________________
જાણનક્રિયા, તે જ મુક્તિના માર્ગની ક્રિયા છે. ને તે જ ક્રિયા મુકિતનું કારણ છે.
જાણવું :માનવુ; અનુભવવું. (૨) અનુભવવું; ઓળખવું (૩) જાણવું તે આત્માનો સ્વભાવ છે. તે જાણવાના સ્વભાવમાં ન જાણવું. ન આવે. તે જાણવાના સ્વભાવની મર્યાદા ન હોય. તે જાણવાના સ્વભાવમાં કઈ ચીજ ન જણાય ? બધાં દ્રવ્ય, બધું ક્ષેત્ર, બધો કાળ, અને બધા ભાવોને જાણે. એવો જ્ઞાનસ્વભાવ અમર્યાદિત છે. જીવ એક અખંડ દ્રવ્ય હોવાથી, તેનું જ્ઞાન સામર્થ્ય પણ સંપૂર્ણ છે. સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. એવી એક એક આત્મામાં તાકાત-ત્રેવડ છે.
આત્મા પરને જાણવા જતો નથી પરંતુ જગતના અનંત દ્રવ્યો, અનંત ક્ષેત્ર, અનંત કાળ અને અનંતભાવો, આત્માના જ્ઞાનમાં સહજપણે જણાય છે, એવો જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. પર શેયો આત્મામાં આવતા નથી. પર શેયોની આત્મામાં નાસ્તિ છે. પરંતુ જ્ઞાન પરને જાણે છે. પોતાને જાણે છે, જ્ઞાન જ્ઞાનને જાણે છે. જ્ઞાન આત્મામાં રહેલા બીજા અનંત ગુણોને પણ જાણે છે, અને જ્ઞાન લોકાલોકને પણ જાણે છે એવો જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. (૪) ઓળખવું. જાણવાના શોભથી આકાંક્ષાથી
જાણવાની ક્રિયા-જાણવાના પરિણામ પુસ્તકનું વાંચન કે વ્યાખ્યાન સાંભળતાં, જે વર્તમાન પરિણામ થાય છે, તે કાંઈ શબ્દોને અનુસરીને થતાં નથી, પણ જીવના ત્રિકાળી જાણવા-દેખવાના સ્વભાવ-ત્રિકાળી જ્ઞાન-દર્શન ગુણને અનુસરીને થાય છે.
જાણવાની પર્યાયનો ઉઘાડ ઃઆત્માના જ્ઞાન-દર્શન ગુણને અનુસરીને, પોતાની યોગ્યતા અનુસાર, જાણવાની પર્યાયનો ઉઘાડ થાય છે. જાત્યાંતર :બીજી જાતિમાં પલટાવી નાખવું. (૨) પટલાવવું; જાતિભેદ;
જાતિ ઃમાતાના ગોત્રને જાતિ કહે છે. મામા વગેરે માતૃપક્ષના રાજા વગેરે, પ્રતાપી વ્યક્તિ હોવાનું અભિમાન કરવું તે જાતિ ભેદ છે. (૨) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આદિ વર્ણો. (૩) અવ્યભિચારી સદશ્યતાથી એકરૂપ
૩૭૬
કરવાવાળા, વિશેષને જાતિ કહે છે. (૪) તે સદશ ધર્મવાળા પદાર્થોને જ, ગ્રહણ કરે છે.
જાતિ કોને કહે છે? :અવ્યભિચારી સદશતાથી એકરૂપ કરવા વાળા વિશેષને, જાતિ કહે છે. અર્થાત્ તે સદશધર્મ વાળા પદાર્થોને જ, ગ્રહણ કરે છે.
જાતિ નામકર્મ જે કર્મના ઉદયથી, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય કહેવાય છે.
જાતિ સંઘ ઃજન્માંધ; રાગ અને પર્યાયની રુચિવાળા જન્માંધ. જાતિ સ્મરણ :પૂર્વ ભવનું જ્ઞાન.
જાતિ
સ્મરણશાન ઃએ જાતિજ્ઞાનના ધારણા નામના, ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે. તે જ્યાં સુધી પાછલા ભવમાં અસંજ્ઞીપણું ન આવ્યું હોય, ત્યાં સુધી આગળ ચાલી શકે છે.
જાતિવૃદ્ધતા ઃજાતિ અપેક્ષાએ મોટાપણું. જાનુપ્રદેશ ઘૂંટણ; ગોઠણ.
જામી જવું :ઠરી જવું.
જીવજીવ આજીવન. જાહેર કરે છે :વિસ્તારે છે.
જિજ્ઞાસુ પર સાથે આત્માને કાંઈ સંબંધ નથી, પર પોતાથી (આત્માથી) ત્રિકાળ નાસ્તિપણે છે. વર્તમાન વિકારી અવસ્થામાં પણ, પર વસ્તુ આત્મામાં નથી. દેહમાં આત્મા નથી પણ નિમિત્તથી કહીએ, તો એક આકાશક્ષેત્ર આત્મા અને દેહાદિ જડ પદાર્થો સંયોગપણે રહેલા છે. છતાં વસ્તુપણે દરેક પરમાણુ તથા દરેક આત્મા જુદા જુદા છે, જે આત્માથી જુદા પડે, તે અત્માના હોય નહિ. એવા સ્થૂલ વ્યવહારુ મિથ્યાત્વનો ત્યાગ, તો સમયસારના જિજ્ઞાસુને હોય જ. કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર અને કોઈ પ્રકારે હિતકર નથી. દેહાદિ મારું સ્વરૂપ નથી, એમ સમજીને વ્યવહાર ભૂલ છોડીને જ. આ પરમાર્થ સ્વરૂપ સમજવા જિજ્ઞાસુ આવ્યો છે.