________________
તદઉપપણું અને અતદરૂપપણું આત્મામાં વિરુદ્ધધર્મત નામની એક શક્તિ છે. આ
ત્રિકાળ શક્તિની વાત છે. જે વડે આત્મામાં તરૂપપણું અને અતદ્રુપપણું હોય છે. એટલે કે આત્મા સ્વપણાને છોડે નહિ અને પરપણાને ગ્રહે નહિ
એવી શક્તિ છે. તદાકાર તન્મય; તદ્રુપ, એકાકાર; એકરૂપ. (૨) તદ્રરૂપ, તન્મય, લીન, તેના જ
આકારનું, તાદામ્ય (૩) તન્મય, તદ્રુપ, એનામાં એકરૂપાત્મક તાદાગ્ય :એકરૂપતા તદાશિત તેને આશ્રિત. તન :શરીર. તન્નિમિત્તક શાનસ્વરૂપ શેય પર્યાયો જેમનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે સ્વરૂપ
સ્વધર્મથી (જ્ઞાન સ્વરૂપ નિજ ધર્મથી) આત્માને અભિન્નપણું છે. તનિમિત્તકણાનસ્વરૂપ સ્વધર્મ cmય પર્યાયો જેમનું નિમિત્ત છે. એવું જે જ્ઞાન તે
સ્વરૂપ સ્વધર્મથી (જ્ઞાનસ્વરૂપ નિજ ધર્મથી) આત્માને અભિન્નપણું છે. તન્મય એકમેક; તે-મય; એકરૂપ. (૨) તદાકાર; તલ્લીન; એકાગ્ર; મશગુલ;
એકધ્યાન. (૩) તદ્રુપ, એકરૂપ, તે પણે, સ્પર્શ કરવો, પ્રવેશ કરવો, તે-મય, અનન્ય (૪) એકાગ્ર, લીન, તદાકાર, મશગૂલ, એકધ્યાન (૫) પરદ્રવ્યમય, એકાગ્ર, લીન. (૬) એકાગ્ર, લીનતા. (૭) એકરૂપ, પદ્રવ્યમય (૮) લીન,
એકરૂપ. (૯) આત્મમય તન્ય આત્મયોગમાં પ્રવેશે છે. જેમ છે તેમ આત્મામય, આત્માનંદ ઉપયોગમાં,
એક આત્માને ધારી રહ્યો છે. તન્મય થતો નથી તેમાં પ્રવેશ કરતો નથી, તેને સ્પર્શ શુદ્ધાં કરતો નથી. તન્મયતા લીનતા (૨) તદ્રુપતા (૩) તદ્રુપ પરિણમન, તદ્રુપતા તનય પુત્ર તનુવાત વલય આ હલકા વાયુનો પુંજ છે. તેણે ત્રીજા ધનવાતવલયને,
તનુવાતવલયે ધેરી રાખ્યો છે. તનવાતવલય:પાતળી હવાનું વાતાવરણ
૪૦૩ તપ સચ્ચિદાનંદમય આત્મા પોતે-તેમાં લીન થઈ પ્રતાપવંત રહેવું તેનું નામ
ઈચ્છાના અભાવરૂપ તપ છે અને તે સત્યાર્થ ધર્મ છે. (૨) અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત-શધ્યાસન અને કાયકલેશાદિ ભેદોવાળાં છ બહિરંગ તપો છે અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એવા ભેદોવાળા છે અંતરંગ તપો મળી કુલ બાર તપ છે. (જે જીવને સહજ શુદ્ધસ્વરૂપના પ્રતાનરૂપ નિશ્ચય-તપ હોય તે જીવના હઠ વિના વર્તતા અનશનાદિસંબંધી ભાવોને તપ કહેવામાં આવે છે. તેમાં વર્તતો શુદ્ધિરૂપ અંશ તે નિશ્ચય-તપ છે અને શુભપણારૂપ અંશને વ્યવહાર-તપ કહેવામાં આવે છે. (મિથ્યાદષ્ટિને નિશ્ચય-તપ નથી તેથી તેના અનશનાદિ સંબંધી શુભભાવોને વ્યવહાર-તપો પણ કહેવાતા નથી; કારણકે જ્યાં વાસ્તવિક તપનો સદ્ભાવ જ નથી, ત્યાં તે શુભ ભાવોમાં આરોપ કોનો કરવો ?)) (૩) તપ છ પ્રકારે -
(૧) અંતવૃત્તિ થાય તે. (૨) એક આસને કાયાને બેસાડવી તે. (૩) ઓછો આહાર કરવો તે. (૪) નીરસ આહાર કરવો અને વૃત્તિઓ ઓછી કરવી તે. (૫) સંલીનતા.
(૬) આહારનો ત્યાગ તે. (૪) જે જીવને સહજ શુદ્ધ સ્વરૂપના પ્રતાપનરૂપ નિશ્ચય-તપ હોય તે જીવના હઠ વિના વર્તતા અનશનાદિ સંબંધી ભાવોને તપ કહેવામાં આવે છે. તેમાં વર્તતો શુદ્ધિરૂપ અંશ તે નિશ્ચય-તપ છે અને શુભપણારૂપ અંશને વ્યવહારતપ કહેવામાં આવે છે. (મિથ્યાદષ્ટિને નિશ્ચયતપ નથી તેથી તેના અનશનાદિ સંબંધી શુભ ભાવોને વ્યવહાર-તપો પણ કહેવાતા નથી; કારણકે જ્યાં વાસ્તવિક તપનો સદ્ભાવ જ નથી, ત્યાં તે શુભ ભાવોમાં આરોપ કોનો કરવો ?) (૫) સ્વભાવના ભાનપૂર્વક ઈચ્છાનું અટકી જવું તે જ્ઞાનનંદનું પ્રતપન થયું તે તપ છે. (૬) ઈચ્છાને રોકવી તે તપ છે. શુભ-અશુભ ઈચ્છા