________________
શુદ્ધ થાય છે. તેમ આત્મા પણ નિશ્ચયરત્નત્રયાત્મક શુદ્ધાપયોગે પરિણમે છે, ત્યારે પોતે જ શુદ્ધ થાય છે.
સિદ્ધાંતમાં જીવના અસંખ્ય પરિણામોને મધ્યમ વર્ણનથી ૧૪ ગુણસ્થાનરૂપે કહેવામાં આવ્યા છે. તે ગુણ સ્થાનોને સંક્ષેપથી ઉપયોગ રૂપે વર્ણવતાં, પ્રથમ ત્રણ ગુણસ્થાનોમાં તાસ્તમ્યપૂર્વક ઘટતો ઘટતો અશુભોપયોગ, ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક (વધતો વધતો) સુભોપયોગ, સાતમાથી બારમા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધોપયોગ અને છેલ્લાં બે ગુણસ્થાનોમાં શુદ્ધોપયોગનું ફળ આવું વર્ણન કથંચિત થઈ શકે છે. (૧૭) જેમાં ચેતના અર્થાત્ જ્ઞાન દર્શનરૂપ શક્તિ હોય, તેને જીવદ્રવ્ય કહે છે. તે અસંખ્ય પ્રદેશી છે. અને અનંત છે. (૧૮) ષટ્ દ્રવ્યનો સમુદાય તે લોક છે. જીવ અચિંત્ય જ્ઞાનશક્તિથી તેને જાણે છે; તેથી જીવ સિવાય, બાકીના દ્રવ્યો શેય છે અને જીવ, જ્ઞાન તેમજ શેય છે. તે જીવને વસ્તુના સ્વરૂપભૂત હોવાથી, જે કદી નાશ પામતું નથી એવું નિશ્ચય જીવત્વ સદાય છે. તે નિશ્ચય-જીવત્વનું કારણ, સ્વાભાવિક એવી અનંતાજ્ઞાન શક્તિ છે. આવું નિશ્ચયજીવત્વ, જીવને સદાય હોવા છતાં, સંસાર દશામાં પોતે પુદ્ગલના સંબંધથી દૂષિત હોવાને લીધે ચાર પ્રાણોથી સંયુક્ત છે. અને તેથી તેને વ્યવહાર જીવત્વ પણ છે. તે વ્યવહાર જીવત્વના કારણરૂપ, જે ચાર પ્રાણોથી સંયુક્તપણું, તેનાથી જીવને ભિન્ન કરવા યોગ્ય છે. (૧૯) નિર્દોષ જ્ઞાનસ્વભાવ; અવિકારી સંબંધ સ્વરૂપ આત્મા. (૨૦) આત્મા; જીવપદાર્થ. (૨૧) સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વચન, કાય, આયુ અને શ્વાસોચ્છ્વાસ નામના દસ પ્રાણોથી (સંસાર દશામાં) જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે, આ સંગ્રહનય કહ્યો. નિશ્ચયથી ભાવપ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે. શુદ્ધ-સદ્ભૂત-વ્યવહારથી કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે કાર્યશુદ્ધ જીવ છે. અશુદ્ધ-સદ્ભૂત-વ્યવહારથી મતિજ્ઞાનાદિ વિભાવ ગુણોનો આધાર હોવાને લીધે અશુદ્ધ જીવ છે. શુદ્ધ નિશ્ચયથી સહજ જ્ઞાનાદિ પરમ સ્વભાવ ગુણોનો આધાર હોવાને લીધે કારણશુદ્ધ જીવ છે. આ (જીવ) ચેતન છે; આના (જીવના) ચેતન ગુણો છે.
૩૮૨
આ અમૂર્ત છે; આના અમૂર્ત ગુણો છે. આ શુદ્ધ છે; આના શુદ્ધ ગુણો છે. આ અશુદ્ધ છે; આના અશુદ્ધ ગુણો છે - પર્યાય પણ આ પ્રમાણે છે. દરેક જીવ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે અર્થાત્ સહજ જ્ઞાનાદિક સહિત છે તેથી દરેક જીવ કારણશુદ્ધ જીવ છે. જે કારણ શુદ્ધ જીવને ભાવે છે. તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ અપેક્ષાએ શુદ્ધ (કેવળજ્ઞાનાદિ સહિત) થાય છે અર્થાત્ કાર્યશુદ્ધ જીવ થાય છે, શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે. (કારણશુદ્ધ એટલે કારણ-અપેક્ષાએ શુદ્ધ અર્થાત્ શક્તિઅપેક્ષાએ શુદ્ધ. કાર્યશુદ્ધ એટલે કાર્ય-અપેક્ષાએ શુદ્ધ અર્થાત્ વ્યક્તિઅપેક્ષાએ શુદ્ધ.) (૨૨) બે પ્રકારના છે ; સંસારી અને મુક્ત. (૨૩) જીવ નામનો પદાર્થ તે સમય છે., સાત બોલથી સમય સિદ્ધ કર્યો છે ઃ(*) ઉત્પાદ -વ્યય ધ્રુવ યુક્ત સત્તાથી સહિત છે. દર્શન-જ્ઞાન સ્વરૂપ પરિણમન સહિત છે.
(*)
(-)
(*)
(*)
અનંત ધર્મોમાં રહેલા એકધર્મીપણાને લીધે, તેને દ્રવ્યપણું પ્રગટ કરે છે. અક્રમવર્તી અને ક્રમવવર્તી, એવા ગુણપર્યાયો સહિત છે.
સ્વ-પર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી, તેને સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું છે.
(*) અસાધારણ ચૈતન્ય ગુણના સ્વભાવને લીધે, તથા પર દ્રવ્યથી વિશેષ ગુણોના અભાવને લીધે, પરદ્રવ્યોથી ભિન્ન છે.
(*) અન્ય દ્રવ્યોથી અત્યંત એક ક્ષેત્રાવગાહ હોવા છતાં, પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો, એક ટંકોત્કીર્ણ (શાશ્વત) ચૈતન્ય સ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે.
જીવ નામના પદાર્થનું પ્રથમ સાત બોલથી વર્ણન કર્યું છે.
(*) જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યત્રયી સત્તાસ્વરૂપ છે. ટીકામાં ઉત્પાદ વ્યય-ધ્રુવની એકતારૂપ સત્તા કહેલ છે. અનુભૂતિનો અર્થ સત્તા થાય છે. અનાદિથી જીવ સત્તારૂપ પદાર્થ છે.