________________
ભેદજ્ઞાન કરાવીને, જૈનદર્શન આત્મસ્વભાવ સાથે એક્તા કરાવે છે, ને પરનો સંબંધ તોડાવે છે.
(૫) જૈન દર્શનના શાસ્ત્રનું કોઈ પણ કથન હોય, તેનું મૂળ પ્રયોજન વીતરણભાવ જ છે. એ પ્રયોજનને અખંડ રાખીને જ, જૈનશાસ્ત્રોના અર્થ સમજવા. ઉપર મુજબના પાંચ નિયમો બરાબર લક્ષમાં રાખીને, સત્શાસ્ત્રોના અર્થ સમજવામાં આવે, તે તેનું સાચુ રહસ્ય સમજાય છે. કોઈ પણ શાસ્ત્ર હોય અને તેમાં નિશ્ચયનયનું કથન હોય કે વ્યવહારનયનું કથન હોય, તેનો સાચો ભાવાર્થ સમજવા માટે ઉપરના નિયમો લક્ષમાં રાખીને, તેના અર્થ કરવા જોઈએ.
અસ્તિ-નાસ્તિરૂપ અનેકાન્તના મર્મને સમજીને, જો અર્થ કરે તો શાસ્રરૂપી સમુદ્રને પાર પામી જાય,-શાસ્ત્રના ગમે તે કથનમાં પણ તે મૂંઝાય નહિ. અને જો અનેકાન્તના સાચા મર્મને જાણે નહિ, તથા એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરે ઈત્યાદિ પ્રકારે પક્ષ રાખીને, શાસ્ત્ર વાંચે તો તે શાસ્ત્રના અનેક વિવક્ષાઓના કથનને ઉકેલી શકશે નહિ, તે શાસ્ત્રના કથનને જ પકડીને, ત્યાં જ મૂંઝાઈ જશે - એટલે કે તેનું જ્ઞાન મિથ્યા રહેશે. તે શાસ્ત્રોમાં રહેલા જ્ઞાનીઓના આશયને સમજી શકશે નહિ.
જૈનધર્મ : સંયોગ અને રાગની મિથ્યાશ્રદ્ધાઠોડવીને અભાવની શ્રદ્ધા કરવી તે જૈન ધર્મ છે. (૨) રાગ-દ્વેષ અને અજ્ઞાનને દૂર કરીને, પરમ વીતરાગતા ને સર્વજ્ઞતા પ્રગટ કરે, તે જૈન ધર્મ છે. (૩) હું તો અખંડ, એક જ્ઞાયક સ્વભાવી ચૈતન્યજ્યોતિ માત્ર, વસ્તુ આત્મા છું - આવી નિર્વિકાર નિર્મળ અંતઃદષ્ટિ થવી, તે જૈન ધર્મ છે. જૈન ધર્મ, એ કોઈ વાડો કે સંપ્રદાય નથી; જૈનધર્મ તો વસ્તુનું સ્વરૂપ છે. (૪) જૈન ધર્મ તે રાગ-દ્વેષ અજ્ઞાનને જીતનાર, આત્મસ્વભાવ છે. તેથી જેટલે અંશે રાગ-દ્વેષ અજ્ઞાનનો નાશ કરે, તેટલે અંશે જૈનપણું છે. જૈનપણાની શરૂઆત સમગ્દર્શનથી થાય છે. (૫) રાગ અને અજ્ઞાન દૂર કરીને, પરમ વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટ કરે, તે જૈનધર્મ છે.
૩૭૪
જૈન ધર્મના ઉપદેશનો સાર જૈન ધર્મના બધા ઉપદેશનો સાર આ છે કે, પોતાના આત્માને જગતના પદાર્થોથી ભિન્ન, તેમજ શુભાશુભ ભાવોથી પણ ભિન્ન, જ્ઞાન,-આનંદ સ્વરૂપે જાણીને, તેને જ ધ્યાવીને, તેમાં એકાગ્ર થવું - આમાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર ત્રણે આવી જાય છે, તે જ મોક્ષનો માર્ગ છે. તે જ મુમુક્ષુનું કર્તવ્ય છે.
પુણ્યના ફળમાં ધનના ઢગલા કે સમાજમાં મોટાઈ મળે, તેથી કાંઈ આત્માને લાભ થઈ જતો નથી. તે બધું મળવાથી, કાંઈ આત્માનું કામ થઈ જતું નથી. આત્માના હિતને માટે કોઈ સંયોગ, કે તેના તરફનો ભાવ કાંઈ કામ આપતો નથી. હું આત્મા જ્ઞાનાનંદ છું - એમ પોતાની વસ્તુને ઓળખીને, તે સમ્યાન પ્રગટ કરે. તો તેનાથી આત્માનું પરમ હિત છે, ને તે આત્માની વસ્તુ હોવાથી, આત્મા સાથે અચળ રહે છે. તેનો વિયોગ થતો નથી. પુણ્યના ફળરૂપ સંયોગ, તો છૂટી જાય છે.
અરે જીવ ! તુ વિવેક તો કર, કે કઈ ચીજ મળવાથી તારું હિત છે ? ધન-સ્ત્રી વગેરેનો સંયોગ કે ભગવાનનો ને, ગુરુનો સંયોગ ! તે કોઈ પણ સંયોગ તને હિત આપે તેમ નથી. તું પોતે સંયોગથી ભિન્ન, આત્માનું જ્ઞાન કર, તે જ્ઞાન જ તને હિતરૂપ છે, શ્રી દેવ-ગુરુ પણ તને એમ જ, કરવાનું ફરમાવે છે, અને એમ કરવું તે જ, શ્રીદેવ-ગુરુનો પરમાર્થ વિનય છે.
હવે જેમ પુણ્યનો સંયોગ હિત આપતો નથી, તેમ પાપના ફળમાં અસાતા વગેરે પ્રતિકૂળતા હોય, તો તે કાંઈ હિતમાં રોકાતી નથી; તે વખતે પણ અંદર ભેદજ્ઞાન કરે, તો જીવ પોતાનું હિત કરી શકે છે. સંયોગ શું કરે ? નરકમાં પણ જીવ સમ્યગ્દર્શન પામે છે – ત્યાં સંયોગ એક કોર પડ્યા રહે છે, ને તેનું લક્ષ છોડીને જીવ અંદર પોતામાં ઊતરી જાય છે, ત્યાં અપૂર્વ શાંતિ પ્રગટે છે. સંયોગ, સંયોગમાં રહ્યા,આત્મામાં તેનો પ્રવેશ નથી. સંયોગ વખતે જેમ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરી શકે છે, તેમ લક્ષ બદલીને, સંયોગથી ભિન્ન આત્માના લક્ષે ભેદજ્ઞાન કરીને, ધર્મધ્યાન પણ કરી શકે છે. કરોડો પ્રતિકૂળતા દુઃખનું કારણ નથી. ને કરોડો અનુકૂળતા સુખનું કારણ નથી; છતાં તેને દુઃખ