________________
તે તપ નથી પણ શુભ-અશુભ ઈચ્છા મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે. તે સમ્યક્તપ છે. (૭) અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ એ છ પ્રકારના બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ત, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાન એ છ પ્રકારના અંતરંગ તપો ચિત્તને વશ કરવા અર્થે છે. તેર વ્રતોને દોષરહિત પાળવા માટે તેને પાંચ પાંચ અતિચાર પ્રસિદ્ધ છે. તેને દૂર કરવા એ શ્રાવકનું કર્તવ્ય છે. (૧) અહિંસા અણુવ્રતનાં પાંચ અતિચાર=
(૧) બંધ-કષાયપૂર્વક કોઈને બાંધવો કે બંધનમાં નાખવો,
(૨) વધ-કષાયથી કોઈને મારવો, ઘાયલ કરવો,
(૩) છેદ-કષાયથી કરી કોઈના અંગ કે ઉપાંગ છેદી સ્વાર્થ સાધવો,
(૪) અતિભાસરોપણ-હદ ઉપરાંત ભાર ભરવો,
(૫) અન્નપાનનિરોધ-પોતાને આધીન મનુષ્ય કે પશુઓના ખાનપાન રોકી દેવાં.
(૨) સત્યઅણુવ્રતના પાંચ અતિચાર=
(૧) મિથ્યાઉપદેશ બીજાને મિથ્યા કહેવાનો ઉપદેશ દઈ દેવો, (૨) રહોડભ્યાખ્યાન=સ્ત્રીપુરુષની એકાંત ગુપ્તવાતોને પ્રગટ કરી દેવી, (૩) ફૂટ લેખક્રિયા-કપટથી અસત્ય લેખ લખવા.
(૪) ન્યાસાપહાર-બીજાની થાપણને જૂઠું બોલી ઓળવવી; પાછું કાંઈ આપવું નહિ.
(૫) સાકારમંત્રભેદ-કોઈના ગુપ્ત અભિપ્રાયને અંગોના હલનચલનથી જાણી લઈ પ્રગટ કરી દેવો. આ બધામાં કષાયભાવ હેતુરૂપ છે. (૩) અચૌર્ય અણુવ્રતના પાંચ અતિચાર
(૧) સ્પેનપ્રયોગ-બીજાને ચોરી કરવાનો માર્ગ બતાવી દેવો,
(૨) તદાહ્યતાદાન-ચોરીને આણેલો માલ જાણીને કે શંકા છતાં લેવો, (૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ-રાજ્યની મનાઈ હોવા છતાં મર્યાદાને ઓળંગીને અન્યાયપૂર્વક લેવું-દેવું,
૪૦૪
(૪) હીનાધિકમાનોન્માન-ઓછા તોલમાપથી આપવું, અને વધારે તોલમાપથી લેવું,
(૫) પ્રતિરૂપક વ્યવહાર-ખોટા સિક્કા ચલાવવા, અથવા ખરી વસ્તુમાં ખોટી ભેળવી ખરી કહી વેચવું.
(૪) બ્રહ્મચર્ય અણુવ્રતના પાંચ અતિચાર
(૧) પરિવવાહકરણ=પોતાના પુત્રપૌત્રાદિક સિવાય બીજાના સંબંધ જોડવા.
(૨) પરિગ્રહીતાઈત્વરિકાગમન-વિવાહિત વ્યભિચારિણી સ્ત્રી પાસે જવું આવવું,
(૩) અપરિગ્રહિતા ઈત્યારિકા ગમન-વિવાહિત નહિ એવી વેશ્યાદિકની પાસે જવું આવવું.
(૪) અનંગક્રીડા-કામસેવનનાં અંગ સિવાય અન્ય અંગોથી કામસેવન કરવું.
(૫) કામતીવ્રાભિનિવેશ-કામસેવનની તીવ્ર લાલસા સ્વસ્રીમાં પણ
રાખવી.
(૫) પરિગ્રહ પ્રમાણ વ્રતના પાંચ અતિચાર=દસ પ્રકારના પરિગ્રહની પાંચ જોડી થાય છે. ક્ષેત્ર-મકાન, ચાંદી-સોનું, ધન-ધાન્ય, દાસી-દાસ, કપડાંવાસણ એમાંથી કોઈ એક જોડીમાં એકને ઘટાડી બીજાની મર્યાદા વધારી લેવી તેવા પાંચ દોષ છે.
(૬) દિગ્વિરતિના પાંચ અતિચાર=
(૧) ઊર્ધ્વ વ્યતિક્રમ-ઊંચે જેટલું દૂર જવાનું પ્રમાણ કર્યું હોય તેને કોઈ કષાયને વશ થઈ ઓળંગી આગળ ચાલ્યા જવું.
(૨) અધઃવ્યતિક્રમ-નીચેના પ્રમાણને ઓળંગી આગળ ચાલ્યા જવું.
(૩) તિર્થંક વ્યતિક્રમ-બાકીની આઠ દિશાઓના પ્રમાણને ઓળંગી આગળ ચાલ્યા જવું.
(૪) ક્ષેત્રવૃદ્ધિ-ક્ષેત્રની મર્યાદા એક તરફ ઘટાડી બીજી તરફ વધારી દેવી. (૫) સ્મૃત્યન્તરાધાને મર્યાદાને ભૂલી જવી.