ્રદાન છે; (૬) પોતાનામાં અર્થાત્ પોતાના આધારે જીવભાવ કરતો હોવાથી જીવ પોતે જ અધિકરણ છે.
જીવ અને પરમાણુ :જીવ અને પરમાણુ- તે બે દ્રવ્યે જ વિભાવપણે પરિણમે છે,
ને બાકીના ચાર દ્રવ્યો સ્વભાવપણે પરિણમે છે. પરમાણુમાં બે જાતની વૈભાવિક પર્યાય થાય છે ઃ એક સ્કંધરૂપે થવાની અને એક કર્મપણે થવાની એમ બે પ્રકારે થવાની. તાકાત છે. (પરમાણુ કર્મપણે થાય છે, તેમાં આત્માની વિભાવ પર્યાયનું નિમિત્ત છે); આત્મામાં તો રાગ-દ્વેષરૂપે, એક જ પ્રકારે વિકાર થાય છે.
જીવ અને પરમાણ જીવ ને પરમાણુ તે બે દ્રવ્યો જ વિભાવપણે, પરિણમે છે. ને બાકીના ચાર દ્રવ્યો (ધમાસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ) સ્વભાવપણે, પરિણમે છે. પરમાણુમાં બે જાતની વૈભાવિક પર્યાય થાય છે, એક સ્કંધરૂપ થવાની અને એક કર્મપણે થવાની, એમ બે પ્રકારે થવાની તાકાત છે. (પરમાણુ કર્મપણે થાય છે, તેમાં આત્માની વિભાવ પર્યાયનું નિમિત્ત છે.) આત્મામાં તો રાગ-દ્વેષ રૂપે, એકજ પ્રકારે વિકાર થાય છે. જીવ અને વિકાર :વિકારની પર્યાયને જીવ કરે, એવો એનો સ્વભાવ નથી. કેમકે જીવમાં એવી કોઈ શક્તિ નથી, જે વિકારને કરે. શું કીધું ? આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રભુત્વ આદિ, અનંત અનંત શક્તિઓ ભરી છે, પણ એમાં એવી કોઈ શક્તિ નથી, જે વિકારને ઉચત્પન્ન કરે. શક્તિઓ તો બધી નિર્મળ જ નિર્મળ છે.
તો પર્યાયમાં વિકાર તો થાય છે ?
હા, પર્યાયમાં જે વિકાર થાય છે, તે સ્વતંત્ર તે સમયના ષટ્કારકના પરિણમનથી થાય છે. જીવદ્રવ્ય, એનું કારણ નહિ ને નિમિત્ત-કર્મ પણ, એનું વાસ્તવિક કારણ નહિ.