________________
(૧) અસ્તિત્વગુણની શક્તિને કારણે દ્રવ્યોનો કદીપણ નાશ ન થાય; કોઈથી ઉત્પન્ન પણ ન થાય તેને અસ્તિત્વગુણ કહે છે.
અસ્તિત્વગુણથી હું સ્વતંત્ર અનાદિ અનંત મારાથી ટકી રહેનારો છું કોઈ પરથી અને કોઈ સંયોગથી મારી ઉત્પત્તિ થઈ નથી. તથા મારો કદી નાશ થતો નથી આથી મરણનો ભય ટળી જાય છે.
(૨) વસ્તુત્વગુણની શક્તિના કારણથી દ્રવ્યમાં અર્થક્રિયા કરવાપણું હોય છે. જીવની અર્થક્રિયા જાણવું અને ઘડાની અર્થક્રિયા જળ ધારણ કરવું વગેરે . (૩) દ્રવ્યત્વગુણની શક્તિના કારણથી દ્રવ્ય અવસ્થાઓ નિરંતર બદલાયા કરે છે. બધા દ્રવ્યોની અવસ્થાઓનું પરિવર્તન (બદલવું) નિરંતર તેના પોતાથી પોતામાંથી જ થયા કરે છે. પણ બીજું કોઈ તેની અવસ્થા બદલતું નથી. (૪) પ્રદેશત્વગુણના શક્તિને કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય, તેને પ્રદેશત્વ ગુણ કહે છે.
(૫) પ્રમેયત્વગુણની શક્તિના કારણે દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય છે. (૬) અગુરૂલઘુત્વ ગુણની શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, અર્થાત્
(*) એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન થાય, (•) એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય અને (*) એક દ્રવ્યના અનેક અથવા અનંત ગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય તે શક્તિને અગુરૂ લઘુત્વ ગુણ કહે છે. અગુરુલઘુત્વગુણને (*) કોઈપણ દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી. (*) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ, (*) દ્રવ્યનો એક ગુણ તે જ દ્રવ્યના બીજા ગુણનું કંઈ કરી શકે નહિ.
એ પ્રકારે હું જ્ઞાન સ્વભાવી આત્મા સર્વે દ્રવ્યથી ભિન્ન એ સ્વતંત્ર છું તેવો ભેદજ્ઞાનરૂપી અપૂર્વ ધર્મ પ્રગટ થાય છે.
વિશેષ ગુણો ઃ
(૧) જીવ દ્રવ્યમાં ચૈતન્ય (જ્ઞાન,જ્ઞાતા, દર્શન, દૃષ્ટા), શ્રદ્ધા (સમ્યક્ત્વ) ચારિત્ર. સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ વગેરે. (૨) પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ વગેર.
૩૭૩
(૩) ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિ હેતુત્વ વગેરે એટેજીવ અને પુદ્ગલને ગતિ કરવામાં જે સહાયકારી થાય છે તે ધર્માસ્તિક દ્રવ્ય.
(૪) અધર્માસ્તિકાય દ્રવ્યમાં સ્થિહેતુત્વ વગેરે : એટલે કે જીવ એ યુદ્ગલને સ્થિર રહેવામાં જે સહાયકારી ાય તે અધર્માસ્તિ દ્રવ્ય.
(૫) આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ વગેરે એટલે જીવાદિ પાંચે દ્રવ્યને જે રહેવાની જગ્યા આપે છે તે આકાશ.
(૬) કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ વગેરે.
જૈનદર્શનનું વિશેષપણું શું છે ? :કર્મગ્રંથમાં જે જે ગુણસ્થાન, કે જે જે કર્મપ્રકૃતિઓની બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વર્ણવી છે, અને તેના બંધના તથા છૂટવા વગેરેના જે જે પ્રકારો વર્ણવ્યા છે, તેવા કોઈ દર્શનમાં નથી. જૈનદર્શનના શાઓના ભાવ સમજવા માટે અવશ્ય લક્ષ્યમાં રાખવા યોગ્ય નિયમો : (૧) જૈનદર્શન અનેકાન્ત સ્વરૂપ છે, તે દરેક વસ્તુને અનેકાન્ત સ્વરૂપ બતાવે છે.
દરેક તત્ત્વ પોતાના સ્વરૂપમાં અસ્તિરૂપ અને પરના સ્વરૂપથી નાસ્તિરૂપ છે. આ અનેકાન્ત, એ જ વસ્તુનું સ્વરૂપ સમજવાનો ઉપાય છે. તેનાથી જ જૈન દર્શનની મહત્તા છે.
(૨) દરેકે દરેક તત્ત્વ સ્વતંત્ર છે, પોતે પોતાથી અસ્તિરૂપ છે, અને પરથી નાસ્તિરૂપ
છે. જેમાં જેની નાસ્તિ હોય, તેમાં તે કાંઈ કરી શકે નહિ. તેથી કોઈ તત્ત્વનું કાંઈ પણ કરવા કદી, સમર્થ નથી.
(૩) દરેક દ્રવ્યો એકબીજાથી જુદાં હોવાથી, તેમના ગુણો અને પર્યાયો પણ ત્રિકાળ જુદે જુદાં જ છે. અને દરેક દ્રવ્યના ગુણ-પર્યાય પોતપોતાના દ્રવ્યના
જ આધારે છે. કોઈ પણ દ્રવ્યના ગુણ-પર્યાય, કદી પણ કોઈ બીજા દ્રવ્યના આધારે નથી.
(૪) જીવ પોતે બીજા અનંત પર પદાર્થોથી ભિન્ન છે. તેથી કોઈ પર પદાર્થો, જીવને લાભ-નુકસાન કરી શકે નહિ, જીવનો પુરુષાર્થ સ્વતંત્ર છે. જગતના સર્વ દ્રવ્યો સ્વથી અસ્તિરૂપ અને પરથી નાસ્તિરૂપ - એમ અનેકાન્ત સ્વરૂપ છે. એ અનેકાન્ત દ્વારા વસ્તુસ્વરૂપની સ્વતંત્રતા અને પૂર્ણતા છે. આમ