________________
સ્પર્શના, રસના, ઘાપ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિયપ્રાણ છે; કાય, વચન અને મન એ ત્રણ બળપ્રાણ છે; ભવધારણનું નિમિત્ત (અર્થાત્ મનુષ્યાદિ પર્યાયની સ્થિતિનું નિમિત્ત) તે આયુપ્રાણ છે; નીચે તથા ઊંચે જવું તે જેનું સ્વરૂપ છે એવો વાયુ (શ્વાસ) તે શ્વાસોશ્વાસ પ્રાણ છે. જોકે નિશ્ચયથી જીવ સદાય ભાવપ્રાણથી જીવે છે, તોપણ સંસારદશામાં વ્યવહારથી તેને વ્યવહારજીવનના કારણભૂત ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોથી જીવતો કહેવામાં આવે છે. આમ છતાં તે દ્રવ્યપ્રાણો આત્માનું સ્વરૂપ બિલકુલ નથી કારણકે તેઓ પુદ્ગલદ્રવ્યથી બનેલા છે. (૧) મોહાદિક પૌદ્ગલિક કર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી સંયુક્ત થાય છે અને (૨) પ્રાણોથી સંયુક્ત થવાને લીધે પૌલિક કર્મફળને (મોહી-રાગી-દ્વેષી જીવ મોહ-રાગ-દ્વેષપૂર્વક) ભોગવતો થકો કરીને પણ અન્ય પૌદ્ગલિક કર્મો વડે બંધાય છે, તેથી (૧) પૌગલિક કર્મના કાર્ય હોવાને લીધે અને (૨) પૌલિક કર્મના કારણ હોવાને લીધે પ્રાણો પૌલિક જ નિશ્ચિત (નકકી થાય છે. પ્રથમ તો પ્રાણોથી જીવ કર્મફળને ભોગવે છે; તેને ભોગવતો થકો મોહ તથા દ્વેષને પામે છે; મોહ તથા દ્વેષથી સ્વજીવ અને પરજીવના પ્રાણોને બાધા કરે છે. ત્યાં કદાચિત (-કોઈવાર) પરના દ્રવ્યપ્રાણોને બાધા કરીને અને કદાચિત (પરના દ્રવ્યપ્રાણોને) બાધા નહિ કરીને, પોતાના ભાવપ્રાણોને તો ઉપરક્તપણા વડે (અવશ્ય) બાધા કરતો થકો, (જીવ) જ્ઞાનાવરણાદિ કર્મો બાંધે છે. આ પ્રમાણે પ્રાણો પૌલિક કર્મોના કારણપણાને પામે છે. દ્રવ્યપ્રાણોની પંરપરા ચાલ્યા કરવાનું અંતરંગ કારણ અનાદિ પુદ્ગલકર્મના નિમિત્તે થતું જીવનું વિકારી પરિણમન છે. જ્યાં સુધી જીવ દેહાદિક વિષયોમાં મમત્વરૂપ એવું તે વિકારી પરિણમન છોડતો નથી, ત્યાં સુધી તેના નિમિત્તે કરી કરી પુલકર્મ બંધાયા કરે છે અને તેથી ફરી ફરી દ્રવ્યપ્રાણોનો સંબંધ થયા કરે છે. ખરેખર પૌલિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો અંતરંગ હેતુ પૌદ્ગલિક કર્મ જેનું કારણ (નિમિત્ત) છે એવા ઉપરક્તપણાનો અભાવ છે. અને તે
૩૯૫ અભાવ જે જીવ સમસ્ત ઈન્દ્રિયાદિક પરદ્રવ્યો અનુસાર પરિણતિનો વિજયી થઈને, (અનેક વર્ષોવાળા) આશ્રય અનુસાર સઘળી પરિણતિથી વ્યાવૃત્ત થયેલા સ્ફટિકમણિની માફક, અત્યંત વિશુદ્ધ ઉપયોગમાત્ર આત્મામાં એકલામાં સુનિશ્ચળપણે વસે છે, તે જીવને હોય છે. આ અહીં તાત્પર્ય છે કે-આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે વ્યવહાર જીવત્વના હેતુભૂત પૌલિક પ્રાણો આ રીતે ઉચ્છેદવા યોગ્ય છે. જેમ અનેક રંગવાળી આશ્રયભૂત વસ્તુ અનુસાર જે (સ્ફટિકમણિનું) અનેકરંગી પરિણમન તેનાથી તદ્દન વ્યાવૃત્ત થયેલા સ્ફટિકમણિને ઉપરક્તપણાનો અભાવ છે, તેમાં અનેક પ્રકારનાં કર્મ, ઈન્દ્રિયો ઈત્યાદિ અનુસાર જે (આત્માનું અનેક પ્રકારનું વિકારી પરિણમન તેનાથી તદ્દન વ્યાવૃત્ત થયેલા આત્માને -કે જે એકલા ઉપયોગમાત્ર આત્મામાં સુનિશ્ચળપણે વસે છે તેને) ઉપરક્તપણાનો અભાવ હોય છે. તે અભાવથી પૌલિક પ્રાણોની પંરપરા અટકે છે.
આ પ્રમાણે પૌલિક પ્રાણોનો ઉચ્છેદ કરવા યોગ્ય છે. (૨) ઈંદ્રિયપ્રાણ; બળપ્રાણ; આયુપ્રાણ તથા શ્વાસોચ્છવાસપ્રાણ આ ચાર જીવના પ્રાણી છે. તેમાં સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિયપ્રાણ છે; કાયટ, વચન અને મન એ ત્રણ બળપ્રાણ છે; ભવધારણનું નિમિત્ત (અર્થાત્ મનુષ્યાદિપર્યાયની સ્થિતિનું નિમિત્ત) તે આયુપ્રાણ છે; નીચે તથા ઊંચે જવું તે જેનું સ્વરૂપ છે એવો વાયુ (શ્વાસ) તે શ્વાસોશ્વાસ પ્રાણ છે. આમ વિસ્તાર કરતાં દસ પ્રાણો છે. વ્યુત્પત્તિ પ્રમાણે પ્રાણસામાન્યથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો, તે જીવ છે. એ રીતે (પ્રાણસામાન્ય) અનાદિ સંતાનરૂપે (પ્રવાહરૂપે) પ્રવર્તતા હોવાને લીધે (સંસારદશામાં) ત્રણે કાળ ટકતા હોવાથી પ્રાણસામાન્ય જીવને જીવત્વના હેતુ છે જ. તથાપિ તે (પ્રાણસામાન્ય) જીવનો સ્વભાવ નથી કારણકે પુગલદ્રવ્યથી નીપજેલા-રચાયેલા છે. જોકે નિશ્ચયથી જીવ સદાય ભાવપ્રાણથી જીવે છે. તોપણ સંસારદશામાં વ્યવહારથી તેને વ્યવહારજીવત્વના કારણભૂત ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોથી જીવતો