________________
જીવસ્તવ શક્તિ :ચિતિ શક્તિ, જ્ઞાન શક્તિ, સર્વજ્ઞાનાક્તિ. જીવસ્થાનો :પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત એવાં બાદર ને સૂક્ષ્મ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સંશી તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાંય જીવને નથી. કારણકે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય છે તેથી અનુભૂતિથી ભિન્ન છે. અભેદ શુદ્ધ વસ્તુમાં ભેદ નથી કેમ કે અભેદના ધ્યાનમાં તે ભેદ અંદર આવતા નથી. (૨) એકેન્દ્રિયપણું, બેઈંદ્રિયપણું, ત્રણઈન્દ્રિયપણું, ચાર ઈન્દ્રિયપણું, પંચેન્દ્રિયપણું, સંન્ની કે અસંશીપણું, બાદર તથા સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત-સર્વ પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાય છે. આઠ કર્મમાં એક નામકર્મ છે. તેમાં એક પ્રકૃતિ છે જે પ્રકૃતિના કારણે પર્યાપ્ત-અપર્યાપ્ત, સૂક્ષ્મ-બાદરની દશા ઉત્પન્ન થાય છે. આ જે નામકર્મ છે એની ૯૩ પ્રકૃતિ છે. એમાં એક એવી પ્રકૃતિ છે
કે જે પર્યાપ્તાદિને ઉપજાવે છે. એ જીવને ઉપજાવે છે એમ નથી. પંચાસ્તિકાયમાં આવે છે કે છ કાય તે જીવ નથી. પરંતુ એમાં જે જ્ઞાનમાત્ર સ્વરૂપ છે તે જીવ છે. અહીં કહે છે કે છ કાયના શરીરની ઉત્પત્તિ એ કાર્ય છે છે અને એ, કરણ એવા પુદ્ગલથી થયું છે. બેસવું ભારે કઠણ પણ ભાઈ! ભગવાન આત્મા તો જ્ઞાનઘન ચૈતન્યબિંબ પ્રભુ છે. એમાંથી આ પર્યાપ્તઅપર્યાપ્ત આદિ ભેદ કયાંથી રચાય ?
જીવસંબદ્ધ કે જીવ-અસંબદ્ધ જીવ સાથે સંબદ્ધ કે જીવ સાથે અસંબદ્ધ એવા અજીવને જાણવાનું પ્રયોજન એ છે કે સમસ્ત અજીવ પોતાથી (સ્વજીવથી) તદ્દન ભિન્ન છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય.
જીવસ્વભાવ :પ્રાણધારણરૂપ જીવત્વ; દ્રવ્યપ્રાણના ધારણરૂપ જીવસ્વભાવ; ભાવપ્રાણના ધારણસ્વરૂપના જીવસ્વભાવ.
જીવાદિ અનેક દ્રવ્યો એકએક થતાં નથી :જેમ ઘણા દીવાના પ્રકાશો એક ઓરડામાં ભેગા રહ્યા હોય તો સ્થૂળ દૃષ્ટિથી જોતાં તેઓ એકબીજામાં મળી ગયેલા લાગે છે. તો પણ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારપૂર્વક જોતાં તે તે પ્રકાશો ભિન્ન ભિન્ન જ છે (કારણ કે એક દીવો બુજાઈ જતાં તે જ દિવાનો પ્રકાશ નષ્ટ થાય છે, અન્ય દીવાના પ્રકાશો નષ્ટ થતા નથી; તેમ જીવાદિ અનેક દ્રવ્યો એ જ
૩૯૮
ક્ષેત્રમાં રહ્યાં છે તો પણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં તેઓ ભિન્ન ભિન્ન જ છે. એકમેક થતાં નથી.
જીવાદિ દ્રવ્ય કેટકેટલાં છે અને ક્યાં રહે છે ? :જીવ દ્રવ્ય અનંતાનંદ છે. એ સમસ્ત
લોકાકાશમાં ભરેલાં છે. જીવ દ્રવ્યથી અનંતગુણા અધિક પુદ્ગલ દ્રવ્ય છે અને તે સંપૂર્ણ લોકમાં ભરેલા છે. ધર્મ અને અધર્મ દ્રવ્ય એકેક છે, અને સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. આકાશ દ્રવ્ય એક છે, એ લોક તથા અલોકમાં વ્યાપ્ત છે. કાળ દ્રવ્ય અસંખ્યાત છે, અને સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે. પ્રત્યેક જીવ કેવડો મોટો છે ? = પ્રત્યેક જીવ પ્રદેશોની સંખ્યાની અપેક્ષાએ, લોકાકાશની બરાબર અસંખ્ય પ્રદેશવાળો છે. પરંતુ સંકોચ-વિસ્તારના કારણે, પોતાના શરીર પ્રમાણ છે. અને મુક્તજીવ અંતના શરીર પ્રમાણ છે. લોકાકાશ બરાબર કયો જીવ થાય છે ? મોક્ષ જતાં પહેલાં, કેવળી સમુદ્રઘાત કરતાં જીવ, લોકાકાશ જેવડો મોટો છે.
જીવાદિક દ્રવ્ય કેટલાં છે અને તેઓ કયાં આવેલાં છે ? :જીવ દ્રવ્ય અનંત છે, અને તે સંપૂર્ણ લોકાકાશમાં ભરેલાં છે. જીવ દ્રવ્યથી, અનંતગુણા અધિક પુદ્ગલ દ્રવ્યો છે. અને તે સંપૂર્ણ લોકાકાશમાં ભરેલાં છે. ધર્મ અને અધર્મ દ્રવ્ય, એક, એક છે અને તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. આકાશદ્રવ્ય એક છે અને તે લોક તથા અલોકમાં વ્યાપ્ત છે. કાલદ્રવ્ય અસંખ્યાત છે, અને તે લોકાકાશમાં (દરેક પ્રદેશે એક, એક, એવી રીતે) વ્યાપ્ત છે.
જીવાસ્તિક :જીવાસ્તિકાય. (૨) ચૈતન્ય જેનું લક્ષણ છે એવો જીવાસ્તિક તે જીવ છે. જીવાસ્તિકાય જ્ઞાનદર્શન સ્વરૂપ આત્મા; તે આત્મા અસંખ્યાત પ્રદેશી છે, તેથી અસ્તિકાય કહેલ છે.
જીવિત ઃટકવું (૨) જીવતર
જીવો :જીવો ભાવવાળા હોવા ઉપરાંત ક્રિયાવાળા પણ હોય છે, કારણકે પરિશ્ચંદ
સ્વભાવવાળા હોવાને લીધે, પરિસ્કંદ વડે નવાં કર્મ-નોકર્મરૂપ પુદ્ગલો ભિન્ન જીવો, તેમની સાથે ભેગા થતા હોવાથી, અને કર્મ-નોકર્મ રૂપ પુદ્ગલો સાથે ભેગા થયેલા જીવો, પાછા ભિન્ન પડતા હોવાથી (તે અપેક્ષાએ) તેઓ ઊપજે છે, ટકે છે ને નષ્ટ થાય છે.